હવે IPO પણ રડાવવા લાગ્યા? આજે 3 કંપનીઓનું લિસ્ટિંગ પણ રોકાણકારો થયા નિરાશ!

શેરબજારમાં આજે 3 આઈપીઓની એન્ટ્રી થઈ પણ આ ત્રણેય આઈપીઓએ રોકાણકારોને નિરાશ કર્યા છે. આશા મુજબ આ આપીઓનું લિસ્ટિંગ થયું નથી. 

હવે IPO પણ રડાવવા લાગ્યા? આજે 3 કંપનીઓનું લિસ્ટિંગ પણ રોકાણકારો થયા નિરાશ!

શેર બજારમાં આજે ત્રણ આઈપીઓ આવ્યા. પણ રોકાણકારોને નિરાશા સાંપડી કારણ કે પોતાના ડેબ્યુ પર આ આઈપીઓએ રોકાણકારોને જે આશા હતી કે સારો નફો થઈ શકે છે તે ઠગારી નીવડી. આજે ડેબ્યુ થયેલા 3 આઈપીઓમાંથી બે કંપનીઓએ રોકાણકારોને કોઈ ખાસ નફો રળી આપ્યો નહીં. આજે હેપ્પી ફોર્જિંગ, ક્રેડો બ્રાન્ડ્સ અને આરબીઝેડ જ્વેલર્સના શેરોનું માર્કેટમાં લેસ્ટિંગ થયું. 

હેપ્પી ફોર્જિંગ આઈપીઓ
ત્રણમાંથી હેપ્પી ફોર્જિંગ આઈપીઓએ જો કે રોકાણકારોને સારું પ્રીમિયમ આપ્યું છે. હેપ્પી ફોર્જિંગના શેર 1001.25 રૂપિયા પ્રતિ શેર પર લીસ્ટ થયા જે 18 ટકા પ્રીમિયમ પર છે. આ આઈપીઓનો ઈશ્યુ પ્રાઈસ 850 રૂપિયા પ્રતિ શેર હતો. જો કે છેલ્લી માહિતી મુજબ તે 22 ટકા ઉછાળા પર હતો. હેપ્પી ફોર્જિંગની લિસ્ટિંગ જો કે આશા કરતા ઓછું રહ્યું. આ આઈપીઓની લોટ સાઈઝ 17 શેરનો હતો. જે 19તી 21 ડિસેમ્બર વચ્ચે ખુલ્યો હતો. આ આઈપીઓને કુલ 82.04 ગણો સબસ્ક્રાઈબ કરવામાં આવ્યો હતો.કંપનીએ આઈપીઓ દ્વારા 1008.59 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. જો કે લિસ્ટિંગ બાદ શેરોમાં તેજી જોવા મળી રહી છે. બપોરે 1 વાગે શેર 1040 રૂપિયાની આજુબાજુ હતો. અત્રે જણાવવાનું કે લિસ્ટિંગના બરાબર બે દિવસ પહેલા આ આઈપીઓનું GMP શાનદાર 50 ટકા સુધી જોવા મળ્યું હતું. પરંતુ બુધવારે આઈપીઓએ ફક્ત 17 ટકા ગેઈન સાથે બજારમાં ડેબ્યુ કર્યું. 

ક્રેડો બ્રાન્ડ્સ શેર લિસ્ટિંગ
જ્યારે ક્રેડો બ્રાન્ડ્સના શેરે સ્ટોક માર્કેટમાં ધીમી શરૂઆત કરી. ક્રેડો બ્રાન્ડ્સના શેર 280 રૂપિયા પ્રાઈસ બેન્ડની સરખામણીએ 0.84 ટકાના પ્રીમિયમ સાથે 282.35 રૂપિયાથી શરૂઆત થઈ. બીએસઈ પર આ શેર 0.71 ટકા પ્રીમીયમ સાથે 282 રૂપિયા પર લિસ્ટ થયા. તેના શેરોનું લિસ્ટિંગ ગ્રે માર્કેટની આશાથી વિપરિત રહ્યું. જો કે લિસ્ટિંગ બાદ તેના શેરોમાં તેજી જોવા મળી. તેના આઈપીઓના લોટની સાઈઝ 53 શેરોની હતી અને પ્રાઈસ બેન્ડ 266-280 રૂપિયા પ્રતિ શેર રહ્યો. તેને 51.85 ગણો સબસ્ક્રાઈબ કરવામાં આવ્યો હતો. 

આરબીઝેડ જ્વેલર્સ લિમિટેડ આઈપીઓ
આ ઉપરાંત RBZ જ્વેલર્સ લિમિટેડના શેરોએ રોકાણકારોને સૌથી વધુ નિરાશ કર્યા. સોનાનો વેપાર કરનારી કંપનીએ બીએસઈ પર ફ્લેટ શરૂઆત કરી. એટલે કે તેણે પોતાના ઈશ્યુ પ્રાઈસ 100 રૂપિયા પ્રતિ શેરના બરાબર જ લિસ્ટિંગ થયું. RBZ ના શેરોનો લોટ સાઈઝ 150 નો હતો. આ આઈપીઓ 19 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર વચ્ચે બોલી માટે ખુલ્યો હતો. તેને 16.86 ગણો સબસ્ક્રાઈબ કરવામાં આવ્યો હતો અને કંપનીએ આઈપીઓથી 100 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. 

 (Disclaimer: શેર બજારમાં કોઈ પણ રોકાણ પહેલા તમારા માર્કેટ એક્સપર્ટની સલાહ ચોક્કસપણે લો.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news