દરેક નોકરિયાત વ્યક્તિને એ વાતની ચિંતા રહે છે કે રિટાયરમેંટ બાદ તેની આવક ક્યાંથી થશે. ઘરનો ખર્ચ રિટાયર થયા બાદ કેવી રીતે ચાલશે. મોદી સરકારે એક શાનદાર યોજનાની શરૂઆત હેઠળ તમે દરરોજ 7 રૂપિયા બચાવીને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 5,000 રૂપિયાનું પેંશન પ્રાપ્ત કરી શકો છો. આ સ્કીમ ઓછી આવકવાળા લોકો માટે અથવા પછી ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે વધુ ઉપયોગી છે. તમને જણાવી દઇએ કે અમે સરકારની અટલ પેંશન યોજના (Atal Pension Yojana)ની ચર્ચા કરી રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7મું પગાર પંચ: PM મોદીએ કરોડો કર્મચારીઓને આપી જોરદાર ભેટ, જાણો પેંશનમાં થયો કેટલા ટકાનો વધારો


જો તમએ તમારા ઘડપણમાં પણ નિયમિત આવક પ્રાપ્ત કરવા માંગે છે તો આ સ્કીમ તમારા માટે સારી સાબિત થશે. અટલ પેંશન યોજના સાથે જેટલા જોડાશે તમારે એટલા ઓછા પૈસા જમા કરાવવા પડશે. જો તમે 60 વર્ષની ઉંમર બાદ 5000 રૂપિયા પ્રાપ્ત કરવા માંગો છો તો APY અટલ પેંશન યોજનાથી સારો વિકલ્પ નહી મળે. આ યોજના સાથે જો તમે 18 વર્ષની ઉંમરમાં જોડાવ છો અને દરરોજ 7 રૂપિયા બચાવીને મહિને 210 રૂપિયા જમા કરાવો છો તો 60 વર્ષની ઉંમર બાદ તમને દર મહિને 5,000 રૂપિયા મળશે. 

HOME લોન ટ્રાંસફર કરશો તમને થશે મોટો ફાયદો, વ્યાજ પર બચશે લાખો રૂપિયા


અટલ પેંશન યોજના હેઠળ કેટલું મળે છે પેંશન
અટલ પેંશન યોજના (APY) હેઠળ કોઇપણ વ્યક્તિને 1,000 રૂપિયાથી 5,000 રૂપિયા સુધીનું પેંશન દર મહીને મળી શકે છે. જોકે, દર મહીને આ યોજનામાં જમા કરવામાં આવતી રકમ વ્યક્તિની ઉંમર પર નિર્ભર કરે છે. તમે જેટલી ઓછી ઉંમરમાં આ યોજનામાં રોકાણની શરૂઆત કરશો, તમને દર મહિને એટલી જ ઓછી રકમ આપવી પડશે. ઉંમરની સાથે જ તેનો હપ્તો પણ વધી જાય છે. 


1,000 રૂપિયાના પેંશન માટે આપવી પડશે 42થી લઇને 291 રૂપિયા
દર મહિને 1,000 રૂપિયાનું પેંશન પ્રાપ્ત કરવા માટે તમારે તમારી ઉંમર મુજબ 42 રૂપિયાથી લઇને 291 રૂપિયા પ્રતિ મહિને જમા કરાવવા પડી શકે છે. તમને જણાવી દઇએ કે જો ભગવાન ન કરે, ઈએમઆઇ આપનાર વ્યક્તિનું કોઇ કારણસર મૃત્યુ થઇ જાય છે તો તેના વારસદારને એક રકમ 1,70,000 રૂપિયા મળશે.
હજુ સુધી ફ્લેટ નથી ખરીદ્યો તો મોદી સરકાર આપવાની છે મોટી ખુશખબરી


કોણ-કોણ ઉપાડી શકે છે અટલ પેંશન યોજનાનો ફાયદો
મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના સમાજના નબળા વર્ગ માટે છે જેથી 60 વર્ષ બાદ તેમને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો ન પડે. આ યોજનાથી 18 થી 40 વર્ષ સુધીની ઉંમરના લોકો જોડાઇ શકે છે. આ યોજનામાં ઓછામાં ઓછા 20 વર્ષનું રોકાણ કરવાની જરૂર છે. અટલ પેંશન યોજના સાથે જોડાવવા માટે બેંકમાં એક બચત ખાતું અને આધાર કાર્ડ હોવું જરૂરી છે.