Akanksha Power And Infrastructure IPO: આઈપીઓ દ્વારા શેર બજારમાં રોકાણ કરનારા રોકાણકારો માટે સારા સમાચાર છે. આકાંક્ષા પાવર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો આઈપીઓ 27 ડિસેમ્બરથી ઓપન થશે. રોકાણકારો પાસે આ આઈપીઓ પર દાવ લગાવવા માટે 29 ડિસેમ્બર સુધી તક રહેશે. કંપનીએ 52 રૂપિયાથી લઈને 55 રૂપિયા પ્રતિ શેર આઈપીઓ પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે. જીએમપીથી લઈને અન્ય તમામ વિગતો પણ ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2000 શેરનો એક લોટ
આકાંક્ષા પાવર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આઈપીઓની લોટ સાઈઝ 2000 શેરોની બનાવવામાં આવી છે. જેના કારણે કોઈ પણ રોકાણકારે ઓછામાં ઓછા 1,10,000 રૂપિયા દાવ પર લગાવવા પડશે. કોઈ પણ રોકાણકાર વધુમાં વધુ એક લોટ ઉપર જ દાવ લગાવી શકે છે. કંપની તરફથી શેરોનું એલોટમેન્ટ 1 જાન્યુઆરી 2024ના રોજ કરવામાં આવશે. અત્રે જણાવવાનું કે એંકર રોકાણકારો આ એસએમઈ આઈપીઓ પર 26 ડિસેમ્બરે દાવ લગાવી શકશે. 


ગ્રે માર્કેટમાં ધમાલ મચાવી
આકાંક્ષા પાવર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો આઈપીઓ ગ્રે માર્કેટમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. કંપની આજે 15 રૂપિયાના જીએમપી પર ટ્રેડ કરી રહી છે. એટલે કે જો આ ટ્રેડના પ્રમાણે શેર બજારમાં કંપનીનું લિસ્ટિંગ થયું તો રોકાણકારોને પહેલા જ દિવસે 27 ટકાથી વધુનો નફો થઈ શકે છે. અત્રે જણાવવાનું કે આકાંક્ષા પાવરનું લિસ્ટિંગ 3 જાન્યુઆરીએ થાય તેવી શક્યતા છે. 


આકાંક્ષા પાવરના આઈપીઓની સાઈઝ 27.49 કરોડ રૂપિયા છે. ઈશ્યું સંપૂર્ણ રીતે ફ્રેશ શેરો પર આધારિત છે. કંપનીના આઈપીઓનો 50 ટકા ભાગ ક્વોલીફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ માટે અનામત છે. રિટેલ રોકાણકારો માટે 35 ટકા ભાગ રિઝર્વ રાખવામાં આવ્યો છે. કંપનીમાં પ્રમોટર્સનું શેર હોલ્ડિંગ 83.28 ટકા છે. જે આઈપીઓ બાદ ઘટીને 60.81 ટકા થઈ જશે. 


(Disclaimer: આ રોકાણ અંગેની સલાહ નથી. શેર બજાર જોખમોને આધીન હોય છે. કોઈ પણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ અવશ્ય લેવી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube