IPO માં નથી મળી રહ્યાં શેર તો અપનાવો આ ટિપ્સ, વધી જશે એલોટમેન્ટની સંભાવના
ઘણીવાર એવું જોવા મળે છે કે ઘણા રોકાણકારોએ અરજી કરી હોવા છતાં IPOમાં શેર મેળવી શકતા નથી. તેની પાછળ કેટલાક મુખ્ય કારણો હોઈ શકે છે:
નવી દિલ્હીઃ જો તમારા હાથમાં પણ સારો આઈપીઓ આવી રહ્યો નથી, તો તે વિચારી શકાય કે અરજી કરવા સમયે કંઈક ગડબડ થઈ રહી છે. આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું, જે શેર એલોટમેન્ટની તક વધારી શકે છે. જો તમે સતત આઈપીઓમાં અરજી કરી રહ્યાં છો પરંતુ એલોટમેન્ટ મળી રહ્યું નથી તો તે ચિંતાનો વિષય હોઈ શકે છે. ખાસ કરી ત્યારે જ્યારે શાનદાર લિસ્ટિંગવાળા આઈપીઓમાં બાદમાં તેજી જોવા મળે છે.
આઈપીઓ (Initial Public Offering) શું છે?
આઈપીઓ તે પ્રક્રિયા છે જ્યારે કોઈ કંપની પ્રથમવાર પોતાના શેર પબ્લિક માટે જારી કરે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કંપની માટે ફંડ ભેગું કરવાનો હોય છે. આઈપીઓમાં મળનાર શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) કે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થાય છે અને તેનું ટ્રેડિંગ થાય છે.
વારંવાર અરજી કરવા છતાં IPOમાં શેર નથી મળતા?
ભારતીય IPO માર્કેટમાં રિટેલ રોકાણકારોની ભાગીદારી તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર રીતે વધી છે. આવી સ્થિતિમાં, ઘણીવાર એવું જોવા મળે છે કે ઘણા રોકાણકારોએ અરજી કરી હોવા છતાં IPOમાં શેર મેળવી શકતા નથી. તેની પાછળ કેટલાક મુખ્ય કારણો હોઈ શકે છે:
ઓવરસબસ્ક્રિપ્શનઃ જો IPOમાં ભારે ઓવરસબસ્ક્રિપ્શન હોય, તો શેરની ફાળવણીમાં સમસ્યાઓ ઊભી થાય છે. ઉદાહરણ તરીકે, Zomato અને Paytm જેવા તાજેતરના મોટા IPO ને ઓવરસબ્સ્ક્રિપ્શનનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે લકી ડ્રો દ્વારા શેરની ફાળવણી કરવામાં આવી હતી.
ડ્રો અને કોમ્પ્યુટર દ્વારા ફાળવણીઃ ઓવરસબ્સ્ક્રિપ્શનના કિસ્સામાં કોમ્પ્યુટર ડ્રો દ્વારા શેરની ફાળવણી કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમામ અરજદારોને શેર મળવાની ખાતરી નથી.
આ પણ વાંચોઃ 22 રૂપિયાવાળા દરેક શેર પર 50 રૂપિયાનું ડિવિડેન્ડ આપશે આ કંપની, જાણો રેકોર્ડ ડેટ
શેર એલોટમેન્ટની સંભાવના વધારવાના ઉપાય
વધુ લોટમાં અરજી કરોઃ જો તમે એક સારી કંપનીના આઈપીઓમાં વધુ લોટમાં અરજી કરો છો તો શેર પ્રાપ્ત થવાની સંભાવના વધી જાય છે.
જલ્દી અરજી કરોઃ આઈપીઓના સમયના પ્રથમ કે બીજા દિવસે અરજી કરવાથી તમારી દાવેદારી મજબૂત થઈ શકે છે.
અલગ-અલગ ડીમેટ એકાઉન્ટનો ઉપયોગઃ તમારા પરિવારના અન્ય સભ્યોના નામ પર ડીમેટ એકાઉન્ટ ખોલીને પણ અરજી કરી શકો છો, જેનાથી શેર મળવાની સંભાવના વધી જાય છે.
આઈપીઓમાં શેર પ્રાપ્ત કરવા એક લકી ડ્રો જેવું હોય છે, પરંતુ ઉપર આપવામાં આવેલી ટિપ્સનું પાલન કરી તમે તેની સંભાવનાઓ વધારી શકો છો. સૌથી જરૂરી વસ્તુ હોય છે કે ઈન્વેસ્ટરને આઈપીઓના એલોટમેન્ટની પ્રક્રિયા અને સંભાવના વિશે સાચી જાણકારી હોવી જરૂરી છે, જેથી તે સમય પર સાચો નિર્ણય લઈ શકે.