રિયલ એસ્ટેટ કંપની આર્કેડ ડેવલપર્સ લિમિટેડ આઈપીઓ બજારમાં તહેલકો મચાવવા માટે આવી રહી છે. જેનો 410 કરોડ રૂપિયાનો આઈપીઓ અરજી માટે 16 સપ્ટેમ્બરે ખુલશે. સેબી પાસે જમા કરાવવામાં આવેલી વિવરણ પુસ્તિકા (RHP) મુજબ તેના શેરો માટે બોલી 19 સપ્ટેમ્બર સુધી લગાવી શકાશે. મોટા (એંકર) રોકાણકારો માટે બોલી 13 સપ્ટેમ્બરના રોજ એક દિવસ માટે ખુલશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

410 કરોડ રૂપિયા માટે બહાર પડશે ઈક્વિટી શેરોના નવા ઈશ્યુ
આઈપીઓ સંપૂર્ણ રીતે 410 કરોડ રૂપિયાના ઈક્વિટી શેરોના નવા ઈશ્યુ માધ્યમથી છે. તેમાં વેચાણ OFS સામેલ નથી. કંપનીએ પહેલેથી જ આઈપીઓ-પૂર્વ નિયોજન ચરણ દ્વારા 20 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. આ આઈપીઓથી ભેગી થયેલી રકમનો ઉપયોગ કંપનીના ચાલુ અને આગામી પ્રોજેક્ટ્સના વિકાસ અને ભવિષ્યના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સના અધિગ્રહણ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરાશે. આર્કેડ ડેવલપર્સ ઝડપથી વિકાસ થતી રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની છે. જે મુંબઈમાં મહત્વની કામગીરી હાથ ધરે છે. 


1040થી વધુ ઘર લોન્ચ
આર્કેડ ડેવલપર્સ એક  ઝડપથી આગળ વધી રહેલી રિયલ એસ્ટેટ  કંપની છે. જેની મુંબઈમાં સારી પકડ છે. 31 જુલાઈ 2023 સુધીમાં કંપનીએ 18 લાખ વર્ગ ફૂટથી વધુ ઘર બનાવ્યા છે. જેમાં એવા પ્રોજેક્ટ્સ પણ સામેલ છે જે તેમણે બીજી  કંપનીઓ સાથે મળીને બનાવ્યા છે. પરંતુ જ્યાં તેમની  ભાગીદારી વધુ છે. 2017થી લઈને 2023 સુધીમાં પહેલા ત્રિમાસિક સુધી, કંપનીએ મુંબઈ અને આજુબાજુના વિસ્તારોમાં 1040થી વધુ ઘર લોન્ચ કર્યા છે. અને 792 ઘર વેચ્યા છે. 


આર્કેટ ડેવલપરની કમાણી નાણાકીય વર્ષ 2023માં 224.01 કરોડ રૂપિયા, 2022માં 237.18 કરોડ રૂપિયા અને 2021માં 113.18 કરોડ રૂપિયા હતી. કંપનીએ આ આઈપીઓ માટે યુનિસ્ટોન કેપિટલ એકમાત્ર બુક-રનિંગ લીડ મેનેજર છે. કંપનીના શેર બીએસઈ અને એનએસઈ બંને શેર બજારોમાં લિસ્ટ થશે. 


 (Disclaimer: અહીં ફક્ત શેરની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)