નવી દિલ્હી: ભારતીય રેલવે (Indian Railways)ની સહાયક કંપની ઇન્ડીયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન  (IRCTC) નો IPO આજે સોમવારે 30 સપ્ટેમ્બરથી બજારમાં એન્ટ્રી કરવા જઇ રહ્યો છે. આ ભારતીય રેલવેની તમામ સહાયક કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવેલો સૌથી મોટો આઇપીઓ છે. તેના માટે 3 ઓક્ટોબર સુધી રોકાણ કરી શકાશે. 14 ઓક્ટોબરના રોજ આઇઆરસીટીસી NSE અને BSE પર લિસ્ટિંગ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીધી સરકાર પાસે જશે રકમ
આ IPO દ્વારા સરકારે 628-638 કરોડ રૂપિયાના કલેક્શનનું ટાર્ગેટ નક્કી કર્યું છે. ખાસ વાત એ છે કે આ આઇપીઓની રકમ આઇઆરસીટીસી (IRCTC) ના ખાતામાં ન જઇને સીધી સરકાર પાસે જશે. આ  IPO આવ્યા બાદ સરકારની કંપનીમાં ભાગીદારી ઘટીને 12.5% પર આવી જશે. એક લોટમાં 40 શેર છે. એટલા માટે 40 ઇક્વિટી શેરના ગુણાંકમાં ઓર્ડર આપવામાં આવશે. 

શાનદાર ઓફર, Maruti Suzuki ની Vitara Brezza ખરીદતાં 1 લાખ સુધી છૂટ


આ શેરની પ્રાઇસ બેન્ડ
IRCTC ની આઇપીઓ પ્રતિ શેર 315-320 રૂપિયાની પ્રાઇસ બેન્ડ પર ખુલશે. સરકાર ઓફર હેઠળ 10 રૂપિયાની કિંમતવાળા 2,01,60,000 શેર વેચાણ માટે માર્કેટમાં લોન્ચ કરવા જઇ રહી છે. તેમાં 1,60,000 શેર કર્મચારીઓ માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે. એટલે કે પબ્લિક માટે આઇઆરસીટીસીના 2 કરોડ શેર ખરીદવાની તક મળશે. 


મિનીરત્ન છે IRCTC
તમને જણાવી દઇએ કે  IRCTC ટિકીટ બુકિંગ, હોટલ બુકિંગ, રેલવેની ખાનપાન સેવા અને પર્યટન સાથે સંકયેલા કામ કરે છે. સરકારે 1999માં કંપનીને બનાવવામાં આવી હતી અને વર્ષ 2008માં તેને મિનીરત્ન (Miniratna) નો દરજ્જો મળ્યો છે. ભારતીય રેલવે (Indian Railways) ની આ ફાયદાકારક યૂનિટ આઇઆરસીટીસીએ વર્ષ 2019માં 272.6 કરોડ રૂપિયા અને વર્ષ 2018માં 220.62 કરોડ રૂપિયાનો ચોખ્ખો ફાયદો કર્યો હતો. કંપનીના ખજાનામાં વર્ષ 2018ના 1,470,46 કરોડ રૂપિયાથી વર્ષ 2019 માં 1,867.88 કરોડ રૂપિયાનો વધારો થયો.

iPhone 11ની દિવાનગી, ડિલીવરી માટે બપોરથી જ લાઇનમાં લાગી ગયા લોકો


કેવી રીતે ખરીદશો IRCTC નો IPO
જો તમે આઇઆરસીટીસીના આઇપીઓમાં રોકાણ કરવા માંગો છો તો તમે પણ રોકાણ કરી શકો છો અથવા પછી તેના માટે કોઇ બ્રોકરની મદદ લઇ શકો છો. રોકાણ માટે તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોવું જોઇએ. ડીમેટ એકાઉન્ટમાં બ્રોકર દ્વારા રોકાણ કરી શકો છો. બ્રોકરેજ હાઉસ IPO માં રોકાણ માટે પોતાની વેબસાઇટ પર એક સેક્શન રાખે છે. વેબસાઇટ આ સેક્શનમાં જઇને કેટલીક જાણકારી ભર્યા બાદ આઇપીઓ માટે એપ્લાઇ કરી શકો છો. તેમાં સ્ટોક (IPOની સંખ્યા) આઇપીઓની કિંમત વિશે જાણકારી આપવાની હોય છે. ત્યારબાદ તમારી રકમ આઇપીઓ બંધ થતાં લિસ્ટિંગ સુધી બ્લોક કરી દેવામાં આવે છે. IRCTC ના IPO માટે સપ્ટેમ્બરથી માંડીને 3 ઓક્ટોબર સુધી રોકાણ કરવામાં આવી શકે છે. 

Aadhaar સાથે PAN લિંક કરાવ્યું નથી તો ચિંતા ના કરશો, સરકારે આપી મોટી રાહત


એક લોટમાં 40 શેર
આઇપીઓ  (IPO) માં રોકાણ એક શેર માટે નહી પરંતુ લોટ સાઇઝ મુજબ થાય છે. તમારે એક નક્કી સંખ્યામાં સ્ટોક્સ માટે બિડ આપવી પડશે. જેમ કે IRCTC નો લોટ સાઇઝ 40 હજારના શેર છે. એટલે કે તમારે ઓછામાં ઓછા 40 શેર તો ખરીદવા પડશે. આ મુજબ એક લોટ માટે 12,200-12-400 રૂપિયાનું રોકાણ કરવું પડશે.