RBIએ અનેક વખત રેપો રેટ વધારતા તેની સિધી અસર બેંકોના વ્યાજદર પર  દેખાઈ રહી છે. જેના લીધે હવે બેંકો ફિક્સ ડિપોઝિટ, બચત ખાતા અને લોન પર વ્યાજ દર વધારી રહી છે. ત્યારે તમે પણ કોઈ બેંકની લોન લીધી હશે તો તમારે પણ વધુ વ્યાજ ચૂકવવું પડશે. તો આવી સ્થિતિમાંથી બચવા માટે તમે લોન અન્ય બેંકમાં ટ્રાન્સફર કરાવી શકો છો. પરંતુ લોન ટ્રાન્સફર કરવામાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો આવો જાણીએ વ્યાજના રૂપિયા બચાવી કેવી રીતે તમે બમણો ફાયદો મેળવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોન ટ્રાન્સફર માટે બેંકની કેવી રીતે કરશો પસંદગી?
તમારે અન્ય બેંકમાં ટ્રાન્સફર કરાવતા પહેલાં હોમ લોન આપતી તમામ બેંકના વ્યાજદરની તપાસ  કરી લેવી જોઈએ. ત્યાર બાદ તમે એવી બેંકની પસંદગી કરો જેનો વ્યાજદર સૌથી ઓછો હોય. ત્યાર બાદ જે બેંકમાંથી તમે લોન લીધી હોય તેની શાખાનો સંપર્ક કરવો જોઈએ. જ્યાં તમે તમારી લોન અન્ય બેંકમાં ટ્રાન્સફર કરવા માટે રજૂઆત કરી શકો છો. આટલી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમે સરળતાથી તમારી લોન ટ્રાન્સફર કરાવી શકો છો.


આટલી વાતોનું ખાસ ધ્યાન રાખજો
લોન ટ્રાન્સફર કરવા માટે તમારે જે બેંકમાંથી લોની લીધી હોય તેમાં ફોરફ્લોઝર માટે અરજી કરવી પડશે. લોની લીધી હોય તે બેંકમાંથી એકાઉન્ટનું સ્ટેટમેન્ટ અને ડોક્યુમેન્ટ લઈને જે બેંકમાં લોન ટ્રાન્સફર કરવી હોય તેમાં જમા કરાવવા પડશે. આ સિવાય તમે જે બેંકમાંથી લોન લીધેલી છે તેમાંથી NOC પણ લેવી પડશે. જેને તમે જે બેંકમાં લોન ટ્રાન્સફર કરાવવા માગો છો ત્યાં જમા કરાવવી પડે છે. મહત્વનું છે આ પ્રક્રિયા માટે બેંક એક ટકો પ્રોસેસિંગ ચાર્જ વસૂલ કરે છે. 


નિર્મલાએ આપ્યો ઝટકો! લઘુમતીઓનું બજેટ ઘટતાં ભાજપ નેતા ભરાયા, 2000 કરોડનો ઘટાડો કરાયો


હાલ અદાણી ગ્રુપના શેરમાં પૈસા રોકવા જોઈએ કે નહીં? જાણો એક્સપર્ટનો મત


આધાર-લાયસન્સ-પાન કાર્ડ અંગેની આ સુવિધા તમે જાણો છો? ખાસ જાણો અને કરો ઉપયોગ


આવું કરવાથી શું થાય છે ફાયદો?
જો લોન ઓછા વ્યાજદર વાળી બેંકમાં ટ્રાન્સફર થઈ જાય તો તમારો હપ્તો પહેલાની સરખામણીએ ઓછો થઈ જાય છે. ઓછો હપ્તો ભરવાનો હોવાથી તમારે દર મહિને વધારાની બચત પણ થઈ શકે છે. લોન મોટી હોય તો બચત પણ વધારે થાય છે. જેથી તમે આ વધારાની બચતના રૂપિયા કોઈ સારી સ્કીમમાં રોકી સારું રિટર્ન પણ મેળવી શકો છો. આવું કરવાથી તમને બમણો ફાયદો થાય છે હપ્તો ઓછો થવાથી બચત થાય છે અને આ બચતના રૂપિયાનું રોકાણ કરી સારું રીટર્ન પણ મેળવી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube