Adani Group Shares: બજારમાં ભારે ઉથલપાથલ વચ્ચે અદાણી ગ્રુપના શેરમાં પૈસા રોકવા જોઈએ કે નહીં? જાણો એક્સપર્ટનો મત

Adani Enterprises: હાલ બજારમાં હિંડનબર્ગના એક રિપોર્ટ બાદ જાણે ભૂકંપ આવી ગયો છે. અદાણી ગ્રુપને મોટો ફટકો પડ્યો છે. ત્યારે તેના શેરમાં પૈસા રોકવા જોઈએ કે નહીં? જાણો એક્સપર્ટ બસંત મહેશ્વરી શું કહે છે?

Adani Group Shares: બજારમાં ભારે ઉથલપાથલ વચ્ચે અદાણી ગ્રુપના શેરમાં પૈસા રોકવા જોઈએ કે નહીં? જાણો એક્સપર્ટનો મત

બોન્ડ માર્કેટ કઈ રીતે ઈક્વિટી શેર હોલ્ડર્સનું ભાગ્ય નક્કી કરે છે. જો આપણે કોર્પોરેટ લોની વાત કરીએ તો જો કોઈ કંપનીને કોઈ સમસ્યા આવે કે રિકવરી પ્રોસિડિંગ થાય તો પેમેન્ટ હેરારકી થાય છે એટલે કે સૌથી પહેલા કોને પૈસા મળશે? આવામાં સૌથી પહેલા ગવર્મન્ટ કંપની ડ્યૂઝ, ત્યારબાદ પગારઅને અન્ય ચીજો મળે છે. પરંતુ તેમાં મહત્વની વાત એ છે કે બોન્ડ હોલ્ડરને શું મળે છે અને શેર હોલ્ડરને શું મળે છે. બોન્ડ હોલ્ડરને પૈસા શેર હોલ્ડર પહેલા મળે છે. એ પણ જણાવી દઈએ કે બોન્ડ હોલ્ડરના પૈસા પૂરા થયા બાદ જ શેર હોલ્ડરના પૈસા મળે છે. હાલ બજારમાં હિંડનબર્ગના એક રિપોર્ટ બાદ જાણે ભૂકંપ આવી ગયો છે. અદાણી ગ્રુપને મોટો ફટકો પડ્યો છે. ત્યારે તેના શેરમાં પૈસા રોકવા જોઈએ કે નહીં? જાણો એક્સપર્ટ બસંત મહેશ્વરી શું કહે છે?

અદાણી ગ્રીન અને અદાણી પોર્ટના બોન્ડ યુરોપમાં લિસ્ટેડ
બોન્ડ હોલ્ડરના પૈસા પૂરા થયા બાદ જ શેર હોલ્ડરનો નંબર આવે છે. હવે વાત અદાણી ગ્રુપની કરીએ તો હાલ શેર બજારમાં અદાણી ગ્રુપના શેરમાં મસમોટો કડાકો છે. હિંડનબર્ગના એક રિપોર્ટે અદાણી ગ્રુપના સામ્રાજ્યને હલાવી નાખ્યું છે. અદાણી ગ્રીન અને અદાણી પોર્ટના બે બોન્ડ યુરોપમાં લિસ્ટેડ છે. આવામાં અદાણી પોર્ટ તો સર્વાઈવ કરી જશે પરંતુ અદાણી ગ્રીનના સર્વાઈવ કરવાની શક્યતા ખુબ ઓછી છે. આવામાં કોઈ પણ પ્રકારનું પ્રીડિક્શન નથી. પહેલા અદાણી પોર્ટની વાત કરીએ તો તેની 2024ની મેચ્યોરિટી છે. તેમાં 8 ટકા સુધીનો કડાકો છે અને તેનો યીલ્ડ 6-7 ટકાનો છે. પરંતુ તેમાં વધુ હલચલ નથી. 

અદાણી ગ્રીનમાં 22 થી 23 ટકાનો યીલ્ડ
અદાણી ગ્રાનનો  બોન્ડ ગુરુવારનું જોઈએ તો 79 ડોલર નજીક છે. આવામાં 22 થી 23 ટકાનો યીલ્ડ છે. તે 17 ટકા ઉપરથી નીચે પડ્યો છે. લગભગ ચાર ટકાની કૂપન હતી. અદાણી ગ્રીનના ફાઈનાન્સને જોઈએ તો પણ સ્થિતિ સારી જોવા મળી રહી નથી. આવામાં જો તમે પૈસા લગાવવાનું વિચારી રહ્યા હોવ તો આટલી હલચલ અને આટલી ઉથલપાથલમાં એવું નથી જણાતું કે અદાણી ગ્રુપના કોઈ સ્ટોકમાં હાલ પૈસા લગાવવા જોઈએ. 

બસંત મહેશ્વરી વિશે જાણો
બસંત મહેશ્વરી એ  Basant Maheshwari Wealth Advisers LLP ના કો ફાઉન્ડર છે અને તેમને શેર બજારનો લાંબા અનુભવ છે. જો તમે પણ શેર બજારમાં કોઈ પણ પ્રકારનું રોકાણ કરો છો અને આ અંગે અપડેટ ઈચ્છો છો તો તમારે બસંત મહેશ્વરીની ટિપ્સ જરૂર જાણવી જોઈએ.

(Disclaimer: અહીં ફક્ત માર્કેટ પરફોર્મન્સ સંલગ્ન જાણકારી આપવામાં આવી છે. આ રોકાણ માટેની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા તમે તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લો.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news