નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર ઘણા દિવસોથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે ભારતીય રેલવે (Indian Railways)ને સંપૂર્ણ રીતે ખાનગીકરણ કરવામાં આવશે. આ પોસ્ટથી લોકોની વચ્ચે હંગામો મચ્યો છે કે, ક્યાંક આવનારા સમયમાં ટ્રેનોનું ભાડું વધી ન જાય. આ મેસેજ ટ્વિટરથી લઇને વોટ્સએપ પર પણ ઘણો લોકો વચ્ચે શેર કરવામાં આવી રહ્યો છે. જો કે, હજી સુધી આ મામલે સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી અને ના રેલ મંત્રીએ રેલવેના ખાનગીકરણ થવાને લઇને કોઈ ટિપ્પણી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- 390 રૂપિયાના EMI પર મળી રહી છે Maruti Suzukiની આ Best 7 seater Car


PIBએ કહ્યું દાવો ખોટો છે
વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતીય રેલવે (Indian Railways)નું સંપૂર્ણ રીતે ખાનગીકરણ કરવામાં આવશે અને સાથે જ માસિક પાસ અને વરિષ્ઠ નાગરિકોને મળતી છૂટ, જેવી સુવિધાઓ સમાપ્ત કરવામાં આવશે. પીઆઇબીની ફેક્ટ ચેક ટીમે તેને માત્ર એક અફવા ગણાવી છે અને કહ્યું છે કે, રેલવેનું કોઈ ખાનગીકરણ કરવામાં આવશે નહીં. PIB Fack Checkએ તેમના સત્તાવાર ટ્વિટર પર લખ્યું, #PIBFactCheck: આ દાવો ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા એવો કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં.


આ પણ વાંચો:- કોટક મહિન્દ્રા બેંક વર્કફ્રોમ હોમ કરતાં પોતાના કર્મચારીઓ માટે લાવી ખુશખબરી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube