કોટક મહિન્દ્રા બેંક વર્કફ્રોમ હોમ કરતાં પોતાના કર્મચારીઓ માટે લાવી ખુશખબરી

Updated By: Dec 11, 2020, 03:17 PM IST
કોટક મહિન્દ્રા બેંક વર્કફ્રોમ હોમ કરતાં પોતાના કર્મચારીઓ માટે લાવી ખુશખબરી
  • ભારતની કંપનીનો કર્મચારીલક્ષી મોટો નિર્ણય
  • કોટક મહેન્દ્ર બેંકનાં કર્મચારીઓ માટે ખુશખબર
  • જેટલો મોટો ફિટનેસ ગોલ હશે, તેટલુ મોટુ મળશે અલાઉન્સ

મોનાલી સોની, અમદાવાદ :આપણે ત્યાં એક પ્રખ્યાત કહેવત છે, કે પહેલુ સુખ તે જાતે નર્યા. પહેલુ સુખ એટલે સ્વાસ્થ્ય. આજે સ્વાસ્થ્ય માટે લોકો જીમમાં જાય છે, યોગા પણ કરે છે. સ્માર્ટ સેલ્ફ ક્લિનિંગ વોટર બોટલ, પોર્ટેબલ ગ્લુટેન સિસ્ટમ, ધ મોસ્ટ હેલ્થ ઓરિએન્ટેડ સ્માર્ટવોચ, બ્રેઈન સેન્સિંગ હેડબેન્ડ જેવા ગેજેટ્સ પણ લોકોની પસંદ બન્યા છે. આવા ગેજેટ્સ સ્વાસ્થ્ય સાચવવામાં મદદરૂપ થાય છે. શું ક્યારેય વિચાર્યુ છે કે, ફિટનેસ પણ સચવાય અને વધારાના રૂપિયા મળે! આ વાત કોઈ મજાક નથી, પરંતુ હકીકત છે. ભારતની એક કંપનીએ પોતાના કર્મચારીઓ માટે આ પ્રકારની સુવિધા શરૂ કરી છે. કોટક મહિન્દ્રા બેંકે કર્મચારીઓ માટે ‘હેલ્થ ગોલ સેટ કરો, મંથલી અલાઉન્સֹ લો’ની સુવિધા શરૂ કરી છે. જેથી કોરોનાકાળમાં વર્ક ફ્રોમ કરી રહેલા કર્મચારીઓનું સ્વાસ્થ્ય સચવાય અને કામની ગુણવત્તા પણ જળવાઈ રહે.

આ પણ વાંચો : બે દિવસમાં અમદાવાદમાં BRTS બસનો બીજો અકસ્માત, ચંદ્રનગર પાસે ટેમ્પો સાથે મોટી ટક્કર

તણાવની જીવન પર કેટલી ગંભીર અસર પડે છે, તે વાતનો અંદાજ આપણામાંથી લગભગ મોટાભાગના વ્યક્તિઓને હશે. અત્યારના જમાનામાં એવુ કોઈપણ વ્યક્તિ નથી, કે જેને તણાવ ન હોય. પછી તે વ્યક્તિ, કોઈ બિઝનેસમેન હોય, કર્મચારી હોય, ગૃહિણી હોય કે પછી વિદ્યાર્થીઓ જ કેમ ન હોય. બોલિવુડનાં સેલિબ્રિટિસ પણ તણાવમાં આવીને નશાની લત્તે ચડ્યા હોવાનું છેલ્લા કેટલાક દિવસોમાં સામે આવ્યું છે. પરંતુ શું ખરેખર નશાના માર્ગે ચઢીને તણાવ ઓછો કરવો શક્ય છે? જવાબ છે ના...બિલકુલ પણ નહિ. કેટલાક અનુભવીઓ તણાવ ઓછો કરવા માટે યોગ, કસરત કે પછી અન્ય કોઈપણ ફિટનેસ મુવમેન્ટ કરવાની સલાહ આપતા હોય છે. એ વાતમાં બિલકુલ શંકા નથી કે, કસરત કરવાથી માત્ર શરીર જ નહિ, પરંતુ મન પણ સ્વસ્થ થાય છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રના 7, દક્ષિણ ગુજરાતના 5 અને મધ્ય ગુજરાતના 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ 

આ વાતથી સહમત થઈને કેટલીક કોર્પોરેટ સંસ્થા પોતાના કર્મચારીનો વર્કિંગ પાવર વધારવા માટે ઓફિસમાં જ જીમ કે કસરત કરવા માટેની સુવિધા ઉભી કરે છે. હાલની કોરોનાની સ્થિતિમાં લોકોનું ફોકસ હેલ્થ અને ફિટનેસ તરફ વધુ છે. અને પરિસ્થિતિને જોતા કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમનું કલ્ચર પણ જરૂરી છે. એવામાં પોતાના કર્મચારીઓને ફિટ કેવી રીતે રાખવા? તે માટે કોટક મહેન્દ્રા બેંકે પોતાના કર્મચારીઓ માટે એક મજેદાર ઓફર આપી છે.

kotak_zee2.jpg

આ બેંક ઘરેથી કામ કરતાં કર્મચારીઓને આપે છે ફિટનેસ ભત્થુ
કોટક મહેન્દ્રા બેંકે પોતાના કર્મચારીઓને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા માટે ‘ફિટનેસ અલાઉન્સ’ની જાહેરાત કરી. આ જાહેરાત કરવાનો ઉદ્દેશ જાહેર કરતા બેંકે કહ્યું, આ અલાઉન્સ મેળવવા માટે કર્મચારીઓએ પહેલા પોતાના ફિટનેસ ગોલને બેંક સાથે શેર કરવો પડશે. ત્યાર બાદ જ તેઓ ‘ફિટનેસ અલાઉન્સ’ મેળવવાના હકદાર થશે. કોટક મહેન્દ્રા બેંકે એમ પણ કહ્યું છે કે, તે કર્મચારીઓને ‘રિમોટ વર્કિંગ અલાઉન્સ’ પણ આપશે. આ માટે બેંક કર્મચારીઓની ભૂમિકાને ફુલટાઈમ અથવા આંશિક રીતે પાર્ટ ટાઈમની કેટેગરીમાં વિભાજીત કરશે. બંને કેટેગરીમાં કર્મચારીની ભૂમિકાના ક્લાસિફિકેશનનાં હિસાબથી તેમને ‘રિમોટ વર્કિંગ અલાઉન્સ’ આપવામાં આવશે. 

કોટક મહિન્દ્રા બેંકે કર્મચારીઓ માટે શરૂ કરી સ્કીમ
હેલ્થ ટુ પાવર ઈન્ફિનિટી પ્રોગ્રામ હેઠળ શરૂ કરાયેલા ‘ફિટનેસ અલાઉન્સ’ અને ‘રિમોટ વર્કિંગ અલાઉન્સ’ 1 ડિસેમ્બરથી લાગુ થઈ ચૂક્યા છે. બેંકે પોતાના નિવેદનમાં જણાવ્યુ કે, વર્કફ્રોમ હોમના માહોલને ધ્યાનમાં રાખીને કર્મચારીઓને વધુ પ્રોડક્ટિવ બનાવવા માટે ફિટનેસ અલાઉન્સનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી આ પ્રકારની સુવિધા માત્ર વિદેશોમાં જ જોવા મળતી હતી. કોટક મહિન્દ્રા બેંક આ પ્રકારની સુવિધા શરૂ કરનાર પહેલી સંસ્થા બની. ભવિષ્યમાં જો આ પ્રકારની સુવિધા કોઈ અન્ય કંપની પણ શરૂ કરે, તો નવાઈ નહીં.

દુનિયાની સૌથી મોટી ટેક્નોલોજી કંપની ગૂગલે પણ કોરોના કાળમાં પોતાના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. ગુગલના કર્મચારીઓ હવેથી સપ્તાહમાં ત્રણ દિવસનો વિકલી ઓફ લઈ શકશે. પોતાના કર્મચારીઓને કામનાં પ્રેશરમાંથી રાહત મળે અને ક્વોલિટી વર્ક જળવાઈ રહે તે લીધો નિર્ણય. આ સિવાય ફેસબુકે પણ વર્ષના અંત સુધી કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપી છે.