390 રૂપિયાના EMI પર મળી રહી છે Maruti Suzukiની આ Best 7 seater Car

દેશની સૌથી મોટી કાર નિર્માણ કંપની મારૂતિ સુઝુકી ઇન્ડિયા (Maruti Suzuki)એ તેમની સૌથી મોટી કાર એર્ટિગા (Ertiga)ને 8 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં બજારમાં ઉતારી છે. સાત સીટર આ કારને તમે માત્ર 390 રૂપિયાના દરરોજના EMI પર ખરીદી શકો છો.

Updated By: Dec 11, 2020, 01:46 PM IST
390 રૂપિયાના EMI પર મળી રહી છે Maruti Suzukiની આ Best 7 seater Car

નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર નિર્માણ કંપની મારૂતિ સુઝુકી ઇન્ડિયા (Maruti Suzuki)એ તેમની સૌથી મોટી કાર એર્ટિગા (Ertiga)ને 8 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં બજારમાં ઉતારી છે. સાત સીટર આ કારને તમે માત્ર 390 રૂપિયાના દરરોજના EMI પર ખરીદી શકો છો.

આટલું હશે કારનું ડાઉન પેમેન્ટ
જો દિલ્હીના હિસાબથી વાત કરીએ તો Ertiga LXIની શરૂઆતી કિંમત 7.59 લાખ રૂપિયા છે. જો તમે એક લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરો છો તો સાત વર્ષ માટે તમને માસિક ઇએમઆઇ 11,721 રૂપિયા હશે. દરરોજના હિસાબથી કેલ્ક્યૂલેટ કરીએ તો 390 રૂપિયા થશે. જો કે, ઇએમઆઇ તો તમારે માસિક આધાર પર જ ચૂકવવાના રહેશે.

આ પણ વાંચો:- કોટક મહિન્દ્રા બેંક વર્કફ્રોમ હોમ કરતાં પોતાના કર્મચારીઓ માટે લાવી ખુશખબરી

આ છે કારના સ્પેસિફિકેશન
1.4 લીટર પેટ્રોલ એન્જિન કારમાં 92 એચપી પાવર છે, જ્યારે 1.3 લીટર ડિઝલ એન્જિન કારમાં 90 એચપી પાવર છે. બંને એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ગિયર બોક્સ સાથે આવે છે. પેટ્રોલ એન્જિનમાં 4 સ્પીડ ઓટોમેટિક ગિયર બોક્સનો પણ ઓપ્શન છે. નવી મારૂતિ અર્ટિગાના Z+ વેરિએન્ટમાં મારૂતિના સ્માર્ટપ્લે ઇન્ફોટેનમોન્ટ સિસ્ટમ છે. જે એન્ડ્રોયડ ઓટો, એપલ કારપ્લે અને નેવિગેશન સપોર્ટની સાથે આવે છે.

કારમાં કેમેરાની સાથે રિયર પાર્કિંગ સેન્સર, ઓટોમેટિક ક્લાઇમેન્ટ કંટ્રોલ, Push બટન સ્ટાર્ટ/સ્ટોપ, 15 ઇંચના એલોય વ્હીલ અને હાઇટ એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ આપવામાં આવી છે. જેનાથી લાંબી મુસાફરીમાં ડ્રાઇવરને આરામ મળે છે. સેફ્ટીના હિસાબથી કારમાં ડ્યુઅલ એરબેગ અને એબીએલ તમામ વેરિએન્ટમાં સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો:- પેટ્રોલ વિના દોડશે તમારી કાર, મોદી સરકાર કરવા જઇ રહી છે આ કામ

રજૂ કર્યો છે સબ્સક્રાઇબ પ્રોગ્રામ
અમારી સહયોગી વેબ સાઈટ zeebiz.comના અનુસાર Maruti Suzukiએ તેના ગ્રાહકો માટે મારૂતિ સુઝુકી સબ્સક્રાઇબ (Maruti Suzuki Subscribe) સર્વિસ શરૂ કરી છે. દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકિ ઇન્ડિયા (Maruti Suzuki India)એ તેના વાહન સબ્સ્ક્રિપ્શન કાર્યક્રમ મારૂતિ સુઝુકી સબ્સ્ક્રાઇબ નો વિસ્તાર ચાર અન્ય શહેરોમાં કરવાની જાહેરાત કરી છે.

મારૂતિ સુઝુકી ઇન્ડિયાએ કહ્યું કે આ કાર્યક્રમનો વિસ્તાર મુંબઇ (Mumbai), ચેન્નાઈ, અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં કરવામાં આવી રહ્યો છે. કંપનીની યોજના આગામી ત્રણ વર્ષમાં દેશના 60 શહેરોમાં આ કાર્યક્રમનો વિસ્તાર કરવાનો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube