નવી દિલ્હી : ટાટાની માલિકીવાળી જગુઆર લેન્ડ રોવર (JLR) બ્રિટને પોતાનો કારોબાર સમેટી શકે છે. કારણ કે બ્રેક્ઝીટ (Brexit) કાયદો લાગુ થવાનાં કારણે તેને વધારે 1.59 અબજ ડોલર વાર્ષિક ખર્ચ કરવો પડશે. બ્રેક્ઝિટ કાયદા હેઠળ બ્રિટન યૂરોપીય યૂનિયન (ઇયુ)થી અલગ થઇ જશે. તેનાં કારણે ઇયુમાં વ્યાપાર કરનારા બ્રિટિશ તથા અન્ય કંપનીઓ માટે સંકટ પેદા થઇ શકે છે. જેએલઆરનાં સીઇઓ રાલ્ફ સ્પેઠે કહ્યું કે, આ કાયદો લાગુ થવાનાં કારણે તેમનાં નફા પર નકારાત્મક અસર પડશે. કંપનીએ ગત્ત 5 વર્ષમાં 50 અબજ પાઉન્ડ બ્રિટનમાં રોકાણ કર્યું છે. તેમની યોજના 5 વર્ષમાં 80 અબજ પાઉન્ડ ખર્ચવાની હતી. જો કે હવે આ રકમ લગાવવામાં જોખમ છે. કંપનીને અંદેશો છે કે આ કાયદો લાગુ થતા પહેલા નવેસરથી શુલ્ક લાગુ થશે જે વ્યાપાર પર અસર કરશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશમાં જગુઆર અને લેન્ડર રોવરની માંગ
જેએલઆર બ્રિટનમાં સૌથી મોટી કાર નિર્માતા કંપની છે. બહાર વેચાતી 3માંથી 1 ગાડી જગુઆર અથવા લેન્ડરોવર છે. 2017માં 6,21,000 કારમાંથી 80 ટકા ગાડીઓ વિદેશમાં વેચાઇ હતી. તેમાં 20 ટકા વેચાણ માટ્ર યૂરોપમાં થયું. જો કે બ્રેક્ઝીટનાં કારણે જગુઆર માટે યૂરોપમાં કાર વેચાણ કરવું એક માથાનો દુખાવો બની જશે. કારણ કે આ કાર 40 ટકા પાર્ટ યુરોપથી આયાત કરે છે. કંપનીએ બ્રિટન સરકારને દરખાસ્ત મુકી છે કે કાયદો લાગુ થયા બાદ શુલ્કમાં શું શું પરિવર્તન આવશે તે અંગે માહિતી આપવામાં આવે. સ્પેઠે કહ્યું કે, જો કંપની શુલ્ક મુક્ત વ્યાપારની છૂટ નહી મળે તો ભવિષ્ય અનિશ્ચિત થઇ જશે. 

એયરબસ અને સીમેન્સનું પણ દબાણ
જેએલઆર પહેલા એરબસ અને સીમેન્સનું પણ આ પ્રકારનું જ દબાણ આવ્યું હતું. હવે ત્રણેય કંપનીઓ સાથે મળીને બ્રિટન સરકાર પર બ્રેક્ઝિટના મુદ્દે દબાણ કરી રહી છે. બ્લૂમબર્ગનાં સમાચાર અનુસાર બીએમડબલ્યુંએ પણ કહ્યું હતું કે જો બ્રેક્ઝીટ દ્વારા તેને વ્યાપારમાં સમસ્યા થશે તો તે પોતાનો તમામ કારોબાર સમેટી લેશે. સ્પેઠે કહ્યું કે, જો બ્રિટનનો ઓટો ઉદ્યોગ વૈશ્વિક સ્તર પર પોતાની પ્રતિદ્વંદિતા યથાવત્ત રાખવા માંગે છે તે તેણે ઉદ્યોગો માટે શુલ્ક મુક્ત વ્યાપારનું પ્રાવધાન કરવું પડશે. સ્પેઠના અનુસાર આ નવા કાયદાથી બ્રિટનનાં ઓટોમોટિવ ઉદ્યોગ સાથે જોડાયેલી 3 લાખ નોકરીઓ પર સંકટ પેદા થઇ ગયું છે.