નવી દિલ્હીઃ જેટ (JET) ઈંધણ એટલે કે એવીએશન ટર્બાઈન ફ્યુલના ભાવમાં ગુરૂવારે 2.6 ટકાનો ઘટાડો થયો. આવું કેન્દ્ર સરકાર દ્વારા ઈંધણના ઉત્પાદન કરમાં ઘટાડો કરવાને કારણે થયું છે. જેના કારણે વિમાનનું ઈંધણ પેટ્રોલ અને ડીઝલ કરતાં પણ સસ્તું થઈ ગયું છે. જાહેર ક્ષેત્રની કંપનીઓના અનુસાર દિલ્હીમાં એટીએફના બાવમાં પ્રતિ કિલોલીટર રૂ.1,962નો ઘટાડો કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ, વિમાનના ઈંધણના ભાવમાં 2.6 ટકા ઘટાડો થવાને કારણે તેનો ભાવ રૂ. 72,605 પ્રતિ કિલોલીટર એટલે કે રૂ.72.6 પ્રતિ લીટરનો ભાવ થઈ ગયો છે. તેની સામે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ.82.36 અને ડીઝલનો ભાવ રૂ.74.62 છે. એટલે કે વિમાનની સરખામણીએ બાઈકમાં પેટ્રોલ પુરાવામાં એક લીટર પર લગભગ રૂ.10 વધુ ચૂકવવા પડી રહ્યા છે. 


મુંબઈમાં જેટ ફ્યુલ રૂ. 72.22 લીટર
મુંબઈમાં એટીએફનો ભાવ પ્રતિ કિલોલીટર રૂ.74,177થી ઘટીને રૂ.72,225 કિલોલીટર થઈ ગયો છે. જોકે, ભાવ ઘટવા છતાં એટીએફની કિંમત માર્ચ, 2017 કરતાં સૌથી ઊંચા સ્તરે છે. 


સરકારે કર્યો ઘટાડો 
સરકારે વિમાન ઉદ્યોગને રાહત આપતા જેટ ઈંધણનો ઉત્પાદન કરવેરો 14થી ઘટાડીને 11 ટકા કરવાની જાહેરાત કરાઈ હતી. આ મહિને જેટ ઈંધણની કિંમત જાન્યુઆરી, 2014ની સરખામણીએ સૌથી ઊંચા સ્તરે પહોંચી ગઈ હતી. જુલાઈથી જેટ ઈંધણના ભાવમાં 9.5 ટકાનો વધારો થયો છે.  ગયા વર્ષે જુલાઈમાં તેનો ભાવ 58.6 ટકા વધ્યો છે. 


સરકારે ગયા અઠવાડીટે પેટ્રોલની એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી
દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં રૂ.1.5નો ઘાટડો કરવાની જાહેરાત કરી હતી. તેની સાથે જ પેટ્રોલિયમ કંપનીઓએ પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લીટર રૂ.1નો ઘટાડો કર્યો હતો. 


ફરી મોંઘું થયું ખનીજ તેલ, પેટ્રોલ 10 પૈસા તો ડીઝલ 27 પૈસા વધ્યું, જાણો કેટલો છે ભાવ


એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાને કારણે સરકારી તિજોરી પર રૂ.10,500 કરોડનો બોજો પડ્યો છે. કેન્દ્રની જાહેરાત બાદ દેશમાં ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ત્રિપુરા, આસામ અને ઝારખંડ દ્વારા તેલ પરના વેટમાં રૂ.2.50નો ઘટાડો કરવાની જાહેરાત કરાઈ હતી. આમ, પેટ્રોલ-ડીઝલના ભાવમાં કુલ રૂ.5.00નો ઘટાડો થયો હતો. 


વિમાનનું ઈંધણ ATF એટલે શું? 
વિમાનનું ઈંધણ સામાન્ય ઉપયોગમાં લેવાતા પેટ્રોલ-ડીઝલની સરખામણીએ અતિશુદ્ધ ગુણવત્તા ધરાવતું ઈંધણ હોય છે. દિલ્હીમાં 2015માં જેટ ઈંધણનો ભાવ પ્રતી લીટર રૂ.46.51 હતો.