GOLD: જો તમારી પાસે સોનાના ઘરેણા છે તો આ અપડેટને અવગણશો નહીં, જૂન પછી નહીં વેચી શકો આ ઘરેણાં..
Gold Price in India: સરકારે લગભગ 16,000 જ્વેલર્સને જૂન સુધી `ઘોષિત` સોનાની જૂની હોલમાર્કવાળી જ્વેલરી વેચવાની મંજૂરી આપી છે. આ રીતે તેને વધુ ત્રણ મહિનાનો સમય મળી ગયો છે. જો કે, આ છૂટ માત્ર જુલાઈ 2021 પહેલા બનાવેલી જ્વેલરી પર જ લાગુ થશે.
GOLD: સોનાના ભાવમાં સતત વધારો ઘટાડો જોવા મળે છે. સરકારે સોનાના ઘરેણા અંગે નવો આદેશ જારી કર્યો છે. સોનાના આભૂષણો માટે છ-અંકની 'આલ્ફાન્યુમેરિક HUID' (હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન) સિસ્ટમના અમલના એક દિવસ પહેલા, સરકારે જ્વેલર્સને મોટી રાહત આપી હતી.બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ 1 એપ્રિલથી હોલમાર્કવાળી સોનાની જ્વેલરી માટે છ અંકનો 'આલ્ફાન્યૂમેરિક' HUID ફરજિયાત બનાવ્યો છે.
સોનાના આભુશણ
સરકારે શુક્રવારે લગભગ 16,000 જ્વેલર્સને જૂન સુધી સોનાની જૂની હોલમાર્કવાળી જ્વેલરી વેચવાની મંજૂરી આપી હતી. આ રીતે તેને વધુ ત્રણ મહિનાનો સમય મળી ગયો છે. જો કે, આ છૂટ માત્ર જુલાઈ 2021 પહેલા બનાવેલી જ્વેલરી પર જ લાગુ થશે.
આ પણ વાંચો
વિકાસ તો માત્ર મોંઘવારીનો જ થયો, રોજ વપરાતી વસ્તુઓના આટલા વધ્યા ભાવ
મેષ રાશિમાં 12 વર્ષ બાદ ગુરૂનું ગોચર, ચતુર્ગ્રહી યોગથી ચમકી જશે આ જાતકોનું ભાગ્ય
આજે તમારું ભાગ્ય સાથ આપશે કે નહિ, આજનો દિવસ કેવો જશે તે જાણીને બીજા કામ કરજો
સોનાના દાગીના
સૂચના અનુસાર, મંત્રાલયે ગોલ્ડ જ્વેલરી અને ગોલ્ડ આર્ટિફેક્ટ્સ ઓર્ડર, 2020ના હોલમાર્કિંગમાં સુધારો કર્યો છે. આ અંતર્ગત જે જ્વેલર્સે અગાઉ તેમની જૂની હોલમાર્કવાળી જ્વેલરીનો સ્ટોક જાહેર કર્યો હતો તેમને તેને વેચવા માટે 30 જૂન 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો કે, આ પછી તેઓ તેને વેચી શકશે નહીં.
અતીરીક્ત સમય
મંત્રાલયના અધિક સચિવ નિધિ ખરેએ જણાવ્યું હતું કે દેશમાં 1.56 લાખ રજિસ્ટર્ડ જ્વેલર્સ છે, જેમાંથી 16,243 જ્વેલર્સે આ વર્ષે 1 જુલાઈના રોજ તેમની જૂની હોલમાર્કવાળી જ્વેલરી જાહેર કરી હતી. તેમને ત્રણ મહિનાનો વધારાનો સમય આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ છેલ્લી સમયમર્યાદા છે અને જૂના સ્ટોકને સાફ કરવા માટે વધુ સમય આપવામાં આવશે નહીં.
આ પણ વાંચો
વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એક્શનમાં, 3 PIની બદલી, SITની તપાસનો ધમધમાટ શરૂ
મોરબીમાં ઝૂલતા પુલના રિનોવેશન કામમાં જયસુખ પટેલે ધ્યાન આપ્યું નથી,જામીન અરજી નામંજૂર
ગુજરાતીઓ ફરી સાવધાન રહેજો! બકરું કાઢતા ઉંટ ના પેસે, જાણો આજે શું છે કોરોનાની સ્થિતિ?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube