દિલ્હી: દેશમા આ સમય સૌથી ઉચીં મૂર્તિઓ બનાવાનો ચાલી રહ્યો છે. સૌથી પહેલા ગુજરાતમાં દુનિયાની સોથી ઉંચી મૂર્તિ સ્ટેચ્યું ઓપ યુનિટીનુ નિર્માણ કરવામાં આવ્યું છે.  31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. જ્યારે સરદાર પટેલની આ મૂર્તિ બની રહી હતી તે દરમિયાન જ મહારાષ્ટ્ર સરકરે છત્રપતી શિવાજીની પ્રતિમાં બનાવાની જાહેરાત કરી દીધી હતી. ત્યાર બાદ યોગી સરકારે પણ ભગવાન રામની ઉંચી પ્રતિમાં બનાવાની વાત કરી હતી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે કર્નાટક સરકારે રાજ્યની જીવનદાયીની કાવેરી નદીની પ્રતિના રૂપમાં કાવેરીમાં ની મૂર્તિ બનાવાની જાહેરાત કરી છે. આ મૂર્તિ 125 ફૂંટ ઉંચી હશે, આ સિવાય કર્નાટક સરકારે રાજ્યમાં ટૂરિઝમને પ્રોત્સાહન આપવાના હેતુથી બીજી અન્ય યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી છે. કાવેરી કર્નાટક તથ તમિલનાડુમાં વહેનારી સદાનિરા નદી છે. 


125 ફૂટ ઉચી હશે પ્રતિમા
મંગળવારે કર્નાટકના જળ સંસાધન મંત્રી ડીકે શિવકુમાર તથા પર્યટન મંત્રી સારા મહેશ વચ્ચે થયેલી બેઠક હબાગ કાવેરીમા ની પ્રતિમાં બનાવાનો નિર્ણય મીડિયા સામે રાખવામાં આવ્યો હતો. કર્નાટક સરકાર અનુસાર કાવેરીની આ પ્રતિમાં માડ્યા જિલ્લાના કૃષ્ણા રાજ સાગર જળાશયમાં સ્થાપિત કરવામાં આવશે. પ્રતિમાંની પાસે 360 ફૂટનું એક મ્યુઝિયમ કોમપ્લેક્શ બનાવામાં આવશે. આ કોમ્પેલક્ષમાં કાચના બે ટાવર રાખવામાં આવશે. જેની ઉપર ચકલીની આંખ રાખવામાં આવશે જે કૃષ્ણા રાજ સાગર જળાશયને દર્શાવશે. 


 



 


200 કરોડ રૂપિયાનો થશે ખર્ચ 
પ્રવાસન મંત્રી સારા મહેશે જણાવ્યું કે આયોજના આશરે 400 એકરના ક્ષેત્રમાં વિકસિક કરવામાં આવશે જેમાં આશરે 1200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે, તેમણે વધુમાં જણાવ્યું કે આ પ્રોજેક્ટ બે વર્ષની અંદર પૂર્ણ કરી દેવામાં આવશે. અને આ માટે ખાનગી ક્ષેત્રો પાસેથી આર્થિક મદદની અપીલ પણ કરી છે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટખી રાજ્યના પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. 


કાંચના બે ટાવરો પણ બનશે 
જળ સંસાધન મંત્રી ડો. ડી કે શિવકુમારે જણાવ્યું કે આ પ્રોજેક્ટમાં જળાશય પાસે એક તળાવ બનાવામાં આવશે. અને આ તળાવમાં કાવેરીમાતાની આ પ્રતિમાં તૈયાર કરવામાં આવશે. મ્યુઝિયમ કોમ્પ્લેક્સ અને કાચના ટાવરોની સામે માતા કાવેરીની મૂર્તિ લગાવામાં આવશે. આ મૂર્તિ કૃષ્ણ રાજ સાગર થી પણ ઉંચી હશે.