Sample Flat: દરેક વ્યક્તિ પોતાનું ઘર કે ફ્લેટ ખરીદવાનું સપનું તો જોતા જ હોય છે. ફ્લેટ ખરીદનારા દરેક ગ્રાહક પૈસા લગાવતા પહેલા તે જોવાનું પણ પસંદ કરે છે. અહીં બિલ્ડર ખેલક રે છે અને ગ્રાહકોને સેમ્પલ ફ્લેટ દ્વારા ગુલાબી સપના દેખાડે છે. આખરે શું હોય છે આ સેમ્પલ ફ્લેટ અને ખરીદનારાએ તેને જોતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ તે ખાસ જાણો. જેમ કે સેમ્પલ ફ્લેટના નામથી જ સ્પષ્ટ થાય છે કે તે એક સેમ્પલ ફ્લેટ કોઈ દુકાનમાં રાખેલી ડમી પ્રોડક્ટ જેવું હોય છે. બિલ્ડર પોતાની પ્રોપર્ટીને નિર્માણ પહેલા વેચવા માંગે છે આથી ગ્રાહકોને દેખાડવા માટે કે ફ્લેટ બનીને કેવો શાનદાર હશે તે સેમ્પલ ફ્લેટ દ્વારા દેખાડવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમે પહેલા જ જણાવ્યું કે સેમ્પલ ફ્લેટ એક માર્કેટિંગ ટૂલ છે. આથી આવા ફ્લેટમાં ગ્રાહકોને વધુમાં વધુમાં જગ્યા દેખાડવાની કોશિશ કરાય છે. કેટલાક બિલ્ડર તો સેમ્પલ ફ્લેટમાં દરવાજા સુદ્ધા નથી દેખાડતા જેથી કરીને તમને રૂમ મોટો અને ખાલી જોવા મળે. તેમાં રાખેલી વસ્તુઓ ને એ રીતે ફિટ કરવામાં આવે છે જેથી  કરીને ઓછી જગ્યામાં રૂમ મોટો દેખાય 


ફ્લેટ બની રહ્યા હોય એટલે ગ્રાહક જ્યારે ફ્લેટ ખરીદવા માટે આવે છે ત્યારે તેને સેમ્પલ ફ્લેટ દેખાડીને બિલ્ડર અસલ ફ્લેટ પણ બરાબર તેવો જ હોવાનો દાવો કરતો હોય છે. અહીં ગ્રાહક તેમની જાળમાં ફસાય છે. બિલ્ડર તેમને સેમ્પલ ફ્લેટનો એરિયા દેખાડીને એક્ચ્યુઅલ ફ્લેટની ખુબીઓ દેખાડે છે અને ધાર્યા પૈસા વસૂલ કરે છે. જો તમે પહેલીવાર સેમ્પલ ફ્લેટ જોવા જતા હોવ તો ધ્યાનમાં રાખો કે સામાન્ય રીતે કોઈ ફ્લેટનો જે પણ સુપર એરિયા કે ટોટલ સાઈઝ બતાવવામાં આવી છે, સેમ્પલ ફ્લેટ તેનો 70થી 80 ટકા જ હશે. તેને કાર્પેટ એરિયા તરીકે ડિઝાઈન કરાય છે. તેનો અર્થ એ થયો કે તમને તૈયાર થઈને મળનારો ફ્લેટ આ સેમ્પલ ફ્લેટ કરતા મોટો હશે. 


OMG! ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતા યુવતી મોબાઈલ ગળી ગઈ, પછી જે થયું...


જ્યારે હનુમાનજીની મૂર્તિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા! દર્શન માટે ઉમટી ભીડ


આત્મસન્માનવાળી કોઈ પણ મહિલા દુષ્કર્મની ખોટી કહાની ઘડી શકે નહીં: હાઈકોર્ટ


સેમ્પલ ફ્લેટ આમ તો ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખી બનાવવાનો હોય છે પરંતુ કેટલાક બિલ્ડર તેનો ખોટો ફાયદો ઉઠાવે છે. તેઓ સેમ્પલ ફ્લેટમાં તો સારી ક્વોલિટીની પ્રોડક્ટ્સ વાપરે છે પરંતુ ફાઈનલ પ્રોડક્ટમાં પૈસા બચાવવાના ચક્કરમાં સાવ રદ્દી સામાન વાપરે છે. 


હવે જ્યારે તમે સેમ્પલ ફ્લેટ ખરીદવા માટે જાઓ તો તેની તસવીર ખેંચી લો અને બધો સામાન, એસેસરીઝની ક્વોલિટી ચેક કરી લો. તેની તસવીર પણ રાખી લો. જ્યારે તમને ફ્લેટ તૈયાર થઈને મળે તો તેને સેમ્પલ ફ્લેટ સાથે મેચ ક રો અને કોઈ કમી હોવા પર બિલ્ડર સાથે વાત કરો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube