આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં કમાણીની વિવિધ રીતો પણ જોવા મળી રહી છે. એ જ રીતે બ્રિટેનમાં રહેતા અર્જુન યોગાનનું કહેવું છે કે, તેમના ઘરમાં કોઈ કમાનાર નહોતું. તેમની માતા બીમાર હતી. પિતા કમાવા નહોતા જતા. અને એટલે જ પરિવાર પર 40 લાખનું દેવું થઈ ગયું હતું. ત્યારબાદ YouTube પર તેણે એટલા પૈસા કમાઈ લીધા કે દેવું ચૂકતે કર્યા બાદ તેણે લંડનમાં એક પેન્ટ હાઉસ અને બીએમડબલ્યૂ કાર પણ ખરીદી લીધી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા કેટલાક સમયથી YouTube પર વીડિયો અપલોડ કરવાનું ચલણ ખૂબ જ વધી ગયું છે. આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમને દરેક પ્રકારના વીડિયો મળી જાય છે. આ પ્લેટફોર્મ તમામ લોકો માટે છે એટલે કોઈ પણ ચેનલ બનાવીને વીડિયો અપલોડ કરી શકે છે. તમે પણ YouTubeથી પૈસા કમાઈ શકો છો. અને તેમાં એક મહિને લાખો રૂપિયાની કમાણી થઈ શકે છે.


સોશિયલ મીડિયાનું આજે ખૂબ જ ચલણ છે. એવામાં YouTubeને એક વ્યવસાયના રૂપમાં અપનાવીને લોકો સારી કમાણી કરી રહ્યા છે. હાલમાં જ આવેલા એક રિપોર્ટ અનુસાર એક શખ્સે YouTube માંથી કમાણી કરીને 40 લાખ રૂપિયાનું દેવું ચૂકવ્યૂ. બ્રિટેનમાં રહેતા અર્જુન યોગાનનું કહેવું છે કે, તેમના ઘરમાં કોઈ કમાનાર નહોતું. તેમની માતા બીમાર હતી. પિતા કમાવા નહોતા જતા. અને એટલે જ પરિવાર પર 40 લાખનું દેવું થઈ ગયું હતું.


નોટબંધી પર કેન્દ્ર સરકારનો નિર્ણય યોગ્ય, સુપ્રીમ કોર્ટે મોદી સરકારને આપી રાહત


મોદી કેબિનેટમાં ફેરબદલીની અટકળો વચ્ચે ગુજરાતમાં અજંપાભરી સ્થિતિ!, કદ વધશે કે પછી...


Delhi: કાર સવાર યુવકો યુવતીને 8KM સુધી ઢસડી ગયા, દર્દનાક મોત, 5 આરોપીની ધરપકડ


પીનારાઓને તો બલ્લે બલ્લે! અહીં દારૂ થયો ટેક્સ ફ્રી, જાણો કેમ અચાનક લેવાયો આ નિર્ણય


અર્જુને પરિવાર પરના બોજને ઓછો કરવા માટે પહેલા નોકરી કરી. પરંતુ તેને YouTube વીડિયોઝ બનાવવામાં વધુ રૂચિ આવવા લાગી. તેણે સતત વીડિયોઝ બનાવવાનું શરૂ કર્યું. જ્યારે તેમાંથી આવક થવા લાગી તો તેણે આ કામને ફૂલ ટાઈમ કરવા માંડ્યું. તેણે આ રીતે એટલા પૈસા કમાઈ લીધા કે દેવું ચૂકતે કર્યા બાદ તેણે લંડનમાં એક પેન્ટ હાઉસ અને બીએમડબલ્યૂ કાર પણ ખરીદી લીધી.


અર્જુનની જેમ તમે પણ YouTube વીડિયોઝ બનાવીને કમાણી કરી શકો છો. આ માટે તમારે યૂનિક કન્ટેન્ટ ક્રિએટ કરવાનું છે. તમે તમારા શોખ અને ઈન્ટરનેટના ટ્રેન્ડ અનુસાર વીડિયોઝ બનાવી શકો છો. ચેનલ શરૂ કર્યા બાદ તમારે તેના રિવ્યૂને ધ્યાનમાં રાખીને આગળ વઘવાનું રહેશે. આ સાથે તમારે વીડિયોને મોનેટાઈઝ કરવા માટે બનાવવામાં આવેલા નિયમોને ધ્યાનમાં રાખવા પડશે.


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube