Dubai: પીનારાઓને તો બલ્લે બલ્લે! દારૂ થયો ટેક્સ ફ્રી, જાણો કેમ લેવાયો આ નિર્ણય
Tourism in Dubai: દુબઈ દુનિયાભરના પર્યટકોને આકર્ષે છે. અહીંનું પ્રશાસન પણ પ્રવાસીઓને સતત પ્રભાવિત કરવાની ખુબ કોશિશ કરતું રહે છે. નવા વર્ષના અવસરે દુબઈ પ્રશાસને દારૂ પર ટેક્સ અને લાઈસન્સ ફી ખતમ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત દુબઈની બે સરકારી દારૂ કંપનીઓ (Maritime and Mercantile International) એ કરી છે.
Trending Photos
Tourism in Dubai: દુબઈ દુનિયાભરના પર્યટકોને આકર્ષે છે. અહીંનું પ્રશાસન પણ પ્રવાસીઓને સતત પ્રભાવિત કરવાની ખુબ કોશિશ કરતું રહે છે. નવા વર્ષના અવસરે દુબઈ પ્રશાસને દારૂ પર ટેક્સ અને લાઈસન્સ ફી ખતમ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત દુબઈની બે સરકારી દારૂ કંપનીઓ (Maritime and Mercantile International) એ કરી છે. આ બને કંપનીઓ Emirates Group નો જ ભાગ છે.
અત્રે જણાવવાનું કે આ જાહેરાત સત્તાધારી અલ મખ્તૂમ પરિવારના આદેશ પર થઈ છે. જો કે હવે તેમણે આવકના મોટા સ્ત્રોતથી હાથ ધોવા પડશે. અત્રે જણાવવાનું કે દુબઈમાં દારૂ પર 30 ટકા ટેક્સ લાગતો હતો અને જે લોકો દારૂનું લાઈસન્સ લેતા હતા તેમણે એક ચોક્કસ રકમ ફી તરીકે ચૂકવવી પડતી હતી.
પહેલા પણ લેવાયા અનેક નિર્ણય
દુબઈ પ્રશાસન તરફથી આ અગાઉ પણ પર્યટકોને આકર્ષવા માટે દારૂ સંલગ્ન કેટલાક નિર્ણયો લેવાયા હતા. જેમ કે રમઝાન મહિનામાં પણ દિવસે દારૂ વેચવા માટે મંજૂરી અપાઈ હતી. કોવિડ લોકડાઉન દરમિયાન દારૂની હોમ ડિલિવરી પણ શરૂ કરાઈ હતી.
દારૂના સેવનનો કાયદો
દુબઈ કાયદા હેઠળ દારૂનું સેવન કરવા માટે બિન મુસ્લિમની ઉંમર 21 વર્ષ કે તેનાથી વધુ હોવી જોઈએ. પીનારા લોકોએ દુબઈ પોલીસ દ્વારા જારી કરાયેલા પ્લાસ્ટિક કાર્ડ લેવાના હોય છે. જે તેમને બીયર, દારૂ અને દારૂ ખરીદી, પરિવહન અને ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. પ્લાસ્ટિક કાર્ડ ન હોય તો દંડ અને ધરપકડનો સામનો પણ કરવો પડી શકે છે. એવું કહેવાય છે કે શેખોને બારમાં આવા કોઈ પ્લાસ્ટિક કાર્ડની જરૂર પડતી નથી.
આ વીડિયો પણ ખાસ જુઓ...
દુબઈમાં આ વિસ્તારોમાં દારૂ પર પ્રતિબંધ
દુબઈમાં કેટલાક એવા પણ વિસ્તારો છે જ્યાં દારૂ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે. આ વિસ્તાર એવા છે જેની સરહદ મિડલ ઈસ્ટને મળે છે. યુએઈની રાજધાની અબુધાબીમાં દારૂ લાઈસન્સ લિસ્ટમ 2020માં જ ખતમ કરી દેવાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે