નવી દિલ્લી: હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યા પછી ભારતના શેર બજારોમાં ઉથલ-પાથલ મચી ગઈ છે. અજાણી ગ્રૂપના શેર ધડામ કરીને ડાઉન થયા છે. ગૌતમ અદાણીએ છેલ્લાં 1 વર્ષમાં જેટલી કમાણી કરી હતી, તે તમામ પૈસા છેલ્લા 10 દિવસમાં ગુમાવી દીધા છે. એક સમયે દુનિયાના નંબર -2 અરબતિ હવે ટોપ-20માં પણ નથી. આજે તે 22મા નંબરે પહોંચી ગયા છે. ત્યારે હાલમાં કોણ ટોપ-5 અરબપતિ છે. અને તેમની સાથે કેટલી સંપત્તિ છે. આવો જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બર્નાર્ડ અર્નોલ્ટ:
તે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે. 2 ફેબ્રુઆરી 2023 સુધી તેમની અને તેમના પરિવારની નેટવર્થ 212.6 બિલિયન ડોલર હતી. લુઈ વુઈટન હેનેસી લક્ઝરી પ્રોડક્ટમાંથી એક છે. જેનું ઉત્પાદન તે કરે ચે. તેને LVMS નામથી ઓળખવામાં આવે છે. કંપની ઘડિયાળ, જ્વેલરી, અત્તર, સૌદર્ય પ્રસાધન, ચામડાનો સામાન વગેરેમાં સક્રિય છે. આખી દુનિયામાં તેમની પાસે 5500 સ્ટોર છે. 


આ પણ વાંચો:  દેશમાં પરણિત મહિલાઓના ત્રણ ગણા વધ્યા લફરા, ટોપમાં છે ગુજરાતના આ શહેર
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
આ પણ વાંચો: શું મહિલાઓના સ્વાસ્થ્ય માટે બ્રા પહેરવી છે જરૂરી? જાણો શું કહે છે એક્સપર્ટ


એલન મસ્ક:
તે ટેસ્લા અને સ્પેસ એક્સના પ્રમુખ છે. હાલમાં તે ટ્વિટરના સીઈઓ છે. 2 ફેબ્રુઆરી 2023 સુધી તેમની સંપત્તિ 183.5 બિલિયન ડોલર હતી. આફ્રિકામાં જન્મેલા મસ્ક બાળપણથી જ અભ્યાસમાં હોંશિયાર હતા. તેમણે ટેસ્લા, સ્પેસ એક્સ, ન્યૂરોલિંક, ધ બોરિંગ કંપની સહિત અનેક કંપનીઓ ઉભી કરી છે. થોડાક સમય પહેલાં જ તેમણે ટ્વિટર ખરીદ્યું છે.


જેફ બેઝોસ:
તે દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોનના સંસ્થાપક અને સીઈઓ છે. તે એક મીડિયા મુગલ, રોકાણકાર અને બિઝનેસમેન છે. તે પોતાના વિઝનના કારણે દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે. 2 ફેબ્રુઆરી 2023 સુધી તેમની સંપત્તિ 128.3 અરબ ડોલર હતી.


આ પણ વાંચો: Rusk Making: ટોસ્ટ બનતા જોશો તો તમે પણ ખાવાનું કરી દેશો બંધ, આ છે બનાવવાની પ્રોસેસ
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ, આ રીતે કરો ચેક
આ પણ વાંચો:
 આ પાંચ દિવસે ના બનાવો ઘરમાં રોટલી, રિસાઇ જશે અન્નપૂર્ણાદેવી


લેરી એલિસન:
તેમનું આખું નામ લોરેન્સ જોસેફ એલિસન છે. તે અમેરિકી બિઝનેસમેન અને પરોપકારી છે. તે 1977-2014 સુધી ઓરેકલ કોર્પોરેશનના સહ-સંસ્થાપક અને મુખ્ય ટેકનોલોજી અધિકારી હતા. તેમની નેટવર્થ 114 અરબ ડોલર છે. તે દુનિયામાં ચોથા સૌથી અમીર વ્યક્તિ છે.


વોરેન બફેટ: 
તેમનું નામ દુનિયામાં મુખ્ય ઈન્વેસ્ટર તરીકે જાણીતું છે. શેર બજારના દિગ્ગજ માનવામાં આવતાં બફેટે શેર બજારમાંથી મોટી આવક બનાવી છે. તે બર્કશાયર હેથવેના સીઈઓ અને સૌથી મોટા ઈન્વેસ્ટર છે. 2 ફેબ્રુઆરી 2023 સુધી તેમની સંપત્તિ 108 બિલિયન ડોલર હતી. તે દુનિયાના પાંચમા સૌથી મોટા અમીર વ્યક્તિ છે.


આ પણ વાંચો: Home Remedies: આટલું કરશો તો ઉંભી પૂંછડીયે ભાગી જશે ગરોળી, પાપ પણ નહી લાગે
આ પણ વાંચો: Chanakya Niti: જો વ્યક્તિઓનો મળશે સાથ તો જીવનનો બેડો થઇ જશે પાર
આ પણ વાંચો: Health Tips: આ ફળોની છાલને ઉતારીને ક્યારેય ના ખાઓ, બગડી જશે તમારું સ્વાસ્થ્ય


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube