યુક્રેને રશિયાની ધરતી પર કર્યું એવું પરાક્રમ જેની દુનિયાને આશા નહોતી! જાણો બન્ને દેશોમાં હાલ કેવી છે સ્થિતિ?
Kazan Drone Attack: વ્લાદીમીર પુતિનનું રશિયા જે યુક્રેનની સાથે છેલ્લાં 3 વર્ષથી યુદ્ધ કરી રહ્યું છે. યુક્રેને રશિયાની ધરતી પર એવું પરાક્રમ કરી બતાવ્યું છે જેની દુનિયાને આશા નહોતી.
Trending Photos
Kazan Drone Attack: રશિયા અને યુક્રેન યુદ્ધ અટકવાનું નામ લઈ રહ્યું નથી. તેની વચ્ચે રશિયાના કઝાન શહેરમાં અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેવો હુમલો થયો છે. કઝાન શહેરની 3 હાઈરાઈઝ બિલ્ડીંગ સાથે UAV ટકરાયું હતું. જેના કારણે બિલ્ડિંગને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. રશિયાએ આ હુમલા માટે સીધી રીતે યુક્રેનને જવાબદાર ગણાવ્યું છે. ત્યારે શું યુક્રેને UAVથી હુમલો કર્યો? હાલ કેવી છે બન્ને દેશો વચ્ચેની સ્થિતિ? ચાલો જાણીએ.
આવી જ ઘટના દુનિયા 2001માં અમેરિકામાં જોઈ ચૂકી છે. જ્યારે અમેરિકાની શાન સમાન વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9/11ના રોજ સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો હતો.
બને દેશ વચ્ચે છેલ્લા 3 વર્ષ ચાલી રહ્યુ છે યુદ્ધ
વ્લાદીમીર પુતિનનું રશિયા જે યુક્રેનની સાથે છેલ્લાં 3 વર્ષથી યુદ્ધ કરી રહ્યું છે. યુક્રેને રશિયાની ધરતી પર એવું પરાક્રમ કરી બતાવ્યું છે જેની દુનિયાને આશા નહોતી. રશિયાના કઝાન શહેરની 3 ઉંચી બિલ્ડીંગ પર હુમલો થયો. એકદમ 9/11 હુમલાની જેમ. પરંતુ આ વખતે વિમાનની જગ્યા ડ્રોને લઈ લીધી હતી.
- આ હુમલો કઝાન શહેરના સોવેત્સ્કી, કિરોવ્સ્કી અને પ્રિવોલઝસ્કીમાં કરવામાં આવ્યો
- ડ્રોન હુમલાના કારણે મકાનમાં આગ લાગી ગઈ
- જેના કારણે બિલ્ડીંગને ભારે નુકસાન થયું
- યુક્રેને કઝાન શહેરના વિવિધ વિસ્તારમાં 8 ડ્રોન હુમલા કર્યા
- જેમાં 6 રહેણાંક ઈમારતને નિશાન બનાવી
હુમલા પછી રશિયાના બે એરપોર્ટ બંધ કરાયા
હુમલા બાદ બિલ્ડીંગમાં આગ લાગે છે અને ધુમાડો નીકળવા લાગે છે. સદનસીબે હુમલામાં કોઈપણ જાનહાનિના સમાચાર નથી. પરંતુ આ હુમલા પછી રશિયાના બે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. રશિયાના કઝાન શહેરની આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે. કેમ કે આ વર્ષે બ્રિક્સ સંમેલનનું આયોજન આ શહેરમાં કરવામાં આવ્યું હતું.
રશિયાનું સૌથી શાંત શહેર
કઝાન શહેરમાં હુમલો રશિયાની પ્રતિષ્ઠાને મોટો ફટકો છે. કેમ કે આ શહેર વોલ્ગા નદીના કિનારે આવેલું છે. વોલ્ગા નદી પર સૌથી વધારે વસ્તીવાળું શહેર છે. કઝાનમાં લગભગ 13 લાખ લોકો વસવાટ કરે છે. રશિયાનું સૌથી સુરક્ષિત અને શાંત શહેર માનવામાં આવે છે. કઝાન રશિયાનું પાંચમું સૌથી મોટું શહેર છે. રશિયાના તાતારસ્તાન પ્રાંતની રાજધાની છે કઝાન શહેર.
મોસ્કોથી 800 કિલોમીટર દૂર થયો હુમલો
રશિયાએ દાવો કર્યો છે કે, આ હુમલો યુક્રેને કર્યો છે. પરંતુ યુક્રેનથી કઝાન શહેરનું અંતર લગભગ 1700થી 2000 કિલોમીટર જેટલું છે. તો શું યુક્રેને કોઈની મદદથી આ હુમલાને અંજામ આપ્યો છે. જો હકીકત છે તો પછી રશિયા તેનો જડબાતોડ જવાબ આપશે તે નક્કી છે. મહત્વનું છે કે, રશિયાના રાષ્ટ્રપતિએ યુદ્ધ સમાપ્ત કરવાના સંકેત આપ્યા હતા. પરંતુ આ હુમલાએ તે આશા પર પણ પાણી ફેરવી દીધું છે. ત્યારે એ જોવાનું રહેશે કે આ લડાઈ હવે ક્યાં જઈને અટકશે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે