નવી દિલ્હીઃ Kotak Multicap Fund: લાંબાગાળા માટે રોકાણ કરવાનો ટાર્ગેટ છે તો તમારી પાસે પૈસા લગાવવાની સારી તક છે. દેશની લીડિંગ એસેટ મેનેજમેન્ટ કંપનીઓમાં સામેલ Kotak Mutual Fund 8 સપ્ટેમ્બરે પોતાની નવી સ્કીમ Kotak Multicap Fund ને લોન્ચ કરી રહી છે. આ એક ઓપન ઇન્ડેડ સ્કીમ છે, જેમાં તમારા પૈસા લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ કંપનીઓના શેરોમાં લગાવવામાં આવશે. આ સ્કીમને ફંડ હાઉસે ખાસ નામ ‘Power of All in One’ આપ્યું છે. આ ન્યૂ ફંડ ઓફર (NFO) માં સ્ટેબિલિટી અને ગ્રોથ બંનેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓછામાં ઓછુ કેટલું રોકાણ જરૂરી
Kotak Multicap Fund ફંડમાં એક હપ્તો અને SIP બંનેની સુવિધા હશે. જો એક સાથે તમે ફંડમાં પૈસા લગાવો છો તો મિનિમમ રોકાણ 5000 રૂપિયાનું થશે. ત્યારબાદ 1ના મલ્ટીપલમાં તમે જેટલું કરવું હોય તેટલું રોકાણ કરી શકો છો. જો એસઆઈપી કરવી હોય તો દર મહિને 500 રૂપિયા હશે. SIP માટે ઓછામાં ઓછા 10 હપ્તામાં પૈસા જમા કરાવવા જરૂરી હશે.


કોના માટે સારી છે સ્કીમ
Kotak Multicap Fund તે રોકાણકારો માટે સારી સ્કીમ છે, જેનું લક્ષ્ય લાંબાગાળાનું છે. લાંબાગાળાના લક્ષ્ય જેવા બાળકોના હાયર એજ્યુકેશન, નિવૃતિ કે ઘર ખરીદવા માટે ફંડ ભેગું કરવું છે તો આ સ્કીમ સારી સાબિત થઈ શકે છે. આ સ્કીમ અલગ-અલગ માર્કેટ કેપવાળી ઇક્વિટી અને ઇક્વિટીર રિલેટેડ ઇન્સ્ટ્રૂમેન્ટમાં પૈસા લગાવશે. Nifty 500 Multicap 50:25:25 Total Returns Index આ સ્કીમ માટે બેન્ચમાર્ક છે. 


આ પણ વાંચોઃ હવે GST રિટર્ન માટે CA ઓડિટની જરૂર નહી, ટેક્સપેયર્સ કરી શકશે સેલ્ફ-સર્ટિફાઇ


ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયોનો ફાયદો
આ સ્કીમનો સૌથી મોટો ફાયદો તે છે કે તમારો પોર્ટફોલિયો લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપથી ડાઇવર્સિફાઇડ થઈ જશે. તેમાં 25 ટકા અલોકેશન લાર્જકેપમાં, 25 ટકા મિડકેપમાં અને 25 ટકા સ્મોલકેપમાં હશે. તો 25 ટકા ડાયનમિક એલોકેશનમાં જશે. તેનાથી લાર્જકેપની સ્ટેબિલિટી અને મિડકેપના ગ્રોથ સિવાય સ્મોલકેપના ગ્રોથનો પણ ફાયદો મળશે. 


શું છે NFO
જ્યારે પણ કોઈ એસેટ મેનેજમેન્ટ કંપની કોઈ નવું ફંડ લોન્ચ કરે છે તો તે માત્ર થોડા દિવસ માટે ખુલ્લુ રહે છે. ફંડ પોર્ટફોલિયો માટે શેર ખરીદવાનો તેનો ઇરાદો હોય છે અને તેથી તેના દ્વારા પૈસા ભેગા કરવામાં આવે છે. એક પ્રકારે એક નવા ફંડની શરૂઆત કરી પૈસા ભેગા કરવામાં આવે છે. આ પ્રક્રિયાને ન્યૂ ફંડ ઓફર કહેવામાં આવે છે. આ આઈપીઓ જેમ હોય છે, પરંતુ આઈપીઓ હોતો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube