નવી દિલ્હીઃ સોલર એનર્જી કંપની કેપીઆઈ ગ્રીન એનર્જીના શેરમાં 8 ઓગસ્ટે 5 ટકાની તેજી આવી અને 1013.35 રૂપિયા પર અસર સર્કિટ લાગી હતી. કંપનીએ દિવસમાં એપ્રિલ-જૂન 2024 ક્વાર્ટર માટે નાણાકીય પરિણામ જાહેર કર્યાં હતા. ત્વાર્ટર દરમિયાન કેપીઆઈ ગ્રીન એનર્જીનો કંસોલિડેટેડ શુદ્ધ નફો વાર્ષિક આધાર પર આશરે ડબલ થઈ 66.11 કરોડ રહ્યો છે. પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં શુદ્ધ નફો 33.26 કરોડ રૂપિયા રહ્યો હતો. કંપનીએ શેર બજારને જણાવ્યું કે ક્વાર્ટર દરમિયાન તેની કુલ આવક વધી 349.85 કરોડ રૂપિયા રહી, જે પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 190.56 કરોડ રૂપિયા હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીએસઈ પર સવારે કંપનીનો શેર વધારા સાથે 969 રૂપિયા પર ખુલ્યો હતો. દિવસમાં તે પાછલા બંધ ભાવથી વધ્યો અને 1013.35 રૂપિયાની હાઈ પર અપર સર્કિટ લાગી હતી. કંપનીનું માર્કેટ કેપ 12200 કરોડ રૂપિયા છે. કંપનીમાં 18 જુલાઈ 2024 સુધી પ્રમોટર્સ પાસે 53.09 ટકા ભાગીદારી હતી. છેલ્લા એક વર્ષમાં આ શેરમાં આશરે 280 ટકાની તેજી આવી છે. 


4 વર્ષમાં 12109 ટકા રિટર્ન
છેલ્લાં 4 સ્ટોકે 12109 ટકાનું રિટર્ન આપ્યું છે. બીએસઈ પર 7 ઓગસ્ટ 2020ના કેપીઆઈ ગ્રીન એનર્જી શેરની કિંમત 8.3 રૂપિયા હતી. જો કોઈએ આ ભાવ પર 4 વર્ષ પહેલા શેરમાં 50000 રૂપિયાનું રોકાણ કર્યું હોત અને આજદિન સુધી શેર રાખ્યા હોત તો આજની તારીખમાં તેની વેલ્યૂ 61 લાખ રૂપિયા હોત. તો 1 લાખ રૂપિયાના રોકાણની વેલ્યૂ 1.22 કરોડ રૂપિયા થઈ ગઈ હોત.


આ પણ વાંચોઃ PMAY: ઘર બનાવનારાઓ માટે તિજોરી ખોલશે મોદી સરકાર, હવે પહેલાથી વધુ મળશે વ્યાજ સબસિડી!


કંપનીએ જાહેર કર્યું વચગાળાનું ડિવિડેન્ડ
કેપીઆઈ ગ્રીન એનર્જીના બોર્ડે નાણાકીય વર્ષ 2024-2025 માટે 5 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા દરેક શેર પર 0.20 રૂપિયા પ્રતિ શેરના વચગાળાના ડિવિડેન્ડની જાહેરાત કરી છે. તે માટે રેકોર્ડ ડેટ 21 ઓગસ્ટ 2024 છે. આ તારીખ સુધી જે શેરધારકોના નામ શેરના લાભાર્થી માલિક તરીકે રજીસ્ટર્સમાં હશે તેને ડિવિડેન્ડ મળશે. 


(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)