PMAY: ઘર બનાવનારાઓ માટે તિજોરી ખોલશે મોદી સરકાર, હવે પહેલાથી વધુ મળશે વ્યાજ સબસિડી!

Interest Subsidy For Middle Class: પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રથમ તબક્કા હેઠળ ઘર બનાવનારને હોમ લોનના વ્યાજદર પર સરકાર તરફથી સબસિડી આપવામાં આવી હતી. હવે સરકાર આ યોજનાને ફરી શરૂ કરવા જઈ રહી છે. આ વખતે સબસિડી પહેલા કરતા વધી શકે છે. 

PMAY: ઘર બનાવનારાઓ માટે તિજોરી ખોલશે મોદી સરકાર, હવે પહેલાથી વધુ મળશે વ્યાજ સબસિડી!

PMAY Scheme: જો તમે પણ ઘર બનાવવા કે લેવાનો પ્લાન કરી રહ્યાં છો તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. કેન્દ્રની મોદી સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી (PMAY)નો દાયરો વધારવા જઈ રહી છે. યોજનાના બીજા તબક્કાને લઈને સરકાર તરફથી બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી. હવે શહેરોમાં મિડલ ઈનકમ ક્લાસ  (MIG)માટે ઈનકમ સ્લેબ અને આર્થિક નબળા 
(EWS) માટે કેન્દ્ર સરકાર તરફથી અપાતી સહાયતા વધારવામાં આવશે. 

નવી ગાઇડલાઇનની કેબિનેટ નોટ તૈયાર
દૈનિક ભાસ્કરમાં પ્રકાશિત સમાચાર અનુસાર તે માટે નવી ગાઇડલાઇનની કેબિનેટ નોટ તૈયાર છે. આ નોટને ઓગસ્ટ મહિનામાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રાખવાની તૈયારી છે. અત્યાર સુધી EWS કેટેગરીમાં આવનાર પરિવારોને ઘર બનાવવા માટે સરકાર તરફથી દોઢ લાખની આર્થિક મદદ કરવામાં આવી હતી. આ મામલા સાથે જોડાયેલા અધિકારી તરફથી જણાવવામાં આવ્યું કે કેબિનેટ ત-રફથી મંજૂરી મળ્યા બાદ પીએમવાઈ 2.0 (PMAY 2) ને નવી ગાઇડલાઇન સાથે ઓગસ્ટ મહિનામાં લાગૂ કરી શકાય છે. 

વ્યાજ સબસિડીની રકમ વધારવામાં આવશે!
પીએમવાઈનો મુખ્ય ઉદ્દેશ્ય મિડલ ઇનકમ ગ્રુપ એટલે કે એમઆઈજી માટે વ્યાજ સબસિડી રાશિ વધારવાનો છે. તેનો ઉરાદો એવા લોકોને ઘર ઉપલબ્ધ કરાવવાનો છે, જેને યોજનાના પ્રથમ તબક્કામાં સામેલ કરી શકાયા નહીં. તમને જણાવી દઈએ કે આવાસ યોજના હેઠળ દર વર્ષે 6થી 12 લાખ રૂપિયાની આવકવાળા પરિવારોને એમઆઈજી-1 અને 12થી 18 લાખ રૂપિયાની આવકવાળા પરિવારજનોને એમઆઈજી-2 કેટેગરીમાં રાખવામાં આવે છે. 

શું છે તૈયારી
પીએમવાઈ 2.0 યોજના હેઠળ શહેરી ગરીબ અને મિડલ ક્લાસ માટે 10 લાખ કરોડ રૂપિયાથી એક કરોડ ઘર બનાવવાનો ટાર્ગેટ છે. તેમાં કેન્દ્રીય મદદથી 2.20 લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે. આ સિવાય ગ્રામીણ વિસ્તારમાં 2 કરોડ એડિશનલ ઘર ઉપલબ્ધ કરાવવાનો પ્લાન છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2022 સુધી 25 લાખ લોકો સીએલએસએસનો ફાયદો લઈ ચૂક્યા છે. 

મિડલ ક્લાસને શું છે ફાયદો
પીએમવાઈના પ્રથમ તબક્કા દરમિયાન વર્ષ 2022 સુધી એમઆઈજીને ક્રેડિટ લિંક્ડ સબસિડીનો ફાયદો આપવામાં આવતો હતો. યોજના હેઠળ, MIG-1 માટે 160 ચોરસ મીટર કાર્પેટ એરિયાવાળા મકાન માટે રૂ. 9 લાખ સુધીની લોન પર 4% અને 3% વ્યાજ સબસિડી આપવામાં આવશે અને 200 ચોરસ કાર્પેટ વિસ્તારવાળા મકાન માટે રૂ. 12 લાખ આપવામાં આવશે. મીટર અનુક્રમે MIG-2 ખરીદદારો માટે જવાની જોગવાઈ હતી. કેટલાક શહેરોમાં ઘર બનાવવા માટે વધુ ખર્ચ થાય છે. તેથી, હોમ લોનની મહત્તમ મર્યાદા કે જેના પર વ્યાજ સબસિડીનો લાભ આપવામાં આવે છે તેને વધારીને 12 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ કરવામાં આવે તેવી અપેક્ષા છે.

PMAY શું છે?
પીએમએવાઈનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના છે. આ ભારત સરકારની એક મહત્વકાંક્ષી યોજના છે. જેનો ઈરાદો 2022 સુધી બધા ભારતીયોને ઘર ઉપલબ્ધ કરાવવાનો હતો. આ યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે. યોજના હેઠળ સરકાર શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારમાં આવાસ નિર્માણ માટે આર્થિક સહાયતા આપે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news