મુંબઈ: આપત્તિ દરમિયાન સમયસર સહાય પૂરી પાડવા અને સમાજ પર હકારાત્મક પ્રભાવ પાડવા માટે જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયાએ આપત્તિ વ્યવસ્થાપન અને રાહતમાં નિષ્ણાત એનજીઓ રેપિડ રિસ્પોન્સ સાથે હાથ મેળવ્યા છે. જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયાએ આ ચોમાસામાં ભારતભરમાં નૈસર્ગિક કટોકટીમાં ફસાયેલા સમુદાયો માટે ઈમરજન્સી રિસ્પોન્ડર તરીકે ઉપયોગ કરવા, બચાવકાર્ય અને તબીબી સહાય પૂરાં પાડવા અને ખાદ્ય તથા રાહતસામગ્રીઓનું વિતરણ કરવા માટે ઉપયોગ કરવા રેપિડ રિસ્પોન્સને ખાસ તૈયાર કરવામાં આવેલી લેન્ડ રોવર ડિસ્કવરી સ્પોર્ટ આપી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung Galaxy A90 નું 5G વેરિએન્ટ હશે ખાસ, જાણો અન્ય ફીચર્સ


જેગુઆર લેન્ડ રોવર ઈન્ડિયા લિ. (જેએલઆરઆઈએલ)ના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર રોહિત સુરીએ જણાવ્યું હતું કે લેન્ડ રોવરનાં વાહનો, જેમ કે, ડિસ્કવરી સ્પોર્ટ પૂર અને અન્ય આવી નૈસર્ગિક આપત્તિથી પેદા થતા મુશ્કેલ રસ્તાઓ અને સ્થિતિઓને હાથ ધરવા માટે તેની ક્ષમતા માટે જાણીતાં છે. ભારતમાં જેગુઆર લેન્ડ રોવરે 10 વર્ષ પૂરાં કર્યાં તે અવસરે અમે રેપિડ રિસ્પોન્સની ટીમને ભારતમાં આવી નૈસર્ગિક આપત્તિઓના પીડિતોને મદદરૂપ થવાના તેમના પ્રયાસોમાં સહાય કરવા માટે લેન્ડ રોવર આપવામાં ગૌરવની લાગણી અનુભવીએ છીએ.


રેપિડ રિસ્પોન્સના સીઈઓ મહંમદ ફારુખે જણાવ્યું હતું કે ભારત દુનિયામાં સૌથી આપત્તિગ્રસ્ત દેશમાંથી એક છે. રેપિડ રિસ્પોન્સમાં અમે નૈસર્ગિક આપત્તિના પીડિતોને તાત્કાલિક, અસરકારક અને સક્ષમ રીતે ટેકો આપવાનું લક્ષ્ય રાખ્યું છે. લેન્ડ રોવરની ક્ષમતા અને ટેકનોલોજીથી સમૃદ્ધ અમને વિશ્વાસ છે કે તે આપત્તિથી ત્રાટકેલી સ્થિતિઓમાં વધુ સમયસર અને અસરકારક સહાય પૂરી પાડશે.

અનોખા કેમેરાવાળો Asus 6Z, જાણો તેની કિંમત અને ફીચર્સ


ડિસ્કવરી સ્પોર્ટસના ગુણધર્મોમાં ટેરેન રિસ્પોન્સ, એપ્રોચ એન્ગલ, ડિપાર્ચર એન્ગલ, 600 મીમી મહત્તમ વેડિંગ ડેપ્થને લીધે ટીમ અત્યંત ખરાબ માર્ગો પણ પાર કરી શકશે. ડિસ્કવરી સ્પોર્ટ અપવાદાત્મક રીતે વર્સેટાઈલ અને અંતર્ગત સક્ષમ વાહન છે અને રેપિડ રિસ્પોન્સને આપેલા વાહનોએ લગેજ કેરિયર, લગેજ પાર્ટિશન, ટો રોપ વગેરે જેવા વધારાના ફીચર્સ પૂરા પાડ્યા છે, જે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સહાયની ખાતરી રાખે છે.