Gold Rate: સતત તેજી બાદ ગણતરીના કલાકોમાં સોનાના ભાવ થયા ધડામ, ચાંદી પણ જબરદસ્ત તૂટી, જાણો લેટેસ્ટ રેટ
Latest Gold Rate: આજે સોના અને ચાંદી બંનેમાં જોરદાર કડાકો જોવા મળ્યો છે. વાયદા બજાર અને રિટેલ ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
સોના અને ચાંદીના ભાવોમાં આ અઠવાડિયાની શરૂઆતમાં ભારે ઉછાળો જોવા મળ્યો પરંતુ આજે ફરીથી એકવાર કડાકાનો માહોલ જોવા મળ્યો છે. ગોલ્ડ અને સિલ્વર બંને આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ તૂટ્યા છે. વાયદા બજારમાં આજે સોના અને ચાંદીમાં વેચાવલીનો માહોલ જોવા મળ્યો. વિદેશી બજારોમાં સોનું 5 અઠવાડિયાની ઊંચાઈથી ગગડ્યું. ગ્લોબલ માર્કેટમાં સોનું $2700 ની નજીક છે. ગુરુવારે સોનાના ભાવમાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ડોલરની મજબૂતાઈથી સોના અને ચાંદીના ભાવો પર દબાણ પડતું જોવા મળ્યું. આગામી અઠવાડિયે ફેડની પોલીસી પહેલા બજારમાં આ માહોલ જોવા મળી રહ્યો છે. જાણો વાયદા બજાર અને શરાફા બજારમાં શું છે ભાવ.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 767 રૂપિયા તૂટીને 77,380 રૂપિયાની સપાટીએ ખુલ્યું જે કાલે 78,147 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદીની વાત કરીએ તો ચાંદી આજે 3,100 રૂપિયા ગગડીને 90, 200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલી જે કાલે 93,200 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
વાયદા બજારમાં ભાવ
MCX પર સોનું 8 રૂપિયાના મામૂલી ઘટાડા સાથે 77,961 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું હતું જે કાલે 77,969 પર બંધ થયું હતું. જ્યારે ચાંદી 343 રૂપિયા તૂટીને 92,290 રૂપિયા પ્રતિ કિલો પર આજે સવારે જોવા મળી હતી. જે કાલે 92,633 પર ક્લોઝ થઈ હતી.
ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)