Latest Gold Rate: બરાબર નચાવી રહ્યું છે સોનું! સોનાની ખરીદી કરવી કે નહીં? ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ
Gold Rate: એક બાજુ એવી સંભાવના વધી રહી છે કે આગામી મહિને સપ્ટેમ્બરમાં ફેડરલ રિઝર્વ વ્યાજ દર ઘટાડી શકે છે. બીજી બાજુ ઈરાન- ઈઝરાયેલ સંકટના કારણે સતત જિયો પોલિટિકલ ટેન્શન જોવા મળે છે. બંને સ્થિતિમાં સોના અને ચાંદીની માંગણી વધી જાય છે. જાણો લેટેસ્ટ રેટ.
સોના અને ચાંદીના ભાવમાં ફરીથી તેજી જોવા મળી રહી છે. એક બાજુ એવી સંભાવના વધી રહી છે કે આગામી મહિને સપ્ટેમ્બરમાં ફેડરલ રિઝર્વ વ્યાજ દર ઘટાડી શકે છે. બીજી બાજુ ઈરાન- ઈઝરાયેલ સંકટના કારણે સતત જિયો પોલિટિકલ ટેન્શન જોવા મળે છે. બંને સ્થિતિમાં સોના અને ચાંદીની માંગણી વધી જાય છે. અઠવાડિયાના છેલ્લા કારોબારી સત્ર એટલે કે શુક્રવારે શરાફા બજારમાં તેના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો.
સોના ચાંદીનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું શુક્રવારે 367 રૂપિયા ચડીને 69,663 પર ક્લોઝ થયું હતું. તે પહેલા 91 રૂપિયા ચડીને 69,296 રૂપિયા ઓપન થતું જોવા મળ્યું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 336 રૂપિયા ઉછળીને 63,811 રૂપિયા પર બંધ થયું હતું. જે ઓપનિંગમાં 83 રૂપિયા ચડીને 63,475 રૂપિયા પર જોવા મળ્યું. ચાંદીમાં પ્રતિ કિલો 343 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો અને કાલે તે 80263 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. ઓપનિંગમાં ચાંદીમાં પ્રતિ કિલો 1040 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો અને ભાવ 79,920 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો હતો.
[[{"fid":"578488","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]][[{"fid":"578490","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]][[{"fid":"578489","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
MCX પર આ અઠવાડિયે શું રહ્યો ભાવ?
વાયદા બજારમાં ઓક્ટોબર ડિલિવરીવાળું સોનું આ અઠવાડિયે 69850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ક્લોઝ થયું. ગત અઠવાડિયે તે 69789 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ક્લોઝ થયું હતું. આવામાં નેટ આધાર પર આ અઠવાડિયે 61 રૂપિયાની મજબૂતી જોવા મળી. ચાંદીની વાત કરીએ તો ચાંદી 80510 રૂપિયા પ્રતિ કિલો પર ક્લોઝ થઈ. ગત અઠવાડિયે 82493 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી. નેટ આધારે આ અઠવાડિયે 1983 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.