CNG Price Hike અમદાવાદ : રોજબરોજની વસ્તુઓના સતત વધી રહેલા ભાવ હવે લોકોની કમર તોડી રહ્યાં છે. અદાણીએ CNG ગેસના ભાવમાં વધારો ઝીંક્યો છે. એક માસમાં ચાર વારના વધારાથી સીએનજી 75 પૈસા મોંઘો થયો છે. CNG માં બે માસમાં છઠ્ઠી વખત ભાવ વધારો ઝીંક્યો છે. આ ભાવ વધારાને કારણે CNG 75.99 રૂપિયા પર પહોંચી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષના મધ્યમમાં પણ પ્રજા પર મોંઘવારીનો સતત માર પડી રહ્યો છે. અદાણીએ બે મહિના બાદ CNG ગેસના ભાવમાં વધારો કર્યો છે. 


અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે એકસાથે કરી આ આગાહી, આગામી 72 કલાક સાચવજો


કેનેડાની કંપનીઓની ઓફર આવે તો લોટરી લાગી સમજો, સરળતાથી મળી જાય છે PR અને Visa


રીક્ષાચાલકોની કમર તૂટશે
અદાણી CNG ના આ ભાવ વધારાથી સૌથી વધુ રીક્ષાચાલકોની કમર તૂટી જશે. અદાણી ગેસે CNG ના ભાવમાં પહેલા ઘટાડો કર્યો હતો, પરંતુ તેના બાદ ઉત્તરોઉત્તર ભાવમાં વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. છેલ્લે એપ્રિલ મહિનામાં CNG ના ભાવમાં 6.05 રૂપિયાનો ઘટાડો કર્યો હતો, તેના બાદથી સતત વધારો જ થઈ રહ્યો છે. CNG ના ભાવ નીચે આવ્યા જ નથી. જુન મહિનાથી શરૂ કરાયેલો ભાવ વધારો હજુ યથાવત છે. એક જ મહિનામાં ચાર વાર ભાવ વધારો ઝીંકીને અદાણીએ CNG ને સીધો 75.99 રૂપિયા પર પહોંચાડી દીધું છે. 


ગુજરાત સરકારના દાવા પોકળ, રોજ આટલા લાખ ગુજરાતીઓ નોકરી માટે ભટકે છે


લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો માર પડવાનું શરૂ થઇ ગયું હતું. પેટ્રોલ તેમજ ડીઝલ પર હવે મોંઘવારીનો માર પડવાનું શરૂ થઈ ગયું છે. તે પહેલા જ સીએનજીના ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ત્યારથી ચૂંટણીના પરિણામ બાદ તેની અસર ભાવ પર પડવા લાગી છે. આવામાં એટલુ તો સ્પષ્ટ છે કે, આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી જોવા મળી શકે છે. ગુજરાતમાં આજથી અદાણીએ સીએનજીમાં નવો ભાવવધારો લાગુ કર્યો છે. 


Reels બનાવવામાં તથ્ય પટેલને વટી જાય એવો છે આ અમદાવાદી, અજય દેવગણ જેવા કર્યા સ્ટંટ