અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે એકસાથે કરી આ આગાહી, આગામી 72 કલાક સાચવજો
Gujarat Weather Forecast : આજથી 3 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલે આપી આગાહી,,, દક્ષિણ ગુજરાતમાં અતિભારે તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે. તેમજ હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે.
આજથી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી 4 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદની આગાહી છે. આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી છે.
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, આગામી 72 કલાકમાં ગુજરાત કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ તૂટી પડી શકે છે. 2 થી 4 ઓગસ્ટ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. પૂર્વીય બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન વિરાટ બનતા તેનો માર્ગ ઉત્તર પશ્ચિમ ભારત તરફ રહેવાની શક્યતા છે. અરબ સાગરના ભેજ અને પશ્ચિમ ભારતમાં ફુંકાતા ભારે ભેજવાળા પવનના લીધે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરના દીપ ડિપ્રેશનના લીધે મધ્ય ભારત, રાજસ્થાન, ઉત્તર ગુજરાત, કચ્છના કેટલાક ભાગો, પંચમહાલના કેટલાક ભાગો અને, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે ઉત્તરગુજરાતમાં સાયક્લોન સર્ક્યુલેશનની સિસ્ટમ એક્ટિવ થવાની આગાહી કરી છે.જેથી આગામી 5 દિવસ સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદ પડી શકે છે. પરંતુ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદમાં પણ વધુ સ્પેલમાં વરસાદ પડી શકે છે. હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે પણ ભારે વરસાદની કોઈ શક્યતા નથી.
રાજ્યમાં સારા વરસાદથી જળાશયોમાં થઈ નવા નીરની આવક..207 જળાશયોમાં 70.87 ટકા પાણીનો જથ્થો..સરદાર સરોવર નર્મદા ડેમમાં 73.49 ટકા જળસંગ્રહ
Trending Photos