ક્રુડ ઓઈલના ભાવ એકવાર ફરીથી 87 ડોલર પ્રતિ બેરલ પાર જતા રહ્યા છે. આમ છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલ ખરીદનારાઓ માટે ગુરુવાર રાહત લઈને આવ્યો છે. ક્રુડ ઓઈલના ભાવમાં ઉછાળા છતાં આજે ઓઈલ માર્કેટિંગ પેટ્રોલિયમ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્લૂમબર્ગ એનર્જીના જણાવ્યાં મુજબ બ્રેન્ટ ક્રુડનો સપ્ટેમ્બર વાયદો 87.01 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે. જ્યારે ડબલ્યુટીઆઈનો ઓગસ્ટ વાયદો 83.53 ડોલર પ્રતિ બેરલ પર છે. આમ છતાં ભારતમાં આજે પણ સૌથી સસ્તું પેટ્રોલ પોર્ટ બ્લેયરમાં 82.42 રૂપિયે લીટર વેચાઈ રહ્યું છે. અહીં ડીઝલ પણ ભારતના અન્ય શહેરોની સરખામણીમાં માત્ર 78.01 રૂપિયે લીટરના ભાવે વેચાય છે. જ્યારે દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા છે. મુંબઈમાં પેટ્રોલ 104.21 રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર 92.15 રૂપિયા છે. 


ભારતના અન્ય મુખ્ય શહેરોમાં પેટ્રોલ ડીઝલનો ભાવ



શહેર પેટ્રોલનો ભાવ ડીઝલનો ભાવ
     
ઈન્દોર 106.5 91.89
ભોપાલ 106.47 91.84
શ્રીગંગાનગર 106.26 91.6
પટણા 105.18 92.04
જયપુર 104.88 90.36
નાગપુર 103.96 90.52
બેંગ્લુરુ 102.86 88.94
રાંચી 97.81 92.56
વારાણસી 95.5 88.66
લખનઉ 94.65 87.76
મેરઠ 94.63 87.49
અમદાવાદ 94.44 90.11
આગ્રા 94.37 87.41
     

સ્ત્રોત- IOC


પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ
પાડોશી દેશ પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનના લોકો પર મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે. અહીં એક જુલાઈના રોજ પેટ્રોલના ભાવમાં 7.45 રૂપિયાનો વધારો થયો અને હવે ત્યાં પાકિસ્તાની કરન્સી મુજબ એક લીટર પેટ્રોલનો ભાવ 265.61 રૂપિયા પ્રતિ લીટર થયો છે. અહીં હાઈ સ્પીડ ડીઝલ પણ 9.56 રૂપિયા મોંઘુ થઈને 277.45 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચ્યું છે.