ચાઈનીઝ બ્રાન્ડ્સને ટક્કર આપવાની તૈયારીમાં આ કંપની, લોન્ચ કરશે સસ્તા સ્માર્ટફોન્સ
સાઉથ કોરિયન ઈલેક્ટ્રોનિક્સ કંપની LG ભારતીય બજારોમાં ફરીથી એન્ટ્રી કરવાની યોજના ઘડી રહી છે. કંપની 15,000 રૂપિયાથી ઓછી કિંમતના સેગમેન્ટમાં વાપસી કરવાની છે. ભારતમાં હાલના દિવસોમાં ચીન પ્રત્યે લોકોમાં ખુબ નારાજગી છે. જેને લઈને ચીની પ્રોડક્ટ્સનો ખુબ બહિષ્કાર થઈ રહ્યો છે. LG તકને ઝડપવાની કોશિશમાં છે. છેલ્લા કેટલાક સમયથી ચીન અને ભારત વચ્ચે સરહદ વિવાદને લઈને જબરદસ્ત તણાવ છે. ત્યારબાદ ભારતે ચીનની 59 એપ પર પ્રતિબંધ મૂકી દીધો અને લોકોમાં પણ ચીન પ્રત્યે ખુબ ગુસ્સો છે. જેની અસર ચીની ઉત્પાદનો પર પડી રહી છે.
નવી દિલ્હી: સાઉથ કોરિયન ઈલેક્ટ્રોનિક્સ કંપની LG ભારતીય બજારોમાં ફરીથી એન્ટ્રી કરવાની યોજના ઘડી રહી છે. કંપની 15,000 રૂપિયાથી ઓછી કિંમતના સેગમેન્ટમાં વાપસી કરવાની છે. ભારતમાં હાલના દિવસોમાં ચીન પ્રત્યે લોકોમાં ખુબ નારાજગી છે. જેને લઈને ચીની પ્રોડક્ટ્સનો ખુબ બહિષ્કાર થઈ રહ્યો છે. LG તકને ઝડપવાની કોશિશમાં છે. છેલ્લા કેટલાક સમયથી ચીન અને ભારત વચ્ચે સરહદ વિવાદને લઈને જબરદસ્ત તણાવ છે. ત્યારબાદ ભારતે ચીનની 59 એપ પર પ્રતિબંધ મૂકી દીધો અને લોકોમાં પણ ચીન પ્રત્યે ખુબ ગુસ્સો છે. જેની અસર ચીની ઉત્પાદનો પર પડી રહી છે.
LG 15 ગણું પ્રોડક્શન વધારી રહ્યું છે
એલજી ભારતીય બજારમાં પોતાનું કદ વધારવા માટે પોતાના પ્રોડક્શનની ઝડપ વધારી રહી છે. કંપની ભારતમાં 15 ગણુ પ્રોડક્શન વધારવાની તૈયારી કરે છે. કંપની ભારતમાં દિવાળી તહેવારનો પણ ભરપૂર ફાયદો ઉઠાવશે.
10 ગણુ વધ્યું LGના ફોન્સનું સેલ
ભારતમાં એન્ટી ચાઈના મૂડના કારણે અનેક કંપનીઓના વેચાણમાં વધારો થયો છે. LG Electronics ના બિઝનેસ હેડ અદ્વેત વૈદ્યે જણાવ્યું કે ચીનની સાથે થયેલા તણાવ બાદથી LGના ફોનની ડિમાન્ડ વધી છે. હવે સેલ પહેલા કરતા 10 ઘણું વધારે થયું છે.
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube