નવી દિલ્લીઃ LIC IPO ખરીદવા માંગતા લોકો માટે Good News! આજે આઈપીઓ ખુલતાની સાથે જ લોકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ. રોકાણકારો તરફથી LIC ના IPO ને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. શરૂઆતના થોડા કલાકોમાં 12 ટકા લોકોએ વીમા કંપનીના ઈશ્યુ માટે સબસ્ક્રાઈબ કરી દીધું છે. એટલું જ નહીં ગ્રાહકો માટે સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. પહેલાં શનિ-રવિ રજા રહેતી હતી, પહેલાં સપ્તાહમાં આ બે દિવસ બજાર બંધ રહેતું હતું. પરંતુ હવે તમે શનિવારે પણ આ IPOમાં સબ્સ્ક્રાઇબ કરી શકશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત સરકારે નિયમમાં પરિવરર્તન કરીને એલઆઈસીના આ IPO ખરીદનારાઓને સારા સમાચાર આપ્યાં છે. દેશનો આ સૌથી મોટો IPO સામાન્ય રોકાણકારો માટે 4 મે થી 9 મે તારીખ સુધી ગ્રાહકો માટે ખુલ્લો રહેશે. ભારત સરકારના આ IPOને રોકાણકારો તરફથી ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. શરૂઆતના થોડા કલાકોમાં આ IPO 33 ટકાથી વધારે સબસ્ક્રાઈબ થઈ ચૂક્યો છે.


હવે NSE એટલેકે નેશનલ સ્ટોક એક્સચેન્જના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે રિટેલ રોકાણકારો શનિવારે પણ IPOમાં સબ્સ્ક્રાઇબ કરી શકશે. આ ફેરફાર પછી, તમે 5 દિવસ માટે આ અંક માટે સબ્સ્ક્રાઇબ કરી શકશો. બુધવારે સવારે, ભારતીય જીવન વીમા નિગમ એટલેકે, LIC ની પ્રારંભિક જાહેર ઓફર (IPO) સામાન્ય રોકાણકારો માટે ખોલવામાં આવી હતી. સરકાર આ IPO દ્વારા LICના 3.5 ટકા શેર વેચીને રૂ. 21,000 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. LICનો IPO 9મી મેના રોજ બંધ થશે.


LICમાં કામ કરતા કર્મચારીઓ માટે પણ સારા સમાચાર છે. આ આઈપીઓ થકી એલઆઈસીમાં કામ કરતા કર્મચારીઓને પણ આ આઈપીઓમાં એપ્લાય કરવા પર 45 રૂપિયા પ્રતિ શેરનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એટલે કે અપર પ્રાઈસ બેન્ડના હિસાબથી તેમણે એક લોટની એપ્લિકેશન પર માત્ર 13,560 રૂપિયા જ આપવા પડશે. જે અન્ય ગ્રાહકોની સરખામણીએ ફાયદા કારક કહી શકાય. એટલું જ નહીં રિટેલ રોકાણકાર અને LIC કર્મચારીઓને એક લોટ પર એપ્લાય કરવા પર 675 રૂપિયાની બચત થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.


ઉલ્લેખનીય છેકે, જો તમારી પાસે એલઆઈસીની કોઈ પોલીસી ન હોય એટલેકે, તમે એલઆઈસી પોલીસી હોલ્ડર્સ ન હોવ અને તમે એલઆઈસીના કર્મચારી પણ ન હોવ તો પછી તમારે આ આઈપીઓનો લાભ લેવા માટે 14,235 રૂપિયાના પ્રાઈસ બેન્ડ મુજબ રોકાણ કરવું પડશે.આઈપીઓની ઈસ્યુ સાઈઝ 21,000 કરોડ રૂપિયા છે અને IPO દ્વારા લગભગ 22.14 કરોડ શેર વેચવામાં આવશે.


22.13 કરોડ ઇક્વિટી શેર વેચાણ માટે ઓફર કરવામાં આવશે. LICના શેર 17 મેના રોજ માર્કેટમાં લિસ્ટ થાય તેવી શક્યતા છે. LIC દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 5,627 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે. 5.92 કરોડ શેર એન્કર રોકાણકારો માટે રૂ. 949 પ્રતિ ઇક્વિટી શેરના દરે આરક્ષિત હતા.


LIC એ IPO માટે 902-949 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કર્યા છે. જેમાં અમુક શેર હાલના પોલિસીધારકો અને LICના કર્મચારીઓ માટે અનામત રાખાયા છે. છૂટક રોકાણકારો અને કર્મચારીઓને શેર દીઠ રૂ. 45 અને પોલિસીધારકોને પ્રતિ શેર રૂ. 60નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.


IPO માટે LICનું મૂલ્ય રૂ. 6 લાખ કરોડ આંકવામાં આવ્યું છે. અગાઉ સરકારની 5 ટકા હિસ્સેદારી વેચીને 30 હજાર કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના હતી. પરંતુ હવે માત્ર 3.5 ટકા હિસ્સો વેચવામાં આવી રહ્યો છે. કર્મચારીઓ અને પોલિસી ધારકોના આરક્ષણ પછી બાકીના શેરોમાંથી, 50 ટકા QIB માટે, 35 ટકા રિટેલ રોકાણકારો માટે અને 15 ટકા NII માટે હશે. LICના IPOનું કુલ ઇશ્યૂ કદ 22.13 કરોડ શેરનું હશે. તેમાંથી 10 ટકા એટલે કે 2.21 કરોડ શેર પોલિસી ધારકો માટે છે.