નવી દિલ્હીઃ વીમા ક્ષેત્રની દિગ્ગજ કંપની જીવન વીમા નિગમ (LIC)એ બુધવારે પોતાની નવી સેવા જીવન ઉત્સવ (LIC Jeevan Utsav)રજૂ કરી છે. તેમાં ગેરેન્ટેડ રિટર્નનું વચન આપવામાં આવ્યું છે. . LICએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે તે એક 'નોન-લિંક્ડ', નોન-પાર્ટીસિપેટીંગ, વ્યક્તિગત બચત, સંપૂર્ણ જીવન વીમા યોજના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIC નો જીવન ઉત્સવ પ્લાન નંબર 871 છે, જે આજીવન ગેરેન્ટેડ રિટર્નની સાથે આવે છે. તેમાં તમને પૂર્ણ ઉંમર જીવન વીમા અને લાભ ચૂકવણીનો વિકલ્પ મળશે. તેમાં સીમિત પ્રીમિયમ ચૂકવણી સમયગાળો 5થી 16 વર્ષ છે. પ્રીમિયમ ભરવા દરમિયાન ગેરેન્ટેડ વધારાની જોગવાઈ છે. તેમાં નિયમિત આવક લાભ અને ફ્લેક્સી આવકનો લાભ મળશે. લઘુત્તમ મૂળભૂત વીમા રકમ 5 લાખ રૂપિયા હશે. પોલિસી શરૂ કરતી વખતે લઘુત્તમ વય 18 હોવી જોઈએ અને પ્રીમિયમ પૂર્ણ થવાના સમયે મહત્તમ 75 વર્ષ હોવી જોઈએ. આ યોજના સાથે, LIC પોલિસીધારકને 5.5% ના દરે વાર્ષિક વ્યાજ પણ આપશે. જો કે, પોલિસીધારકને આ પ્લાન સાથે મેચ્યોરિટી લાભ મળશે નહીં.


વૈજ્ઞાનિકની નોકરી છોડી શરૂ કર્યું સમોસા સિંહ સ્ટાર્ટઅપ, આજે 45 કરોડનો કારોબાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube