નવી દિલ્હી: નાણામંત્રી આજે વચગાળાનું બજેટ રજૂ કરશે. સામાન્ય ચૂંટણી પહેલાં રજૂ થનાર બજેટમાં ઇનકમ ટેક્સની સીમાને વધારવામાં આવી શકે છે. આ ઉપરાંત ખેડૂતો માટે રાહત પેકેજ, નાના વેપારીઓને સમર્થન અને કેટલીક લોક લોભામણી જાહેરાતો નાણામંત્રી પીયૂષ ગોયલના બજેટનો ભાગ હોઇ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણીમાં જતાં પહેલાં સરકાર આ જાહેરાતો દ્વારા મતદારોને આકર્ષવા માટે વધુ એક પ્રયત્ન કરશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીયૂષ ગોયલ આજે રજૂ કરશે વચગાળાનું બજેટ, ખેડૂતો માટે થઇ શકે છે મોટી જાહેરાત


આ બજેટ કેંદ્રની પીએમ નરેંદ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારના હાલના કાર્યકાળનું છઠ્ઠુ અને અંતિમ બજેટ હશે. જોકે આ વચગાળાનું બજેટ હશે પરંતુ ઉદ્યોગ સૂત્રો અને વિશેષજ્ઞોનું કહેવું છે કે નાણામંત્રી પીયૂષ ગોયલ તેનાથી આગળ વધીને કેટલીક નવી જાહેરાતો કરી શકે છે. વચગાળાના બજેટમાં આગામી નાણાકીય વર્ષના ચાર મહિના ખર્ચ માટે સંસદની મંજૂરી લેવામાં આવશે. પૂર્ણ બજેટ બાદ બનનાર નવી સરકાર જુલાઇમાં રજૂ કરશે.

બજેટના ભાષણની મુખ્ય વાતો:


લાંબા સમય બાદ નાણા મંત્રી પિયૂષ ગોયલે કવિતા વાંચી- એક પાંવ રખતા હૂ, હજાર રાહે ફૂટ પડતી હૈ. સામાન્ય રીતે નાણા મંત્રીએ પોતાના બજેટ ભાષણમાં કવિતાઓ અને શેરો-શાયરીનો જોરદાર ઉપયોગ કરે છે. 


#Budget2019 નાણા મંત્રી પિયૂષ ગોયલ: પગારદાર વર્ગ માટે સ્ટાડર્ડ ટેક્સ ડિડક્શનને 40,000 રૂપિયાથી 50000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. બેંક અને પોસ્ટ ઓફિસ ડિપોઝિટના 10000થી વધુ વ્યાજ પર ટીડીએસ લાગતો હતો, તે રકમને વધારીને 40000 રૂપિયા કરી દેવામાં આવી છે. 


આ ઉપરાંત બે ઘર હોવાછતાં કોઇ ટેક્સ નહી લાગે, દરેક ટેક્સપેયરને 13 હજારનો ફાયદો થશે, તેનાથી દેશના 3 કરોડ લોકોને ફાયદો થશે.  


નાણામંત્રીએ જણાવ્યું કે ખેડૂતોને આપેલા ઇનકમ સપોર્ટને ધ્યાનમાં રાખતાં જીડીપીના મુકાબલે રાજકોષનું નુકસાન આગામી વર્ષ માટે 3.4 ટકા રહેશે. #Budget2019


#Budget2019 નાણા મંત્રી પિયૂષ ગોયલ: જાન્યુઆરી 2019માં જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી દીધો છે. પાંચ કરોડ રૂપિયાથી ઓછા ટર્નઓવરવાળા બિઝનેસમેન, જેની જીએસટી આપનારાઓમાં 90 ટકા ભાગીદારી છે, તેમને ત્રિમાસિક રિટર્ન આપવાની પરવાનગી આપવામાં આવશે.


#Budget2019 નાણા મંત્રી પિયૂષ ગોયલ: મીડલ ક્લાસને નાણામંત્રીની મોટી ભેટ, 5 લાખ સુધીની આવક પર સંપૂર્ણ ટેક્સ ફ્રી. નાણા મંત્રી દ્વારા આ જાહેરાત કરતાં સદનમાં સત્તા પક્ષના લોકોને મોદી-મોદીના નારા લગાવ્યા. 


#Budget2019 નાણા મંત્રી પિયૂષ ગોયલ: 2018-19ના મુકાબલે 2019-20 માં ખર્ચમાં 13 ટકાનો વધારો થશે. તેમાં પૂંજીગત ખર્ચ 336293 લાખ કરોડ રૂપિયા હશે. એસસી અને એસટી વર્ગના કલ્યાણ માટે 2018-19માં 56,619 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી હતી, 2018-19માં 62,474 રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. 


#Budget2019 નાણા મંત્રી પિયૂષ ગોયલ: ટેક્સ કલેક્શન વધ્યું છે. ઇનકમ ટેક્સ વિભાગ હવે ઓનલાઇન કામ કરી રહ્યો છે. બધા રિટર્નનું 99.54 ટકા રિટર્ન ફાઇલ કરતાં જ એપ્રૂવ કરી દેવામાં આવશે. 


#Budget2019 નાણા મંત્રી પિયૂષ ગોયલ: ભારતીય ફિલ્મ નિર્માતાને શૂટિંગ માટે સિંગલ ક્લીયરેંસ આપવાની જાહેરાત. ફિલ્મ ઉદ્યોગ મોટી સંખ્યામાં રોજગાર આપે છે. મને ઉરી ફિલ્મ જોવાનું સૌભાગ્ય મળ્યું, જે જોશ હતો અંદર. 


#Budget2019 નાણા મંત્રી પિયૂષ ગોયલ: ગત પાંચ વર્ષોમાં મોબાઇલ ડેટાનો ઉપયોગ 50 ટકા વધી ગયો છે. હાલ ભારતમાં મોબાઇલ ડેટાના ભાવ દુનિયામાં સૌથી ઓછા છે. મોબાઇલ અને મોબાઇલ પાર્ટસ બનાવનાર કંપનીઓની સંખ્યા 2 થી વધીને 268 થઇ ગઇ છે. આગામી પાંચ વર્ષમાં એક લાખ ડિજિટલ ગામ બનાવવાની યોજના છે. 


#Budget2019 નાણા મંત્રી પિયૂષ ગોયલ: વંદે ભારત એક્સપ્રેસ દ્વારા રેલ યાત્રીઓ માટે સ્પીડ સર્વિસ અને સેફ્ટી વધશે. તેનાથી મેક ઇન ઈન્ડિયાને પ્રોત્સાહન પણ વધશે. 


#Budget2019 નાણા મંત્રી પિયૂષ ગોયલ: આજે ભારતમાં દુનિયાની કોઇપણ જગ્યાએ મુકાબલે વધી ઝડપી હાઇવે બની રહ્યા છે. દરરોજ 27 કિલોમીટર હાઇવે બની રહ્યા છે. દાયકાઓથી અટકેલા પ્રોજેક્ટ પુરા થઇ રહ્યા છે. સાગરમાલાથી આયાત-નિર્યાતમાં ગતિ આવશે. 


#Budget2019 નાણા મંત્રી પિયૂષ ગોયલ: આપણા બધા માટે ખુશીની વાત છે કે આ વખતે આપણું રક્ષા બજેટ ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુ હશે. વન રેંક વન પેંશન હેઠળ જવાનોને 35000 રૂપિયા આપવામાં આવશે. 


#Budget2019 નાણા મંત્રી પિયૂષ ગોયલ: ઉજ્જવલા યોજના હેઠળ 8 કરોડ એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે. 6 કરોડ કનેક્શન પહેલાં જ આપી દેવામાં આવ્યા છે. મુદ્વા યોજના હેઠળ 75 ટકા બેનિફિશિયરી મહિલાઓ છે, મેટેનરી લીવ હવે 26 મહિનાની છે અને વડાપ્રધાનમંત્રી માતૃત્વ યોજનાથી મહિલાઓને સશક્ત થઇ રહી છે. આયુષ્માન ભારતના લોન્ચ થયા બાદ થોડા સમયમાં જ લગભગ 10 લાખ લોકોને તેનો ફાયદો મળ્યો છે અને તેના લગભગ 3000 કરોડ રૂપિયા બચ્યા છે. 

#Budget2019 નાણા મંત્રી પિયૂષ ગોયલ: વડાપ્રધાન શ્રમ યોગી મનધન નાથી મેગા પેંશન યોજનાની જાહેરાત. 15000 રૂપિયા સુધી માસિક આવક ધરાવનાર લોકો માટે 3000 રૂપિયાનું પેંશન મળશે. તેમને 100 રૂપિયા દર મહિને યોગદાન કરવું પડશે. એટલું જ યોગદાન સરકાર કરશે. અસંગઠિત ક્ષેત્રના 10 કરોડ કર્મચારીઓને તેનો લાભ મળવાની આશા.


#Budget2019 નાણા મંત્રી પિયૂષ ગોયલ: વિભિન્ન કુદરતી આફતો સામે ઝઝૂમી રહેલા ખેડૂતોને 2 ટકા વ્યાજ સહાયતા અને સમયસર લોન ચૂકવવા પર 3 ટકા વધારાની વ્યાજ સહાયતા. પશુપાલન અને મત્સ્ય પાલન સાથે સંકળાયેલા ખેડૂતોને 2% વ્યાજ સહાયતાની જાહેરાત. રાષ્ટ્રીય ગોકુલ મિશન માટે ગ્રાંટ વધારીને 750 કરોડ રૂપિયા કરવામાં આવી. 


#Budget2019 નાણા મંત્રી પિયૂષ ગોયલ: નાના અને શ્રીમંત ખેડૂતોની આવક વધારવા માટે ખેડૂતોને ઇનકમ સપોર્ટ માટે વડાપ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ યોજનાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ હેઠળ બે હેક્ટરથી ઓછી જમીન ધરાવનાર ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા મળશે. આ રકમ ત્રણ હપ્તામાં સીધી તેમના ખાતામાં ટ્રાંસફર થઇ જશે. તેનાથી લગભગ 12 હજાર ખેડૂત પરિવારોને સીધો લાભ થશે. યોજના 1 ડિસેમ્બર 2018થી લાગૂ થશે. 25 કરોડ રૂપિયા ચાલુ વર્ષ માટે અને 2019-20 માટે 75000 કરોડની રકમની જોગવાઇનો પ્રસ્તાવ. 


#Budget2019 નાણા મંત્રી પિયૂષ ગોયલ: આપણા મહેનતું ખેડૂતોને પાકનું પુરતુ મૂલ્ય મળતું નથી. અમારી સરકારના ઇતિહાસમાં પહેલીવાર બધા 22 પાકના એમએસપી મૂલ્યથી 50 ટકાથી વધુ રકમ નક્કી કરી. અમારી સરકારની ખેડૂત સમર્થન નીતિઓના લીધે ઉપજ વધી. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ઘટતાં અને ભારતમાં ખાદ્ય મોંઘવારીમાં ઘટાડાના લીધે તેમની આવકમાં ઘટાડો નોંધાયો. એટલા માટે ખેડૂતોને આવક સપોર્ટની જરૂરિયાત છે. 


#Budget2019 નાણા મંત્રી પિયૂષ ગોયલ: સૌભાગ્ય યોજનાથી માર્ચ 2019 સુધી બધા ઘરોમાં વિજળી કનેક્શન મળી જશે. સરકારે 143 કરોડ એલઈડી બલ્બ ઉપલબ્ધ કરાવ્યા છે.વર્ષ 2014-2018 દરમિયાન વડાપ્રધાન આવાસ યોજના હેઠળ 1.53 કરોડ ઘર બનાવ્યા છે. 


#Budget2019 નાણા મંત્રી પિયૂષ ગોયલ: સરકારનું ધ્યાન ગામના લોકોને શહેર જેવી સુવિધાઓ આપવા પર છે. વર્ષ 2022 સુધી સરકાર દેશના બધા લોકોને ઘર પુરા પાડશે. પહેલાંના મુકાબલે ગામડા અને શહેરની ખાઇ ઓછી થઇ છે. 


#Budget2019 નાણા મંત્રી પિયૂષ ગોયલ: દેશના સંસાધનો પર પ્રથમ હક ગરીબોનો છે. ત્યારબાદ નાણામંત્રીએ સરકાર દ્વારા નબળી આર્થિક સ્થિતિવાળા સામાન્ય વર્ગને દસ ટકા અનામત, મનરેગા માટે બજેટ અને ખાદ્ય સબસિડી વધારવાનો ઉલ્લેખ કર્યો. અમારો ઉદ્દેશ્ય છે કે ગામડાની તરફ જોતાં ત્યાં પણ શહેરો જેવી સુવિધાઓ થાય. પહેલાં એક ગરીબ બાળક પગદંડી પર ચાલીને સ્કૂલ પહોંચતો હતો. આજે તે ગામમાં બસ પહોંચી શકી છે. 


#Budget2019 નાણા મંત્રી પિયૂષ ગોયલ: અમારી સરકારે બેકિંગ સુધારને આગળ વધાર્યું. અમારી સરકારમાં દમ હતો કે અમે રિઝર્વ બેંકને કહ્યું કે બેંકોની લોનનો જુઓ અને યોગ્ય સ્થિતિને દેશ સમક્ષ રાખીશું. પારદર્શી પ્રક્રિયાથી અમે એનપીસીની સમસ્યાનો સામનો કર્યો. પહેલાં ફક્ત નાના બિઝનેસમેન પર લોન પરત કરવાનું દબાણ કરવામાં આવતું હતું, હવે મોટા બિઝનેસમેનને પણ ચિંતા રહે છે. બેંકોના રિકેપ્ટલાઇઝેશન માટે 2.6 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. 


#Budget2019 નાણા મંત્રી પિયૂષ ગોયલ: અમારી સરકારે કમરતોડ મોંઘવારીની કમર તોડી દીધી. મોંઘવારી ગરીબી પર ટેક્સની માફક છે. અમે મોંઘવારેને બે પોઈન્ટ નીચે લાવ્યા.


#Budget2019 નાણા મંત્રી પિયૂષ ગોયલ: સરકારે દેશના આત્મવિશ્વાસને વધાર્યો. ભારત હવે ટ્રેક પર છે અને વિકાસ સમૃદ્ધિના માર્ગે આગળ વધી રહ્યો છે.


#Budget2019 નાણા મંત્રી પિયૂષ ગોયલે પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના સાથે બજેટ ભાષણ શરૂ કર્યું. 


  • પ્રધાનમંત્રી મોદીની સરકાર મજબૂત છે

  • મોદી સરકારનું અંતિમ બજેટ

  • ખેડૂતોની આવક બમણી થઇ

  • દેશમાં ભ્રષ્ટાચાર ખતમ થયો

  • 2022માં સરકાર તમામને ઘર આપશે

  • સરકારે મોંઘવારીને જડબાતોડ જવાબ આપ્યો

  • મોદી સરકારે કમરતોડ મોંઘવારીની કમર જ તોડી નાખી આ અમારી સરકારની ઉપલબ્ધિ છે

  • બીજી કોઇ સરકારે આ મોરચે જે કોઇ કાર્ય કર્યું છે અમારી આ પાંચ વર્ષ ચાલેલી સરકારે ખૂબ મહત્વનું કાર્ય કર્યું છે. 

  • તમે કલ્પના કરો કે જો મોંઘવારી પર અમે કાબૂ ન મેળવ્યો હોત તો ભારતના દરેક પરિવારની જે ખર્ચ મર્યાદા છે 40 ટકા સુધી વધી જાત પરંતુ અમે આ ખર્ચા કાબૂમાં રાખી શક્યા છીએ. 

  • દુનિયાએ ભારતની તાકાત જોઈ, 2020માં નવા ભારતનું નિર્માણ થશે

  • ભારત દુનિયાની છઠ્ઠી મોટી અર્થવ્યવસ્થા 

  • છેલ્લા 5 વર્ષમાં ફોરેન ડાયરેક્ટ ઇનવેસ્ટમેંટમાં પણ ભારતે બહુ મોટી સફળતા હાંસિલ કરી છે.


ટીડીપી સંસદોએ બજેટ રજૂ કરતાં પહેલાં કાળા કપડાંમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે કેંદ્વ સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કર્યું. તે આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઇને વિરોધ કરી રહ્યા છે.
બજેટ 2019: આજે આ 3 મોટી જાહેરાતો કરી શકે છે પીયૂષ ગોયલ, મધ્યમવર્ગ અને ખેડૂતને મળશે ખુશીના સમાચાર


બજેટ પહેલાં શેર બજારમાં સકારાત્મક વલણ છે. પ્રી ઓપનિંગમાં બીએસઇ સેંસેક્સ 59.42 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેંડ કરી રહ્યો છે. 


નાણા મંત્રી પીયૂષ ગોયલ નાણા મંત્રાલય પહોંચી ગયા છે થોડીવારમાં લોકસભામાં નાણાકીય વર્ષ 2019-20નું વચગાળાનું બજેટ રજૂ કરશે.

બધાનું ધ્યાન રાખીશું
બજેટ રજૂ થાય તેના ઠીક પહેલાં નાણા રાજ્ય મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ કહ્યું કે મોદી સરકાર લોકપ્રિય સરકાર છે, આ સ્વાભાવિક છે કે અમે બધાનો ખ્યાલ રાખીશું. લોકો માટે જે પણ સંભવ હશે, તે અમે કરીશું. અમે હંમેશા એક સારું બજેટ રજૂ કર્યું છે. 


પોતાની ટીમ સાથે તૈયાર છે નાણા મંત્રી
નાણા મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે ગઇકાલે રાત્રે પોતાના બંને નાણા રાજ્ય મંત્રી, નાણા સચિવ અને નાણા મંત્રલાયના બીજા અધિકારીઓ સાથે નોર્થ બ્લોક સ્થિત પોતાન કાર્યાલયમાં બજેટને ફાઇનલ ટચ આપ્યો. તેનો એક ફોટો નાણા મંત્રલાયે ટ્વિટ પણ કર્યો.

Budget પહેલાં સેંસેક્સમાં 665 પોઈન્ટનો ઉછાળો, શું બજેટમાં કંઇક સારું થવાનું છે?


લાઇવ ટીવી
બજેટ સાથે જોડાયેલા સૌથી ઝડપી કવરેજ. અને સૌથી સરળ અને સટીક મંતવ્યો આજે દિવસભર જુઓ ઝી 24 કલાક પર.. 


મોદીથી શું છે આશાઓ
મોદી સરકારના અંતિમ બજેટથી સામાન્ય લોકોને સૌથી વધુ આશાઓ છે. ચૂંટણી વર્ષ હોવાના લીધે આ આશાઓ વધી ગઇ છે. જ્યાં એક તરફ મીડલ ક્લાસ ઇનકમ ટેક્સમાં રાહતની આશા કરી રહ્યો છે, તો બીજી તરફ ખેડૂતોને પણ પોતાના માટે એક મોટા રાહત પેકેજની આશા છે. શેર બજાર સાથે જોડાયેલા લોકો આશા રાખીને બેઠા છે કે કદાચ ગત બજેટમાં લોન્ગ ટર્મ કેપિટલ ગેન (LTCG) ટેક્સને આ વખતે ખતમ કરી શકે છે.