Loan Default: હાલમાં ભારતીય રિઝર્વ બેન્કે રિટેલ લોન સાથે જોડાયેલા જોખમો વિશે માહિતી આપી છે. આ વિશે ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યૂરો (ઈન્ડિયા) લિમિટેડનો સિબિલ રિપોર્ટ જણાવે છે કે ડિસેમ્બર 2022ના ખતમ થયેલા ક્વાર્ટરમાં પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડમાં લોન ન ચુકવવાના કેસ વધ્યા છે. તેમાં સૌથી ચિંતાજનક વાત છે કે આ કેટેગરીમાં પર્સનલ લોનના મામલામાં ચૂક કોવિડ પહેલાની તુલનામાં વધુ છે. શું તમે પણ પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડ લોન ચુકવવામાં અસમર્થ છો. તેવામાં સૌથી મોટો સવાલ છે કે જો તમે ડિફોલ્ટર છો તો તમે આગળ શું કરશો?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોન વસૂલી એજન્ટોથી છો પરેશાન?
ઘણા લોકો લોન ન ચુકવાતા વસૂલી એજન્ટથી પરેશાન થાય છે. તે જાણતા નથી કે વસૂલી એજન્ટ હેરાન કરે તો કઈ રીતે તેનો સામનો કરવો. ડિફોલ્ટ કરવા પર તમારો સિબિલ સ્કોર પણ ખરાબ થાય છે. બીજીવાર લોન લેવા પર તમારે વધારે વ્યાજ ચુકવવું પડે છે. અહીં તમને તમારા અધિકારો વિશે જણાવી રહ્યાં છીએ. આવો જાણીએ લોન ન ચુકવવાની સ્થિતિમાં ડિફોલ્ટર પાસે શું કાનૂની અધિકાર હોય છે. 


આ પણ વાંચોઃ રિલાયન્સના આ સ્ટોકે ઈન્વેસ્ટરોને રોડ ઉપર લાવી દીધા, 275 રૂપિયાનો શેર 15 પર આવી ગયો


લોન ડિફોલ્ટર કરી શકે છે આ કામ
આરબીઆઈની ગાઇડલાઇન્સથી ડિફોલ્ટરોને થોડી રાહત જરૂર મળશે. તે ડિફોલ્ટરોને પોતાની લોનનું નાનું પેમેન્ટ કરવાની મંજૂરી આપે છે. જેથી તે નાણાકીય લેવલ પર ફરી નવી શરૂઆત કરી શકે. સાથે પોતાની લોનને મેનેજ કરી શકે. માની લો કે તમારી પાસે 10 લાખ રૂપિયાની લોન છે અને તમે તેને ચુકવી શકતા નથી તો તમે તેને રિસ્ટ્રક્ટર કરી શકો છો. તમારે 5 લાખ રૂપિયાનું પેમેન્ટ કરવું પડશે અને બાકી પૈસા નાના હપ્તામાં ચુકવવા પડશે. તેનાથી તમારી લોન મેનેજ થઈ જશે. 


તમારી ક્રેડિટ હેલ્થ પર પડે છે અસર
ડિફોલ્ટ થવા પર તમારા સિબિલ સ્કોર પર અસર પડે છે. જો તમારો સિબિલ સ્કોર ખરાબ થાય તો તમને આગળ વધારે વ્યાજથી લોન મળે છે. ઘણીવાર બેન્ક આ સ્થિતિમાં લોન આપતી નથી. જેમ કે 750નો ક્રેડિટ સ્કોર સારો સમજવામાં આવે છે. જો તે 600થી નીચે જાય તો તમને જોખમવાળી કેટેગરીમાં મુકી દેવામાં આવે છે અને તમને વધુ વ્યાજે લોન મળે છે. મોટા ભાગની બેન્ક તમારા ક્રેડિટ સ્કોર પર લોન ઓફર કરે છે. 


આ પણ વાંચોઃ 14 વર્ષ અને 40 હજારના બની ગયા 1 કરોડ રૂપિયા, શું તમારી પાસે છે આ શેર?


લોન ડિફોલ્ડ થવા પર કરો આ કામ
તમારી સ્થિતિનો સાચો અંદાજ લગાવો.


જ્યાંથી લોન લીધી છે ત્યાં પહેલા વાત કરો અને તમારી લોનને રિસ્ટ્રક્ચર કરવાની વાત કરો. 


તમારા નાણાકીય સ્ટેટસની ગણતરી કરો. 


લોન પેમેન્ટને પ્રથમ પ્રાથમિકતા આપવી જોઈએ જેથી તમારો ક્રેડિટ સ્કોર ખરાબ ન થાય.


ડિફોલ્ટર્સના કાયદાકીય અધિકાર
ભારતમાં ડિફોલ્ટરોને કાયદાકીય અધિકારોને કાયદામાં સુરક્ષા આપવામાં આવી છે. હાલમાં ભારતીય રિઝર્વ બેન્કે બેન્કો અને ફાઇનાન્શિયલ કંપનીઓને ઈરાદાપૂર્વક ચૂક કરનાર અને લોનની ભરપાઈ માટે સમજુતી કરનાર લોકોને અલગ કરવાનું કહ્યું છે. જે લોકો સમજુતી કરે છે તે 12 મહિના બાદ ફરી લોન માટે અરજી કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube