Multibagger Stocks: 14 વર્ષ અને 40 હજારના બની ગયા 1 કરોડ રૂપિયા, શું તમારી પાસે છે આ શેર?

Multibagger Stocks: શેર બજારમાં અનેક એવી કંપની છે જેણે પોતાના રોકાણકારોને માલામાલ બનાવી દીધા છે. આવો એક મલ્ટીબેગર સ્ટોક ચોલમંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપનીનો છે. જેણે છેલ્લા 14 વર્ષમાં રોકાણકારો પર પૈસાનો વરસાદ કર્યો છે. 

Multibagger Stocks: 14 વર્ષ અને 40 હજારના બની ગયા 1 કરોડ રૂપિયા, શું તમારી પાસે છે આ શેર?

Multibagger Stocks: મજબૂત માર્કેટ સેન્ટિમેન્ટમાં પણ દિગ્ગજ એનબીએફસી ચોલમંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની (Cholamandalam Investment and Finance Company) ના શેર આજે ઘટાડા સાથે બંધ થયા છે. બે સપ્તાહમાં તે રેકોર્ડ હાઈથી 6 ટકા નીચે આવી ગયા છે. પરંતુ લોન્ગ ટર્મમાં તેણે માત્ર 40 હજાર રૂપિયાના રોકાણ પર ઈન્વેસ્ટરોને 14 વર્ષમાં કરોડપતિ બનાવી દીધા છે. આ વર્ષે તે 56 ટકાથી વધુ મજબૂત થયો છે. આજની વાત કરીએ તો બીએસઈ પર શેર 1.56 ટકાના ઘટાડા સાથે 1146.30 રૂપિયા પર બંધ થયા છે. 

40 હજારનું રોકાણ, 14 વર્ષમાં બની ગયા 1 કરોડ
ચોલમંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપનીના શેર 27 ફેબ્રુઆરી 2009ના માત્ર 4.56 રૂપિયામાં હતા. હવે તે 1146.30 રૂપિયા પર છે. એટલે કે 14 વર્ષમાં માત્ર 40 હજારના રોકાણના 1 કરોડ રૂપિયા બની ગયા. આ સ્ટોકે શોર્ટ ટર્મમાં પણ શાનદાર કમાણી કરી છે. પાછલા વર્ષે 18 જુલાઈ 2022ના તે એક વર્ષના નિચલા સ્તર 635 રૂપિયા પર હતો. ત્યારબાદ આશરે એક વર્ષમાં 91 ટકા ઉછળી 4 જુલાઈ 2023ના 1214.60 રૂપિયાની રેકોર્ડ ઉંચાઈ પર પહોંચી ગયો હતો. પરંતુ ત્યારબાદ નફાવસૂલીને કારણે ભારતમાં થોડો ઘટાડો થયો અને હવે તે હાઈ લેવલ કરતા 6 ટકા જેટલો નીચે છે. 

મુરૂગપ્પા ગ્રુપે 1978માં ચોલમંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપનીને ફાઈનાન્શિયલ સર્વિસના એકમના રૂપમાં સેટઅપ કર્યું હતું. તેનો કારોબાર ઇક્વિપમેન્ટ ફાઈનાન્સિંગ કંપનીના રૂપમાં શરૂ થયો અને હવે તે ગાડીઓના ફાઇનાન્સથી લઈને, હોમ લોન, પ્રોપર્ટી ગિરવે રાખી લોન, એસએમઈ લોન અને પર્સનલ લોન સહિત ઘણી ફાઇનાન્શિયલ સર્વિસ ઉપલબ્ધ કરાવે છે.

કંપનીની વેબસાઇટ પર હાજર વિગત પ્રમાણે દેશભરમાં તેની 1191 બ્રાન્ચ છે અને તે 112782 કરોડ રૂપિયાની એસેટ મેનેજ (AUM) કરે છે. કંપનીના નાણાકીય હેલ્થની વાત કરીએ તો તેનો નેટ પ્રોફિટ જાન્યુઆરી-માર્ચ 2023ના ક્વાર્ટરના આધાર પર 25 ટકા વધી 852.84 કરોડ રૂપિયા પહોંચી ગયો હતો.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news