નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે દેશમાં લૉકડાઉન લાગૂ છે, પરંતુ હવે ધીરે-ધીરે તેમાં ઢીલ આપવામાં આવી રહી છે. સંક્રમણને ફેલાતો રોકવા માટે રેલવે સ્ટેશનો પર કાઉન્ટરથી ટિકિટ બુકિંગની સુવિધા બંધ કરી દીધી હતી. હાલ જે પણ ટ્રેન ચાલી રહી છે તે માટે યાત્રિકોએ ઓનલાઇન ટિકિટ બુક કરાવવી પડે છે, પરંતુ હવે રેલવેએ નિર્ણય લીધો છે કે કાઉન્ટરથી પણ ટિકિટ બુક કરાવી શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રવાસીઓ શુક્રવારથી રેલવે સ્ટેશનો પર કાઉન્ટરથી બુકિંગ કરાવી શકશે. રેલવેના નિવેદન અનુસાર, રિઝર્વેશન યાત્રા માટે યાત્રી સ્ટેશનો, રેલવે પરિસરમાં કાઉન્ટર પરથી ટિકિટનું બુકિંગ કરાવી શકશે. ટિકિટના બુકિંગ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગની જવાબદારી ઝોનલ રેલવેની રહેશે.


આ પહેલા રેલ મંત્રી પીષૂય ગોયલે જણાવ્યુ હતુ કે સામાન્ય લોકોને જલદી રેલવે સ્ટેશનના કાઉન્ટર પરથી ટિકિટ મળી જશે. આ માટે રેલ વિભાગની ટીમ સુરક્ષાની તમામ વ્યવસ્થાની સમીક્ષા કરી રહી છે. એકવાર તમામ વ્યવસ્થા બાદ સામાન્ય લોકો માટે ટિકિટ કાઉન્ટર ખોલી દેવામાં આવશે. રેલ મંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે એક-બે દિવસની અંદર કાઉન્ટર પરથી ટિકિટ ખરીદવાની સેવા શરૂ થઈ શકે છે. 


ડોમેસ્ટિક ઉડાન માટેના નિયમો જાહેર, શહેરો વચ્ચે ભાડાની મર્યાદા નક્કી કરાઈ  


1 જૂનથી ચાલનારી ટ્રેન માટે બુકિંગ શરૂ
રેલવેએ યાત્રિકોની સુવિધા માટે 1 જૂનથી 200 પેસેન્જર ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો માટે ગુરૂવાર એટલે કે આજે સવારે 10 કલાકથી બુકિંગ શરૂ થઈ ગયું છે. મહત્વનું છે કે રેલવેએ એસી સ્પેશિયલ અને શ્રમિક સ્પેશિયલ ટ્રેન સિવાય આ 200 ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનોમાં જનરલ કોચમાં પણ ટિકિટ બુક કરાવી શકાય છે. ટિકિટ કન્ફોર્મ નહીં હોય તો યાત્રાની મંજૂરી મળશે નહીં. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube