ડોમેસ્ટિક ઉડાન માટેના નિયમો જાહેર, શહેરો વચ્ચે ભાડાની મર્યાદા નક્કી કરાઈ

દેશમાં કોરોના વાયરસ મહામારીને કારણે લૉકડાઉન લાગૂ છે. આ વચ્ચે સામાન્ય થવાની તરફ પગલા ભરવામાં આવી રહ્યાં છે. 25 મેથી દેશમાં ઘરેલૂ ઉડાનો શરૂ થવાની છે. 

ડોમેસ્ટિક ઉડાન માટેના નિયમો જાહેર, શહેરો વચ્ચે ભાડાની મર્યાદા નક્કી કરાઈ

નવી દિલ્હીઃ આશરે બે મહિના સુધી લૉકડાઉનમાં રહ્યાં બાદ હવે દેશ સામાન્ય થવા તરફ આગળ વધી રહ્યો છે. આ કડીમાં 25 મેથી ઘરેલૂ વિમાન સેવા શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન ઘણા પ્રકારના નિયમ અને શરતો લાગૂ રહેશે, જેનું પાલન કરવું પડશે. કેન્દ્રીય નગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ તેને લઈને આજે પત્રકાર પરિષદ યોજી હતી. સરકાર તરફથી ટિકિટોના ભાવની વધુમાં વધુ મર્યાદા નક્કી કરી દેવામાં આવી, જેનું બધી એરલાઇને પાલન કરવું પડશે. 

હરદીપ પુરીએ અહીં જણાવ્યુ કે, વંદે માતરમ મિશન હેઠળ અત્યાર સુધી 20 હજાર ભારતીયોને પરત લાવવામાં આવી ચુક્યા છે. પરંતુ કેટલાક દેશ પરત લાવવાની મંજૂરી આપી રહ્યા નથી. મંત્રીવએ કહ્યુ કે, હજુ લોકોને પરત લાવવાની ગતિ વધશે. 

મેટ્રો-નોન મેટ્રો શહેર માટે અલગ નિયમ
ઘરેલૂ ઉડાનને લઈને મંત્રીએ કહ્યુ કે, મેટ્રો ટૂ મેટ્રો શહેરોમાં કેટલાક નિયમ હશે, મેટ્રો ટૂ નોન મેટ્રો શહેર માટે અલગ નિયમ હશે. મેટ્રો શહેરોમાં દિલ્હી, મુંબઈ, કોલકત્તા, ચેન્નઈ જેવા શહેર સામેલ હશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યુ કે, શરૂઆત તબક્કામાં એરપોર્ટનો એક તૃતિયાંશ ભાગ શરૂ થશે. કોઈપણ ફ્લાઇટમાં ભોજન આપવામાં આવશે નહીં. માત્ર 33 ટકા વિમાનોને ઉડાનની મંજૂરી આપવામાં આવી છે. 

વિમાનમાં વચ્ચેની સીટ ખાલી રાખવાને લઈને કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે, હજુ એવો કોઈ નિયમ નથી, પરંતુ વિમાનમાં દરેક પ્રકારના નિયમનું પાલન કરવામાં આવશે. 

સરકારે નક્કી કર્યા ટિકિટોના ભાવ
સરકાર તરફથી ઓગસ્ટ સુધી ટિકિટોના કેટલાક ભાવ નક્કી કરી દેવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે દિલ્હીથી મુંબઈ ફ્લાઇટ માટે ઓછામાં ઓછા 3500 રૂપિયા-વધુમાં વધુ 10 હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. આ વચ્ચે કંપનીઓએ ભાવ નક્કી કરવા પડશે. તમામ કંપનીઓએ આશરે ચાલિસ ટકા સીટો ઓછા-વધુ ભાવની વચ્ચે આપવી પડશે. 

હજુ પ્રથમ ફેઝ ઓગસ્ટ સુધી જારી રહેશે, દરેકે આરોગ્ય સેતુ એપ રાખવી પડશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યુ કે, દેશના રૂટને સાત રૂટમાં વેચવામાં આવ્યા છે, જેમાં 30 મિનિટ, 40 મિનિટ, 60 મિનિટ, 90 મિનિટ, 120 મિનિટ, 150 મિનિટ, 180 મિનિટ અને 210 મિનિટ રૂપમાં વેચવામાં આવ્યા છે. 

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યુ કે, 25 માર્ચ બાદથી ઉડાન હેઠળ 5 લાખ કિમી સુધીની સરફ કરવામા આવી. આ દરમિયાન દેશના અલગ-અલગ ભાગમાં કોરોના વાયરસ સાથે જોડાયેલી સામગ્રી રાજ્યોને પહોંચાડવામાં આવી. વિદેશથી પણ મેડિકલ સામાન દેશમાં લાવવામાં આવ્યો છે. 

Train ticket booking: IRCTC સિવાય આ જગ્યાએથી પણ મળશે ટિકિટ, રેલવેએ આપી મોટી રાહત

સરકાર દ્વારા જારી કરવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે

- યાત્રિકોએ ફ્લાઇટના સમયથી બે કલાક પહેલા એરપોર્ટ પહોંચડવુ પડશે. 

- દરેકે આરોગ્ય સેતુ એપ રાખવી જરૂરી

- જેની ફ્લાઇટને ચાર કલાક છે, તેને એરપોર્ટ પર એન્ટ્રી મળશે.

- યાત્રિકોએ માસ્ક, ગ્લોવ્સ પહેરવા જરૂરી, સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું પડશે. 

આ સિવાય એરપોર્ટ, વિમાનના કર્મચારીઓએ પીપીઈ કિટ પહેરવી પડશે.

- ફ્લાઇટની અંદર ઘણા પ્રકારથી સતર્ક રહેવું પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news