નવી દિલ્હી : રિઝર્વ બેંક (RBI) ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikant das) દેશની વર્તમાન પરિસ્થિતિને જોઈને બેંકોને કમર કસીને તૈયાર રહેવાનું કહ્યું છે. સાર્વજનિક ક્ષેત્રની બેંકોના પ્રમુખો સાથેની વાતચીતમાં આરબીઆઇ ગવર્નરે કહ્યું છે કે વર્તમાન આર્થિક પરિસ્થિતિ બીજા કેટલાક પડકાર ઉભા કરી શકે છે. આ પડકારોનો સામનો કરવા માટે બેંકોએ મજબુતીથી તૈયાર રહેવું પડશે. રિઝર્વ બેંક તરફથી જાહેર કરવામાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ''ગવર્નરે બેંકોએ કહ્યું છે કે તેઓ નવી પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા માટેની તૈયારી રાખે.''


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GTUએ લોન્ચ કર્યા 9 નવા કોર્સ, જે તમારા માટે નવી નોકરીના દરવાજા ખોલશે


હાલમાં દેશનો જીડીપી દર છ વર્ષના તળિયે છે ત્યારે રિઝર્વ બેંકના ગવર્નરનું આ નિવેદન નોંધપાત્ર છે. સરકારી આંકડા પ્રમાણે ચાલી નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક તબક્કામાં જીડીપી ગ્રોથ 4.5 ટકા સુધી પહોંચી ગયો છે. આ આંકડા જોઈને રિઝર્વ બેંકે ચાલુ નાણાંકીય વર્ષનું આર્થિક વૃદ્ધિનું અનુમાન પણ ઘટાડીને 5 ટકા કરી નાખ્યું છે. જોકે શક્તિકાંત દાસે ખુશી વ્યક્ત કરી છે કે બેંન્કિંગ ક્ષેત્રમાં સુધારો થઈ રહ્યો છે અને એ મજબૂત બની રહ્યું છે. 


ચેક બાઉન્સ થવાની ભૂલ ભારે પડી શકે છે, SBI થી ICICI સુધીની બેંકો વસૂલે છે તગડી પેનલ્ટી


શક્તિકાંત દાસે આ સાથે જ બેંક પ્રમુખો સાથે વાત કરીને રેપો રેટમાં ઘટાડાનો લાભ કઈ રીતે છેવાડાના લાભાર્થીને મળી શકે એ વિશે પણ ચર્ચા કરી છે. નોંધનીય છે કે આર્થિક મંદીનું કારણ આગળ ધરીને આરબીઆઈએ 5 વાર રેપો રેટમાં ઘટાડો કર્યો છે. જોકે કેન્દ્રિય બેંકે ગયા અઠવાડિયે કરવામાં આવેલી સમીક્ષામાં રેપો રેટમાં કોઈ બદલાવ નથી કર્યો પણ મોંઘવારી મામલે ચિંતા વ્યક્ત કરી છે. જોકે આરબીઆઇએ મોંઘવારી દરના જે આંકડા જાહેર કર્યા છે એ જોઈને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે લોકોને હોળી સુધી મોંઘવારીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...