Maruti Suzuki New Ertiga: મારૂતિ સુઝુકીએ લોન્ચ કરી નવી અર્ટિગા, જાણો કિંમત
મારૂતિ સુઝુકીએ નવી અર્ટીગા બજારમાં મુકી છે. BS VI એંજિનથી સજ્જ નવી અર્ટીગા બજારમાં ધૂમ મચાવે એવી આશા સેવાઇ રહી છે. જેની પ્રારંભિક કિંમત 7.54 લાખ રાખવામાં આવી છે.
નવી દિલ્હી : દેશની સૌથી મોટી ઓટોમેકર મારૂતિ સુઝુકી (Maruti Suzuki) એ સાત સીટવાળી અર્ટીગા (Ertiga) ને અપડેટ કરી નવું મોડલ બજારમાં મુક્યું છે. આ અર્ટીગા BS VI પેટ્રોલ એંજિનથી સજ્જ છે. હવે બજારમાં મારૂતિની પાંચ એવી કાર છે જેમાં બીએસ સિક્સ એંજિન છે. આ કારમાં અલ્ટો, બલેનો, શિફ્ટ, વેગન આર અને હવે અર્ટીગા. અહીં નોંધનિય છે કે, 1 એપ્રિલથી હવે બજારમાં નવી કાર બીએસ સિક્સ એંજિનવાળી જ લોન્ચ કરી શકાય છે.
BS VI એંજિનવાળી અર્ટીગા (પેટ્રોલ)ની શરૂઆતની કિંમત 7,54,689 રૂપિયા રાખવામાં આવી છે. ટોપ મોડલની કિંમત 10.5 લાખ રૂપિયા છે. નવેમ્બર 2018માં મારૂતિએ અર્ટીગાનું નવું મોડલ સેકન્ડ જનરેશન બજારમાં મુકી હતી જેને સારો રિસપોન્સ મળ્યો હતો. ઓટો સેક્ટરમાં મંદી હોવા છતાં એનું સારૂ વેચાણ થયું હતું.