નવી દિલ્હી: તમે કાર ખરીદવા માગો છો પરંતુ પોકેટ મંજૂરી આપી રહ્યું નથી, તો તમારા માટે દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ (Maruti) વધુ એક સબ્સ્ક્રિપ્શન સ્કીમ શરૂ કરી છે. એટલે કે, તમે મારુતિની મનપસંદ કારના માલીક બની જશો અને તે પણ તેને ખરીદ્યા વગર. મારુતિએ આ સબ્સ્ક્રિપ્શન પ્રોગ્રામ માટે Myles Automotiveની સાથે કરાર કર્યો છે. આ પ્રોજેક્ટને હાલ હૈદરાબાદ અને પુણેમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કર્યો છે. આ પહેલા પણ મારુતિએ ORIX Auto Infrastructure Servicesની સાથે મળી ગુરૂગ્રામ અને બેંગલુરૂમાં સબ્સ્ક્રિપ્શન સર્વિસની શરૂઆત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- તમારું PAN Card ઓરિજનલ છે કે નકલી? ઘરે બેઠાં આ રીતે ચેક કરો, છેતરાશો નહી


શું છે મારુતિની નવી સબ્સ્ક્રિપ્શન સ્કીમ?
આ સ્કીમ અંતર્ગત કસ્ટમર મારુતિની NEXA શો રૂમથી પોતાની પસંદથી Baleno, Ciaz અને XL6ને પસંદ કરી શકે છે. આ સ્કીમ અંતર્ગત કારને 12, 18, 24, 30, 36, 42 અને 48 મહિના માટે સબ્સક્રાઇબ કરી શકે છે. પુણેના કસ્ટમર્સને Swift Lxi માટે 17,600 રૂપિયા મહિના સબ્સ્ક્રિપ્શન ચાર્જ આપવો પડશે, જ્યારે હૈદરાબાદના ગ્રાહકોને 18,350 રૂપિયા આપવા પડશે. તેમાં તમામ પ્રકારના ટેક્સ સામેલ છે.


આ પણ વાંચો:- Petrol Diesel Price: 13 દિવસમાં 1.51 રૂપિયા મોંઘુ પેટ્રોલ, જાણો આજના ભાવ


મારુતિને આશા છે કે, જે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ પરત ફરવા નથી માંગતા, તેમને આ સ્કીમથી ફાયદો મળશે. મારુતિ ગ્રાહકોના આકર્ષિત કરવા માટે તેમની નવા સબ્સક્રિપ્શન સ્કીમના અંતર્ગત ઘણા પ્રકારની ઓફર્સ આપી રહી છે.


સબ્સ્ક્રિપ્શન સ્કીમના ફાયદા
1. ગ્રાહકે કોઇ પ્રકારનું ડાઉન પેમેન્ટ આપવાનું નથી
2. ગ્રાહકને સંપૂર્ણ કાર મેન્ટેનેન્સ મળશે
3. કારનો ઇન્શ્યોરન્સ પણ મળશે
4. 24X7 રોડસાઇડ સહાય મળશે
5. આ તમામ સુવિધાઓ Myles તરફથી આપવામાં આવશે


આ પણ વાંચો:- હવાઇ યાત્રા માટે સરકારે જાહેર કર્યા નવા નિયમ, યાત્રા દરમિયાન માસ્ક ન પહેર્યું તો...


સબ્સ્ક્રિપ્શન સમાપ્ત થયા પછી બાયબેકનો વિકલ્પ પણ હશે, એટલે કે, તમે ફરીથી કારમાં સબ્સ્ક્રાઇબ કરી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર