Petrol Diesel Price: 13 દિવસમાં 1.51 રૂપિયા મોંઘુ પેટ્રોલ, જાણો આજના ભાવ

શુક્રવારના પણ પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા 13 દિવસમાં અત્યાર સુધીમાં 11 વખત પેટ્રોલના ભાવ વધ્યા છે. આજે રાજધાનીમાં પેટ્રોલની કિંમતમાં 11 પૈસાનો વધારો થયો છે. આ વધારા બાદ દિલ્હીમાં એક લીટરનો ભાવ 81.94 રૂપિયા છે. ત્યારે ડીઝલના ભાવમાં 27 દિવસથી કોઇ ફેરફાર થયો નથી. 13 દિવસમાં અત્યાર સુધીમાં પેટ્રોલ 1.51 રૂપિયા સુધી મોંઘુ થયું છે. આવો ચેક કરીએ મહાનગરોના ભાવ.
Petrol Diesel Price: 13 દિવસમાં 1.51 રૂપિયા મોંઘુ પેટ્રોલ, જાણો આજના ભાવ

નવી દિલ્હી: શુક્રવારના પણ પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા 13 દિવસમાં અત્યાર સુધીમાં 11 વખત પેટ્રોલના ભાવ વધ્યા છે. આજે રાજધાનીમાં પેટ્રોલની કિંમતમાં 11 પૈસાનો વધારો થયો છે. આ વધારા બાદ દિલ્હીમાં એક લીટરનો ભાવ 81.94 રૂપિયા છે. ત્યારે ડીઝલના ભાવમાં 27 દિવસથી કોઇ ફેરફાર થયો નથી. 13 દિવસમાં અત્યાર સુધીમાં પેટ્રોલ 1.51 રૂપિયા સુધી મોંઘુ થયું છે. આવો ચેક કરીએ મહાનગરોના ભાવ.

13 દિવસમાં 1.51 રૂપિયા મોંઘુ થયું પેટ્રોલ
IOCLની વેબસાઇટ અનુસાર, છેલ્લા 13 દિવસમાં માજ્ઞ 2 દિવસ પેટ્રોલના ભાવ સ્થિર રહ્યાં છે. આ ઉપરાંત 11 દિવસ પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા 11 દિવસમાં પેટ્રોલ 1.51 રૂપિયા સુધી મોંઘુ થયું છે.

28 ઓગસ્ટ 2020ના પેટ્રોલના ભાવ
દિલ્હી - 81.94
મુંબઇ - 88.58
ચેન્નાઇ - 84.91
કોલકાતા - 83.43

28 ઓગસ્ટ 2020ના ડીઝલના ભાવ
દિલ્હી - 73.56
મુંબઇ - 80.11
ચેન્નાઇ - 78.86
કોલકાતા - 77.06

દરરોજ 6 વાગ્યે જાહેર થાય છે નવા રેટ
રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરેફરા થયા છે. સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થયા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેનો ભાવ બમણો થઇ જાય છે. વિદેશી વિનિમય દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે, તેના આધાર પર રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફરેફાર થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news