તમારા ખિસ્સાનો બોજો જલદી વધવા જઇ રહ્યો છે. જોકે રોજિંદા ઉપયોગ થનાર દૂધના ભાવમાં વધારો થઇ શકે છે. CRISIL ના રિપોર્ટ અનુસાર સ્કિમ્ડ મિલ્કના ઉત્પાદનમાં ઘટાડો અને ડિમાંડ વધવાથી દૂધના ભાવ વધી શકે છે. રિપોર્ટ અનુસાર દૂધના ભાવમાં 1 થી 2 રૂપિયા પ્રતિ લીટરે વધારો થઇ શકે છે. વધેલા ભાવ 1 એપ્રિલ બાદ લાગૂ થશે. જોકે કંપનીઓએ હજુ સુધી આ મામલે કોઇ પ્રતિક્રિયા આપી નથી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે ઘટાડો હોમ અને પર્સનલ લોનની EMI, આ ફોર્મૂલા થશે નહી ફેલ


ઘી, માખણ, દહીં પણ થશે મોંઘુ
દૂધથી બનનાર બીજી પ્રોડક્ટથી ભાવમાં વધારો થવાની સંભાવના જોવા મળી રહી છે. બીજા ડેરી પ્રોડક્ટ જેમ કે, માખણ, દહી, ઘી અને ફ્લેવર્ડ મિલ્ક પણ મોંઘુ થઇ શકે છે. ડેરી પ્રોડક્ટ વેચનાર અમૂલ અને મધર ડેરીએ તેની કોઇ સત્તાવાર જાણકારી આપી નથી. પરંતુ ક્રિસિલના રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ભાવમાં 1-2 રૂપિયાનો વધારો થશે. 


ભાવ વધવા પાછળનું કારણ
દૂધ અથવા બીજી ડેરી પ્રોડક્ટના ભાવમાં જલદી વધારો થવા પાછળનું કારણ છે ઘટતું જતું ઉત્પાદન. ઉત્પાદનમાં ઘટાડાના લીધે દૂધના ભાવમાં 1-2 રૂપિયા પ્રતિ લિટર વધારો નક્કી માનવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર 2019-20માં દૂધના ઉત્પાદનમાં 3 થી 4 ટકાના ઘટાડાની આશા છે. તો બીજી તરફ ખપતમાં 6-7 ટકાનો વધારો થયો છે. એટલું જ નહી કંપનીઓન ભાવ વધારવા પડ્યા.

મતદાન માટે છો તૈયાર, 5 સ્ટેપ્સમાં ચેક કરો મતદાર યાદીમાં તમારું નામ છે કે નહી


2007 માં 1 રૂપિયો/લીટર વધ્યા હતા દૂધના ભાવ
છેલ્લે દૂધના ભાવ 2017માં વધ્યા હતા. 2017માં દૂધના ભાવ 1 રૂપિયો પ્રતિ લીટર વધ્યા હતા. CRISIL રિપોર્ટ અનુસાર આ કારણે સ્કિમ્ડ દૂધનો સ્ટોક જલદી ખતમ થવાની આશા છે. દુનિયાભરમાં સ્કિમ્ડ મિલ્કના ભાવ 20 ટકાથી વધે છે. માર્ચ 2018ના અંતમાં સ્કિમ્ડ મિલ્કનું 3 લાખ ટનનો સ્ટોક હતો. પરંતુ આ સ્ટોક હવે 25 ટકાથી ઘટવાની આશા છે. તમને જણાવી દઇએ કે મલાઇ વિના દૂધને સ્કિમ્ડ કહે છે. 


FSSAIએ જાહેર કર્યા નિયમ
તાજેતરમાં ફૂડ રેગુલેટર FSSAI એ ડેરી કંપનીઓ માટે ગાઇડલાઇન ડોક્યૂમેંટ જાહેર કર્યા છે. તમને જણાવી દઇએ કે ગત વર્ષે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દૂધ વેચાઇ રહ્યું છે, તેમાં 68.70 ટકા દૂધ અને તેનાથી બનેલી વસ્તુઓ મિલાવટી છે. આ દૂધ FSSAI ના માપદંડો પર ખરું ઉતર્યું નથી. 

'મિશન શક્તિ'ને અંજામ આપનાર DRDO ની સામાન્ય જનતાને ચેલેન્જ, જીતો 10 લાખનું ઇનામ


નવા નિયમ જાહેર
દૂધ અને તેનાથી બનેલી પ્રોડક્ટ્સની ખરાબ ક્વોલિટીથી ચિંતિત FSSAI એ આકરા માપદંડ બનાવ્યા.
ડેરી પ્રદૂષિત વિસ્તારોથી દૂર હોવી જોઇએ.
ડેરીમાં કામ કરનારા લોકોના સ્વાસ્થ્યની તપાસ થવી જોઇએ.
દૂધ એકઠું કરતી વખતે હાઇજિનનો ખ્યાલ રાખવો જોઇએ.
દૂધની પેકેજિંગ ફૂડ ગ્રેડ મટેરિયલમાં જ હોવું જોઇએ. 
કંપની દૂધના દરેક પેકેટને 24 કલાકમાં ટ્રેસ કરવાની વ્યવસ્થા હોવી જોઇએ.
રો દૂધને 4 કલાકની અંદર ખેડૂતો પાસેથી પ્રોસેસિંગ યૂનિટ સુધી લાવવામાં આવવું જોઇએ.
કંપનીઓને નક્કી કરવું જોઇએ કે ભેંસના ચારામાં વધુ પેસ્ટીસાઇડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે નહી.