મતદાન માટે છો તૈયાર, 5 સ્ટેપ્સમાં ચેક કરો મતદાર યાદીમાં તમારું નામ છે કે નહી

લોકસભા ચૂંટણીના પહેલાં તબક્કા માટે 11 એપ્રિલના રોજ મતદાન કરવામાં આવશે. એવામાં તમારી ઉંમર 18 વર્ષથી વધુ છે તો તમે મતદાન કરી શકો છો અને જવાબદાર નાગરિક હોવાના નાતે મતાધિકારનો ઉપયોગ કરવો જોઇએ. પરંતુ મતદાન કરવા માટે તમારું નામ મતદાર યાદીમાં હોવું જરૂરી છે. આ ચૂંટણીમાં લગભગ 1.9 કરોડ એવા મતદાર છે જે પહેલીવાર વોટિંગ કરશે. એટલા માટે, પહેલાં જ જાણી લો કે તમે જે સંસદીય અને વિધાનસભા ક્ષેત્રમાં આવો છો, ત્યાંની મતદાર યાદીમાં તમારું નામ છે કે નહી. આ આર્ટિકલમાં તમને જણાવવા જઇ રહ્યા છો તો તમે કેવી રીતે તમારું નામ મતદાર યાદીમાં તપાસ કરી શકો છો.
મતદાન માટે છો તૈયાર, 5 સ્ટેપ્સમાં ચેક કરો મતદાર યાદીમાં તમારું નામ છે કે નહી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પહેલાં તબક્કા માટે 11 એપ્રિલના રોજ મતદાન કરવામાં આવશે. એવામાં તમારી ઉંમર 18 વર્ષથી વધુ છે તો તમે મતદાન કરી શકો છો અને જવાબદાર નાગરિક હોવાના નાતે મતાધિકારનો ઉપયોગ કરવો જોઇએ. પરંતુ મતદાન કરવા માટે તમારું નામ મતદાર યાદીમાં હોવું જરૂરી છે. આ ચૂંટણીમાં લગભગ 1.9 કરોડ એવા મતદાર છે જે પહેલીવાર વોટિંગ કરશે. એટલા માટે, પહેલાં જ જાણી લો કે તમે જે સંસદીય અને વિધાનસભા ક્ષેત્રમાં આવો છો, ત્યાંની મતદાર યાદીમાં તમારું નામ છે કે નહી. આ આર્ટિકલમાં તમને જણાવવા જઇ રહ્યા છો તો તમે કેવી રીતે તમારું નામ મતદાર યાદીમાં તપાસ કરી શકો છો.

કેવી રીતે ચેક કરો મતદાર યાદીમાં પોતાનું નામ?

  • તેના માટે પહેલાં Electoralsearch.in પર લોગ ઇન કરો. 
  • અહીં બે પ્રકારે મતદાર સર્ચ કરી શકે છે.
  • પહેલા ઓપ્શનમાં નામ, જન્મ તારીખ અને અન્ય જાણકારી નાખીને જાણકારી પ્રાપ્ત કરી શકો છો.
  • બીજા ઓપ્શનમાં EPIC નંબર, જેથી મતદાર ઓળખ પત્ર ક્રમાંક કહે છે, તેના આધારે જાણકારી પ્રાપ્ત કરી શકો છો. 
  • બંને સ્થિતિમાં તમારી પુરી જાણાકરી સ્ક્રીન પર આવી જશે. તમે તેને ડાઉનલોડ કરી શકો છો.
  • જો બધી જાણકારી નાખવા છતાં તમારા વિશે કોઇ જાણકારી આવતી નથી તો ચૂંટણી પંચના ટોલ ફ્રી નંબર 1800111950 પર કોલ કરી શકો છો.

    ભારતમાં અહીં વધે છે સૌથી ઝડપી પગાર, તમે પણ આ શહેરમાં કરવા માંગશો નોકરી!

આ ઉપરાંત બજારમાં ઘણી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેની મદદથી મતદારો યાદીમાં પોતાનું નામ ચેક કરી શકે છે. ગૂગલ પ્લે સ્ટોર પર Voter List Online 2019 એપ ઉપલબ્ધ છે જેને ડાઉનલોડ કરી લો. એપને ખોલતાં રાજ્યોના ઓપ્શન સામે આવશે. તમે જે રાજ્યના છો, તે રાજ્યને સિલેક્ટ કરી લો. જરૂરી જાણકારી ભર્યા બાદ મતદાર યાદી તમારી સામે હશે. જો તમારું નામ મતદાર યાદીમાં નથી તો તમે વોટ આપી શકશો નહી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news