નવી દિલ્હીઃ હવે એક બેગ યુરિયા ખાતર માત્ર 500 એમએલની બોટલમાં મળશે. સાંભળવામાં આ વાત ભલે તમને અટપટી લાગતી હોય પરંતુ આ કરી દેખાડ્યું છે ઇફકોના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોએ. ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO) ની 50મી વાર્ષિક સામાન્ય સભામાં વિશ્વના ખેડૂતો માટે દુનિયાનું પ્રથમ નેનો યુરિયા લિક્વિડ લોન્ચ કરવામાં આવ્યું છે. નેનો યુરિયા બનાવવાનો ઉદ્દેશ્ય પીએમ મોદીની તે અપીલથી છે, જેમાં તેમણે માટીમાં યુરિયાના પ્રયોગમાં કમી લાવવાની વાત કહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇફકોના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોએ સંશોધન બાદ નેનો યુરિયા લિક્વિડને સ્વદેશી અને પ્રોપાઇટરી ટેકનીતના માધ્યમથી કલોલ સ્થિત નેનો બાયોટેકનોલોજી સંશોધન કેન્દ્રમાં તૈયાર કર્યું છે. આ નવું ઉત્પાદન 'આત્મનિર્ભર ભારત' અને 'આત્મનિર્ભર કૃષિ'ની દિશામાં એક સાર્થક પગલું છે. IFFCO નેનો યુરિયા લિક્વિડ છોડના પોષણ માટે પ્રભાવી અને અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. તેના ઉપયોગથી પાકની ઉપજ વધે છે અને પોષક તત્વોની ગુણવત્તામાં સુધારો થાય છે. નેનો યુરિયા ભૂગર્ભ જળની ગુણવત્તામાં સુધારવામાં અને ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે જ્યારે હવામાન પરિવર્તન અને ટકાઉ ઉત્પાદનને સકારાત્મક અસર કરશે.


Corona કાળમાં અર્થવ્યવસ્થાને ઝટકો, 2020-21માં GDPમાં 7.3%નો ઘટાડો


રાષ્ટ્રીય કૃષિ સંશોધન સિસ્ટમ (એનએઆરએસ) હેઠળ 20 આઇસીએઆર સંસ્થાઓ, રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના 43 પાક પર હાથ ધરવામાં આવેલા મલ્ટિ-લોકલ અને મલ્ટિ-પાક ટ્રાયલ્સના આધારે ઇફકો નેનો યુરિયા લિક્વિડ ફર્ટિલાઇઝર કન્ટ્રોલ ઓર્ડર (એફસીઓ, 1985) નો સમાવેશ કરવામાં આવ્યો છે. તેની અસરકારકતા ચકાસવા માટે લગભગ 11,000 ફાર્મ ફિલ્ડ ટ્રાયલ્સ (એફએફટી) ભારતભરના 94 થી વધુ પાક પર હાથ ધરવામાં આવી હતી. દેશભરમાં પાક પર કરવામાં આવેલા તાજેતરના પરીક્ષણોમાં પાકની ઉપજમાં સરેરાશ 8 ટકાનો વધારો જોવા મળ્યો છે.


એક બોટલની કિંમત 240 રૂપિયા
IFFCO નેનો યુરિયા લિક્વિડ, સામાન્ય યુરિયાના ઉપયોગને ઓછામાં ઓછા 50 ટકા ઘટાડવા માટે રચાયેલ છે. તેના 500 મિલિલીટર યુરિયાની એક બોટલમાં 40,000 પીપીએમ નાઇટ્રોજન હોય છે જે નાઇટ્રોજન પોષક તત્વો સામાન્ય યુરિયાની થેલી જેટલું પૂરું પાડશે. ઇફ્કો નેનો યુરિયાનું ઉત્પાદન જૂન 2021 સુધીમાં શરૂ થશે અને તેનું વ્યાપારી માર્કેટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થશે. ઇફ્કો દ્વારા ખેડૂતો માટે 500 મી.લી. નેનો યુરિયાની એક બોટલની કિંમત 240 રૂપિયા રાખવામાં આવી છે. તેનો ભાવ યુરિયા ખાતરની એક બેગ કરતા 10 ટકા ઓછો છે. સમિતિએ ખેડૂતોને આ ઉત્પાદન વિશે સંપૂર્ણ માહિતી પ્રદાન કરવા માટે વ્યાપક રાષ્ટ્રવ્યાપી તાલીમ અભિયાન હાથ ધરવાની યોજના બનાવી છે. આ ઉત્પાદનો ઇફકોના ઇ-કોમર્સ પ્લેટફોર્મ www.iffcobazar.in ઉપરાંત મુખ્યત્વે સહકારી વેચાણ કેન્દ્રો અને અન્ય માર્કેટિંગ ચેનલો દ્વારા પણ ખેડૂતોને ઉપલબ્ધ કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube