ચૂંટણી પહેલા મોદી સરકારનો મેગા પ્લાન, બેરોજગારોના ખાતામાં જમા થશે દર મહિને `પગાર`!
દેશભરની જનતાને મોદી સરકાર 2019ની સામાન્ય ચૂંટણી પહેલા એક મોટી ભેટ આપવાનું વિચારી રહી છે. સરકાર યુનિવર્સિટલ બેઝિક ઈન્કમ(UBI)ને લાગુ કરવાની યોજના બનાવી રહી છે...
પ્રકાશ પ્રિયદર્શી/નવી દિલ્હીઃ દેશભરની પ્રજાને મોદી સરકાર 2019ની સામાન્ય ચૂંટણી પહેલા મોટી ભેટ આપી શકે છે. કેન્દ્ર સરકાર 'યુનિવર્સિલ બેઝિક ઈનકમ-UBI' લાગુ કરવાની યોજના બનાવી રહી છે. એવી પણ આશા છે કે, કેબિનેટની 27 ડિસેમ્બર(ગુરુવાર)ના રોજ મળનારી બેઠકમાં UBI અંગે ચર્ચા થઈ શકે છે. UBI લાગુ થવાથી દેશના બેરોજગારોને મોટો ફાયદો થશે. વડા પ્રધાન પોતે આ મુદ્દે કેબિનેટ મંત્રીઓ સાથે ચર્ચા કરી શકે છે. અત્યારે કેટલાક રાજ્યોમાં આ યોજના અમલમાં છે.
યોજનાના મોડલ પર ચર્ચા થવાની સંભાવના
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કેટલાક રાજ્યોમાં ખેડૂતો માટે ચાલી રહેલી આ યોજનાના મોડલ પર કેબિનેટમાં ચર્ચા થઈ શકે છે. સાથે જ આ યોજનાને કેવી રીતે અને ક્યારે લાગુ કરવાની તેના અંગે પણ ચર્ચા-વિચારણા થઈ શકે છે. સરકાર તરફથી રજૂ થનારા વચગાળાના બજેટમાં તેનું માળખું રજુ થવાની આશા છે. 2019માં સામાન્ય ચૂંટણી આવવાની છે એટલે મતદારોને રિઝવવા માટે સરકાર આ જાહેરાત કરી શકે છે.
હવે ઘર ખરીદવું અને બનાવવું થશે સસ્તું, સરકાર આપશે મોટી રાહત
19 ડિસેમ્બરે આપી હતી માગી
કેન્દ્ર સરકારે આ અંગે તમામ મંત્રાલય પાસેથી સુચનો મગાવ્યા છે કે આ યોજના માત્ર ખેડૂતો માટે જ લાગુ કરવી કે પછી તમામ પ્રકારના (બેરોજગાર અને ખેડૂત)ને તેના દાયરામાં લાવવા. તેના માટે સરકાર એક પેનલની પણ રચના કરી શકે છે. આપને જણાવી દઈએ કે, ઝી ડિજિટલ તરફથી 19 ડિસેમ્બરના રોજ પણ આ યોજના અંગે માહિતી આપવામાં આવી હતી.
તમારા સપનાનું ઘર થશે સસ્તુ, હવે GST 12થી ઘટીને થશે આટલો
શું છે યુનિવર્સિલ બેઝિક ઈનકમ
જો સરકાર તરપથી 'યુનિવર્સિલ બેઝિક ઈનકમ-UBI'ની યોજના લાગુ કરવામાં આવે તો તેનાથી દેશના દરેક નાગરિકના ખાતામાં એક ચોક્કસ રકમ કોઈ પણ પ્રકારની શરત વગર જમા કરવામાં આવશે. જેની મદદથી તેની પાયાની જરૂરિયાતો પુરી કરવામાં પરિવારને મદદ મળશે. સરકાર આ યોજના પર છેલ્લા બે વર્ષથી કામ કરી રહી છે.
2018માં Income Tax ના નિયમોમાં થયા અનેક પરિવર્તન, 2019 પહેલા જાણવું છે જરૂરી
સરકાર દેશના 20 કરોડ લોકોને આ યોજનામાં સામેલ કરવા માગે છે. નાણામંત્રી અરૂણ જેટલી ફેબ્રુઆરી-2019ના વચગાળાના બજેટમાં યુનિવર્સિલ બેઝિક ઈનકમ યોજનાની જાહેરાત કરે એવી સંભાવના છે.