દવાઓનો ખર્ચ ઘટાડવા મોટી સરકારે લીધો મહત્વનો નિર્ણય, હવે ગામડામાં પણ મળશે સસ્તી દવાઓ
જન-ઔષધિ કેન્દ્ર ખોલવા માટે અરજી કરનારનીપાસે ઓછામાં ઓછી 120 વર્ગ ફુટની જગ્યા હોવી જોઈએ. તે માટે અરજી ફી 5000 રૂપિયા છે.
નવી દિલ્હીઃ કોરોના મહામારી બાદથી દવાઓની કિંમત ઝડપથી વધી છે. જરૂરી બીમારીઓની દવાઓ ખુબ મોંઘી મળી રહી છે. તેનાતી ગરીબ અને ઓછી કમાણી કરનાર લોકોએ મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુશ્કેલીને જોતા મોદી સરકારે મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે દેશભરમાં 2000 પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS)ને પ્રધાનમંત્રી ભારતીય જન-ઔષધિ કેન્દ્ર ખોલવાની મંજૂરી આપી છે. સહકારિતા મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી હતી. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી જન ઔષધિ કેન્દ્ર મોટી હોસ્પિટલો અને શહેરો સુધી સીમિત છે. આ નિર્ણય બાદ ગામડામાં પણ જન ઔષધિ કેન્દ્ર ખુલી જશે. તેનાથી લોકોને સસ્તી દવા મળવાનો રસ્તો ખુલી જશે. તમને જણાવી દઈએ કે જન ઔષધિ કેન્દ્ર પર જેનરિક દવાઓ મળે છે, જે બજારમાં મળનારી દવાઓથી ખુબ સસ્તી હોય છે. તેનાથી લોકોની બચત થાય છે.
મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે આશરે 1000 જન-ઔષધિ કેન્દ્ર આ વર્ષે ઓગસ્ટ સુધી ખુલી જશે જ્યારે બાકી જન ઔષધિ કેન્દ્ર ડિસેમ્બર સુધી ખુલશે. સહકારિતા મંત્રી અમિત શાહ અને રસાયણ તથા ખાતર મંત્રી મનસુખ માંડવિયા વચ્ચે થયેલી એક બેઠકમાં પેક્સ સમિતિઓને જન-ઔષધિ કેન્દ્ર ખોલવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે માટે દેશભરમાં 2000 પેક્સ સમિતિઓની પસંદગી કરવામાં આવશે. સહકારિતા મંત્રાલયે કહ્યું- આ મહત્વપૂર્ણ નિર્ણયથી ન માત્ર પેક્સ સમિતિઓની આવક અને રોજગારના અવસરોમાં વધારો થશે પરંતુ દવાઓ પણ લોકોને સસ્તા ભાવ પર ઉપલબ્ધ કરાવી શકાશે.
આ પણ વાંચોઃ શેર બજારમાં લાંબી છલાંગ, સેન્સેક્સ 63 હજારને પાર, ઈન્વેસ્ટરોએ કરી 5 લાખ કરોડની કમાણી
9,400 થી વધુ જન ઔષધિ કેન્દ્ર ખુલી ગયા
દેશભરમાં અત્યાર સુધી સસ્તી દવાઓના વેચાણ કરતા 9400થી વધુ જન ઔષધિ કેન્દ્ર ખુલી ચુક્યા છે. આ કેન્દ્ર દ્વારા આશરે 1800 દવાઓ અને 285 સ્વાસ્થ્ય સાધનોનું વેચાણ થાય છે. આ દવાઓના ભાવ ખુલી બજારમાં મળનારી બ્રાન્ડેડ દવાઓની તુલનામાં 50-90 ટકા ઓછા હોય છે. જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે અરજી કરનાર પાસે 120 વર્ગ ફુટની જગ્યા હોવી જોઈએ. તેની અરજી ફી 5000 રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube