Kisan Credit Card: સામાન્ય બજેટ પહેલાં સરકારે સરકારી બેંકોને સરળતાથી કિસાન ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ કરવાનો આદેશ આપ્યો છે. સરકારે જલદી આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ડિજીટલીકરણનો સહારો લેવાનું કહ્યું થે. સાથે જ પીએમ કિસાનની મદદ લેવાનો આગ્રહ પણ કર્યો છે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે, આવનારા દિવસોમાં બેંક ઓછા સમયમાં ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ કરવાનું શરૂ કરશે. જો તમે ખેતી કરો છો તો આ મોકાનો ફાયદો ઉઠાવીને સરળતાથી પોતાનું કિસાન ક્રેડિટ કાર્ડ બનાવી શકો છો. જો કે, તેના માટે તમારી પાસે 3 ડૉક્યૂમેન્ટ હોવા જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માત્ર 3 ડોક્યૂમેન્ટ જરૂરીઃ
કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માટે તમારી પાસે તમારું આધાર કાર્ડ, પાનકાર્ડ અને ફોટો હોવો જરૂરી છે. તેનાથી પુષ્ટિ થશે કે તમે ખેડૂત છો. ત્યાં તમારી પાસેથી એક એફિડેવિટ લેવામાં આવશે. જેનાથી જાણવા મળશે કે, તમારી પાસે કોઈપણ બેંકમાં અરજદાર પાસેથી કોઈ બાકી લોન નથી.


આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: ફક્ત હસવું જ નહી રડવું પણ છે જરૂરી, નોર્મલ રહે છે બીપી, બીજા છે ઘણા ફાયદા
આ પણ વાંચો: શનિની સાડાસાતીનું કષ્ટ, શનિની મારથી બચાવશે આ ઉપાય, જાણો કોના માટે છે જરૂરી


કિસાન ક્રેડિટ કાર્ડ પર અનેક ફાયદાઓઃ
સરકારના નિયમ હેઠળ 3 લાખ રૂપિયા સુધીની લોન માત્ર 7 ટકાના વ્યાજે મળે છે. જો તમે સમયસર પૈસા પરત કરો છો તો તમને 3% નું ડિસ્કાઉન્ટ મળશે. આ રીતે પ્રામાણિક ખેડૂતોને માત્ર 4% વ્યાજે પૈસા મળે છે. જે શાહુકારોની ચુંગાલમાં ફસાઈ જવા કરતાં ઘણું સારું છે.


કિસાન ક્રેડિટ કાર્ડના અન્ય ફાયદાઓઃ
-1.60 લાખ સુધીની લોન માટે કોઈ કોલેટરલની જરૂર નથી.
-તમે KCC પાસેથી ખેતી સંબંધિત વસ્તુઓ ખરીદી શકો છો. બાદમાં પાક વેચીને લોનની ચુકવણી કરી શકાય છે.
-KCC લેવા પર પાક વીમો મેળવવો હવે સ્વૈચ્છિક બની ગયો છે.
-KCC હવે ડેરી અને માછીમારી માટે પણ ઉપલબ્ધ છે.
-કિસાન ક્રેડિટ કાર્ડ કોણ લઈ શકે છે


આ પણ વાંચો: સાચવજો! પાણી કેવી રીતે, ક્યારે અને કેટલું પીવું જોઈએ, જાણો જરૂરી તથ્યો
આ પણ વાંચો: Unhealthy Eating Habits:ખોટી રીત ભોજન લેવાના આ છે 4 નુક્સાન, આજે જ બદલી દો આ 4 આદતો
આ પણ વાંચો: ગ્રેજ્યુએટ હોવ તો ચોટલી બાંધીને શરૂ કરી દો તૈયારીઓ, 1.60 લાખ રૂપિયા મળશે પગાર


-કૃષિ, પશુપાલન અને મત્સ્યપાલન સાથે સંબંધિત કોઈપણ વ્યક્તિ KCC લઈ શકે છે.
-બીજાની જમીનમાં ખેતી કરનાર વ્યક્તિ પણ લાભ લઈ શકે છે.
-લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ 75 વર્ષ હોવી જોઈએ.
-જો ખેડૂતની ઉંમર 60 વર્ષથી વધુ હોય, તો સહ-અરજદારની પણ જરૂર પડશે, તેની ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઈએ.


કેવી રીતે મેળવી શકશો ક્રેડિટ કાર્ડઃ
SBI સહિત દેશની મોટાભાગની સરકારી બેંકો દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે.
કાર્ડ માટે અરજી બેંક શાખામાં જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરીને આપી શકાય છે.
ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ માટે ઓનલાઈન ફોર્મ પણ ભરી શકે છે.


આ પણ વાંચો: સસ્તામાં પુરૂ થશે સપનું,  60 હજાર રૂપિયાનો iPhone 18 હજાર રૂપિયામાં મેળવો
આ પણ વાંચો: 
WhatsApp સ્ટેટસમાં મળશે નવું ઓપ્શન, વોઈસ નોટ કરી શકશો પોસ્ટ
આ પણ વાંચો: સેલિબ્રિટીથી માંડીને મોટા-મોટા દિગ્ગજો લે છે સલાહ, જાણો એવું તો શું કરે છે પરિધિ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube