નવી દિલ્હી: જો તમે હજુ સુધી મકાન ખરીદી શક્યા નથી તો કેન્દ્ર સરકાર તમને મોટી ખુશખબરી આપવા જઇ રહી છે. મોદી સરકારે ફ્લેટ અને મકાન બનાવવા માટે સબસિડી આપવાની યોજના શરૂ કરી હતી. સરકાર તરફથી શરૂ કરાયેલા આ યોજનાને સારો રિસ્પોન્સ મળ્યો છે. જેને પગલે સરકાર એક નિયત આવક મર્યાદામાં આવનારા પરિવારોને હોમલોન આપવા જઇ રહી છે. હાલમાં સરકાર અલગ અલગ આવક ગ્રુપના આધારે 2.67 લાખ રૂપિયા સબસિડી આપી રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી બદલાઇ ગયા PAN કાર્ડના આ નિયમો, શરૂ કરવામાં આવી નવી સર્વિસ


વર્ષ 2016માં લોન્ચ કરાયેલ વડાપ્રધાન આવાસ યોજના (PMAY)ની ડેડ લાઇન માર્ચ 2019 રાખવામાં આવી હતી. હવે આ યોજનાની ડેડલાઇન નજીક હોવાથી આશા રાખવામાં આવી રહી છે કે સરકાર તરફથી મળનારી સબસિડીની મર્યાદા 2022 સુધી વધારી શકાય છે. સરકાર તરફથી સબસિડી વધારવા પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. જો એવું થયું તો એનો સીધો ફાયદો એવા લોકોને મળશે કે જેમણે અત્યાર સુધી મકાન ખરીદ્યું નથી. 

હવે તમારા રસોડામાં વપરાયેલા તેલમાંથી બનશે બાયોડિઝલ, જાણો કેવી રીતે


આ અંગે ઝી બિઝનેસ સંવાદદાતા રાહુલ કુમાર સાથેની વાતચીતમાં હાઉસિંગ એન્ડ અર્બન અફેયર્સ સેક્રેટરી દુર્ગા શંકર મિશ્રાએ જણાવ્યું કે, સરકાર આ અંગે ગંભીરતાથી વિચાર કરી શકે છે. જેનાથી લોન લેનારાઓને ફાયદો થશે. જેનાથી હોમ લોનમાં દર મહિને EMI માં 2000થી 2200 રૂપિયા સુધી ઘટાડો થઇ શકે છે.

EXCLUSIVE: 7મું પગારપંચ- કર્મચારીઓની મોટી જીત, વધી જશે 10 હજાર સુધી પગાર

પ્રશ્ન: મીડિયમ કેટેગરી માટે હોમ લોન સબસિડીનો સમયગાળો શું માર્ચથી આગળ વધશે?
જવાબ: સરકાર તેના પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. તેનાથી લોન લેનારને ખૂબ ફાયદો થાય છે. હોમ લોનનીએ દર મહિનાના EMI માં 2000 થી 2200 રૂપિયા સુધી ઓછો થઇ જાય છે. 


પ્રશ્ન: શું સબસિડીની રકમ માટે ઇનકમ લિમિટમા6 પણ ફેરફાર કરવા વિચાર કરવામાં આવશે?
જવાબ: હાલ 18 લાખની વાર્ષિક આવક એટલે કે 1.5 લાખ મહિના મહિનાવાળાને પણ સબસિડી મળે છે. અમે ટોટલ એરિયા વધાર્યો છે. 6 લાખથી 12 લાખ વાર્ષિક આવકવાળા 160 સ્કેવર મીટર  (1722 વર્ગ ફૂટ) વાળા ઘર પર સબસિડી લઇ શકે છે. તો બીજી તરફ 12 થી 18 લાખ વાર્ષિક આવકવાળા 200 સ્કેવર મીટર (2153 વર્ગ ફૂટ)વાળા ઘર પર સબસિડી લઇ શકે છે. 

માત્ર 6 મિનિટમાં વેચાઇ ગયા 2 લાખ ફોન, સ્ટોક પુરો થઇ જતાં સાંજે ફરી શરૂ થશે સેલ


પ્રશ્ન: EWS કેટેગરીમાં લોન અને સબસિટી તો મળી જાય છે. પરંતુ ઘણીવાર લોકોની પાસે મૂળ રકમ જ હોતી નથી. કેવી રીતે વ્યવસ્થા થાય શું તેના પર પણ કોઇ વિચાર કરવામાં આવી રહ્યું છે?
જવાબ: EWS કેટેગરીમાં ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે. વર્ષ 2022 સુધી બધાને ઘર આપવા માટે 1 કરોડ મકાનની જરૂરિયાત છે. અમે અત્યાર સુધી 75 લાખ ઘરોને અમે મંજૂરી આપી ચૂક્યા છીએ. 11 લાખ ઘર બનીને તૈયાર થઇ ગયા છે અને લોકોને મળી ચૂક્યા છે. પોતાની જમીન પર ઘર બનાવનાર તરફથી ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.  


પ્રશ્ન: એવામાં શું કહી શકાય કે જે આગામી વર્ષોમાં એટલે કે 2020માં ઘર લેશે તેને પણ આ સબસિડીનો ફાયદો મળશે?
જવાબ:મિડલ ઇન્કમ ગ્રુપને મળનાર સબસિડીનો સમયગાળો માર્ચમાં પુરો થઇ રહ્યો છે. અમે વિચારી રહ્યા છીએ કે તેને વધારીને 2022 સુધી કરવામાં આવે. 

નોકરીયાત લોકોને ટૂંક સમયમાં મળશે 'ડબલ' પેંશનની ભેટ, મળી ગઇ મંત્રાલયની મંજૂરી


પ્રશ્ન: ઘણા રાજ્યોમાં રેરાના આદેશો પર અમલ થઇ રહ્યો નથી, તેને કેવી રીતે ઠીક કરવામાં આવશે?
જવાબ:મહારાષ્ટ્ર સરકારે રેરા પર ખૂબ સારું કામ કર્યું છે. રેરા એક ઐતિહાસિક પગલું છે. તેના પર જાગૃતતા ફેલાવવા માટે સતત કોંફ્રસ કરવામાં આવી રહી છે. જરૂર પડશે તો તેમાં ફેરફાર કરવા માટે પણ તૈયાર છીએ. 


પ્રશ્ન: Ease of કંસ્ટ્રકશન permit ની રેકિંગમાં સારો સુધારો થયો છે. આગળ જઇને તમે શું ટાર્ગેટ રાખ્યો છે. 
જવાબ: Ease of કંસ્ટ્રકશન permit માં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે. અમે આગામી વર્ષ સુધી ટોપ 10 માં આવવા માંગીએ છીએ, તેના માટે પગલાં પણ ભરી રહ્યા છીએ.