Bonus Stock: શેર બજારમાં આ ખુબ હલચલ જોવા મળશે. જ્યાં છ કંપનીઓના આઈપીઓ આવી રહ્યાં છે. તો 25 કંપનીઓ શેર બજારમાં એક્સ-ડિવિડેન્ટ સ્ટોક તરીકે ટ્રેડ કરશે. પરંતુ અમે વાત કરવા જઈ રહ્યાં છીએ સાલાસર ટેક્નો એન્જિનિયરિંગ લિમિટેડ (Salasar Techno Engineering Ltd)ની. કંપની બોનસ શેર આપી રહી છે. આ શેરનો ભાવ 150 રૂપિયાથી ઓછો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સપ્તાહે રેકોર્ડ ડેટ
શેર બજારને આપેલી જાણકારીમાં કંપનીએ કહ્યું કે 1 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા શેર પર 4 બોનસ શેર આપવામાં આવશે. કંપનીએ બોનસ ઈશ્યૂ માટે રેકોર્ડ ડેટ 1 ફેબ્રુઆરી 2024 નક્કી કરી છે. એટલે કે આ દિવસે જેનું નામ કંપનીની રેકોર્ડ બુકમાં રહેશે તેને બોનસ શેરનો લાભ મળશે. 


કંપનીએ પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં 10 પૈસાનું ડિવિડેન્ટ એક શેર પર આપ્યું હતું. તો 2022માં સાલાસર ટેક્નો એન્જિનિયરિંગના શેરનું વિભાજન 10 ભાગમાં થયું હતું. નોંધનીય છે કે કંપની 2021માં 1 શેર પર એક બોનસ આપી ચુકી છે. 


આ પણ વાંચોઃ IPO Alert: ઓપન થતાં પહેલા ગ્રે માર્કેટમાં ધમાલ, 119% રિટર્નનો સંકેત, જાણો વિગત


કંપનીના શેરમાં સતત તેજી જોવા મળી છે. ગુરૂવાર એટલે કે 25 જાન્યુઆરીએ કંપનીના શેરમાં 10 ટકાની અપર સર્કિટ લાગી હતી. અપર સર્કિટ લાગ્યા બાદ કંપનીના શેરનો ભાવ 120.93 રૂપિયાના લેવલ પર પહોંચી ગયો છે. માત્ર એક મહિના દરમિયાન કંપનીના શેરની કિંમતોમાં 79 ટકાની તેજી જોવા મળી છે. તો છ મહિનામાં આ મલ્ટીબેગર સ્ટોકે ઈન્વેસ્ટરોના પૈસા ડબલ કરી દીધા છે. આ દરમિયાન સાલાસરના શેરમાં 135 ટકાની તેજી જોવા મળી છે. 


(આ રોકાણની સલાહ નથી. શેર બજાર જોખમો અધીન છે. રોકાણ કરતા પહેલા તમારા એક્સપર્ટની સલાહ જરૂર લો)