મુંબઇ : આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે શુક્રવારે કહ્યું હતું કે ગત સપ્તાહે બોન્ડનું વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ જનાર રિલાયન્સ કોમ્યુનિકેશન કંપનીનું રેટિંગ પાછુ ખેંચી લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ કોમ્યુનિકેશન કંપનીએ વર્ષો અગાઉ તેના બોન્ડ બહાર પાડ્યા હતા જેમાં સેંકડો રોકાણકારોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીને ગત સપ્તાહે આ બોન્ડનું વ્યાજ ચૂકવવાનું હતું પરંતુ તે વ્યાજ ચૂકવી શકે એવી પરિસ્થિતીમાં નથી. જેના કારણે તેનું રેટિંગ પાછે ખેંચી લેવાયું છે. દેવાના ડુંગર હેઠળ દબાયેલી રિલાન્ય કોમ્યુનિકેશન કંપનીએ ગત સપ્તાહે જાહેર કરેલાં તેના ત્રિમાસિક પરિણામોમાં સતત ચોથીવાર ખોટ થઇ હોવાની જાહેરાત કરી હતી, એટલું જ નહીં પરંતુ કંપનીએ સત્તાવાર એવી પણ જાહેરાત કરી હતી કે કંપનીની નબળી આર્થિક પરિસ્થિતિના પગલે તે કેટલાંક ડિબેન્ચર ધારકોને વ્યાજ પણ ચૂકવી શકે તેમ નથી.


કંપનીની જાહેરાત બાદ કંપનીના શેરના ભાવમાં જંગી કડાકો થયો હતો. મૂડીઝ દ્વારા જે વ્યાખ્યાઓ નક્કી કરવામાં આવી છે તે મુજબ જે કંપની નિર્ધારિત સમયમાં રોકાણકારોને વ્યાજ અથવા તો તેની મૂળ રકમ પરત કરવામાં નિષ્ફળ જાય તેને ડિફોલ્ટ જાહેર કરાય છે એમ રિલાયન્સ કોમ્યુનિકેશન કંપની પણ ગત સપ્તાહે તેના રોકાણકારોને વ્યાજની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેતાં તેને ડિફોલ્ટની વ્યાખ્યા હેઠળ લઇ જવાઇ હતી.


જેના પરિણામે તેનું રેટિંગ પાછું ખેંચી લેવાનો નિર્ણય કરાયો હતો એમ મૂડીઝે કહ્યું હતું. ગત 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષના અંતે અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ કોમ્યુનિકેશનના કુલ દેવાનો આંક રૂ. 443 અબજ ઉપર પહોંચી ગયો હતો.જો કે કંપનીએ પોતાના દેવાના પુનઃગઠનની યોજના અંતર્ગત રૂ. 70 અબજનું દેવું તેની હિસ્સેદારી મારફતે ઘટાડવાની યોજના બનાવી છે.